Daily Archives: March 10, 2015


માનસ (ઈ-પુસ્તક ડાઊનલોડ) – સુરેશ સોમપુરા 5

પ્રચલિત અને સુવિખ્યાત પુસ્તક ‘અઘોરીઓ સાથે પાંચ દિવસ’ ના લેખક શ્રી સુરેશ સોમપુરા, એક ચિત્રકાર, વ્યંગ ચિત્રકાર, લેખક, તસવીરકાર અને પત્રકાર, પણ વિશેષ અભિરુચિ અધ્યાત્મમાં રહી છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી તેઓએ ધર્મ, અધ્યાત્મ, માનસ અંગે મૌલિક સંશોધન કર્યું છે. મનની શક્તિ – મનોવિજ્ઞાન પ્રત્યેનો તેમનો અભિગમ અધ્યાત્મિક છે. પ્રેમની પ્રાપ્તિ સિવાય અન્યને માટે મનની શક્તિના ઉપયોગનો તેઓ અણગમો દર્શાવે છે. આ વર્ષો દરમ્યાન તેઓ અનેક માંત્રિકો, તાંત્રિકો, ધર્મધુરંધરો અને તત્વજ્ઞાનીઓના પરિચયમાં આવ્યા છે અને ચિંતન મનન અને સાધના પછી આધ્યાત્મિક ક્ષેત્રે પોતાની મૌલિક વિચારસરણી તેઓ લાવ્યા છે. મનની શક્તિ જ મનુષ્યને સર્વોત્તમ બનાવી શકે છે તેમ તેઓ માને છે. આ અંગે તેમણે જાત પર પ્રયોગો અને અન્યને સહાય પણ કરી છે. આ નાનકડી પુસ્તિકામાં તેમણે માનસિક શક્તિ દ્વારા ઐશ્વર્ય, સદબુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ અંગે જીજ્ઞાસુઓને માર્ગદર્શન આપ્યું છે.