અધ્યાત્મનું સ્વરૂપ – ભાણદેવજી 3


જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાથતા સુખપ્રાપ્તિમાં નથી,સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણે અજાણ્યે માનવીમાત્ર મરે! જીવમાત્ર સુખ શોધે છે અને સુખની શોધ દુઃખ પ્રાપ્તિમાં જ પરિણમે છે. કારનકે સુખની ઇચ્છા જ દુઃખનું કારણ છે. જીવન સમસ્યારૂપ બની જવાનું કારણ અહીં ચે. જીવન સમસ્યારૂપ બની જવાનું કારણ અહીં છે. સુખપ્રાપ્તિની દોડ અભાવગ્રંથિમાંથી શરૂ થાય ચે. અભાવગ્રંથિ સ્વરૂપ ચ્યુતિનું પરીણામ છે. તેથી સ્વરૂપપ્રાપ્તિ વિના જીવનની યથાર્થ કૃતાર્થને પામી શકાય નહિ. સુખપ્રાપ્તિ દ્રારા સત્યપ્રાપ્તિનો પ્રયત્ન ખોટી દિશાનો પ્રયત્ન છે અને સ્વરૂપપ્રાપ્તિ-સત્યપ્રાપ્તિ દ્રારા આનંદપ્રાપ્તિ એ સાચી દિશાનો પ્રયત્ન છે. પ્રથમ દિશાનો પ્રયત્ન ભોગ છે, બીજી દિશાનો પ્રયત્ન અધ્યાત્મ છે.

માનવી શું ઈચ્છે છે?

જીજિવિષાની વૃત્તિ દ્રારા માનવી અમરતા ઝંખે છે. જિજ્ઞાસાવૃત્તિ દ્રારા માનવી પૂર્ણ જ્ઞાન ઈચ્છે છે. આધિપત્યની વૃત્તિ દ્રારા માનવી પૂર્ણ શક્તિ અને પૂર્ણ સ્વતંત્રતા ઈચ્છે છે. જાતીયવાદ દ્રારા માનવી પૂર્ણ પ્રેમ અને પૂર્ણ આનંદ શોધે છે.

અમરત્વની શોધ સત્યપ્રાપ્તિની ઝંખના છે.

જ્ઞાન, શક્તિ અને સ્વતંત્રતાની ખોજ ચિદાનંદ પ્રાપ્તિની ઝંખના છે.

પ્રેમ અને આનંદની ખોજ આનંદપ્રાપ્તિની ઝંખના છે.

ત્યારે માનવીની મૂળભૂત ઝંખના છે – સચ્ચિદાનંદ – પ્રાપ્તિની ઝંખના. આપણે જાગૃતિથી જોઈએ તો જણાશે કે આપણી બધી વૃત્તિ અને પ્રવૃત્તિ દ્રારા મૂલતઃ તો આપણે સચ્ચિદાનંદને જ પામવાનો પ્રયત્ન કરીએ છે.

સચ્ચિદાનંદ વ્યક્તિનું મૂળ સ્વરૂપ છે. સચ્ચિદાનંદની પ્રાપ્તિમાં તેની બધી ખોજની પરિપૂર્ણતા છે. અભાવગ્રંથિનું પૂર્ણવિસર્જન સચ્ચિદાનંદની પ્રાપ્તિ દ્રારા જ શકય બને છે. સચ્ચિદાનંદની પ્રાપ્તિ જ વ્યક્તિને અમરત્વ, પૂર્ણજ્ઞાન, પૂર્ણશક્તિ, પૂર્ણસ્વતંત્રતા, પૂર્ણપ્રેમ અને પૂર્ણઆનંદ આપે છે, જે ભારમક અને ક્ષણિક નહિ પણ યથાર્થ અને શાશ્વત છે અને તેની પ્રાપ્તિમાં જ વ્યક્તિના જીવનની કૃતાર્થતા છે.

સચ્ચિદાનંદની પ્રાપ્તિ માટેનો જે સાધનપથ તે જ અધ્યાત્મમપથ છે.
અધ્યાત્મ = અધિ + આત્મ. અધિ એટલે તરફ, આત્મા તરફ વળવું તે જ અધ્યાત્મ છે.

અહીં ‘આત્મા’ શબ્દનો ઉપયોગ થયો હોવાથી કોઈ એમ ન સમજે કે અધ્યાત્મપથ દ્રારા માત્ર જ્ઞાનમાર્ગ સૂચિત થાય છે.

ભક્તની ભગવત્પ્રાપ્તિ, આત્માર્થીની આત્મપ્રાપ્તિ, જ્ઞાનીની અદ્વૈતસિદ્ધિ-બ્રહ્મપ્રાપ્તિ, યોગીનું કૈવલ્ય -આ બધાં અધ્યાત્મનાં જ સ્વરૂપો છે અને આમાંના કોઈ પણ ઉપાયથી વ્યક્તિ તત્ત્વતઃ તો પોતાના સ્વરૂપને જ પામે છે.

સરળભાષામાં કહીએ તો આધ્યાત્મ એટલે પોતાના મૂળ ઠેકાને -સ્વસ્થાને પાછા ફરવું. યાત્રએ નીકળેલો યાત્રી જ્યાં સુધી સ્વસ્થાને પાછો ન ફરે ત્યાં સુધી યાત્રાની સમાપ્તિ થતી નથી અને ત્યાં સુધી કૃતાર્થતા અનુભવાતી નથી. પ્રકૃતિનાં રાજ્યોમાં અટવાયો જીવ જ્યાં સુધી આત્મસ્વરૂપમાં સ્થિત ન થાય ત્યાં સુધી સાચી શાંતિ, પરમકૃતાર્થતા અને અભાવમુક્તિને પામી શકે નહિ.

અરીસામાં પ્રતિબિંબત થયેલો અગ્નિ કોઈની ઠંડી ઉડાડી શકે નહિ કારણકે તે મૂળ અગ્નિની જેમ ગરમી આપી શકે નહિ. એ માટે તો આપણે બિંબસ્વરૂપમૂળ અગ્નિ પાસે પહોંચ્યે જ છૂટકો છે. તે જ આ પ્રકૃતિમાં પ્રતિબિંબત થયેલ આત્માની ખોજથી એટલે કે ભોગ દ્રારા માનવી કૃતાર્થતા પામી શકે નહિ. એ માટે તો સ્વરૂપપ્રાપ્તિ એટલે કે આધ્યાત્મ જ ઉપાય છે.

સદીએ – સહસ્ત્રાબ્દીઓથી માનવજાતે પરમને પામવાના અનેક વિધ સફળ નિષ્ફળ પ્રયોગો કર્યા છે. આ લાંબા અનુભવમાંથી આધ્યાત્મવિદ્યાનું નિર્માણ થયું છે.

આધ્યાત્મવિદ્યા સ્વરૂપતઃ અનુભવગમ્યવિદ્યા છે, પરંતુ હજારો વર્ષના અનુભવોમાંથી આધ્યાત્મનું એક ભાથું પણ તૈયાર થયું છે, જેનાથી આધ્યાત્મપથ પર ચાલનાર પથિક માટે ઉપયોગી માર્ગદર્શન મળી શકે છે. લાંબા ગાળે આધ્યાત્મવિદ્યાએ એક શાસ્ત્રનું રૂપ ધારણ કર્યું છે. આધ્યત્મવિદ્યા એટલે પરમના સાક્ષાત્કારનું શાસ્ત્ર.

આધ્યાત્મિક સાક્ષાત્કારનાં અનેકવિધ સ્વરૂપો છે. પરમસત્ય પરમાત્મા અનંત સ્વરૂપ છે. એ એક એવો સાગર છે, જેનો કોઈ પારાવાર નથી. એ અનંતનો સાગર છે. સાગર મૂલતઃ એક હોવા છતાં તેનાં અનેકવિધ સ્વરૂપો(પાસાં) છે તે નિર્ગુણ નિરાકાર છે; તે સગુણ નિરાકાર છે; તે સગુણ સાકાર છે; તે મનવસ્વરૂપે અવતરે પણ છે, તે વિરાતસ્વરૂપ પણ છે; તે અંતર્યામી પણ છે અને બીજાં કેતલાંય સ્વરૂપ હશે – પણ આપણે જાણતા નથી; જે અનંત છે, જે અમર્યાદ છે, તેનાં પાસાં-સ્વરૂપોની કોઈ મર્યાદા નથી. તે આવો છે અને આવો નથી એમ કહેવું તે તેના અનંતસ્વરૂપનો ઈનકાર કરવા જેવું છે. એટલે પરમની પ્રાપ્તિ કોઈ એક જ સ્વરૂપે કરી શકાય અને બીજા સ્વરૂપે નહિ તેમ ન કહી શકાય.

સમુદ્ર એક છે છતાં તેના અનેક કિનારા છે અને દરેક સ્થળે તેનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. સોમનાથનો સમુદ્ર, દ્રારિકાનો સમુદ્ર, કન્યાકુમારીનો સમુદ્ર અને જગન્નાથપુરીનો સમુદ્ર -આ બધાં એક જ સમુદ્ર ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. ભાહ્ય સ્વરૂપો ભિન્ન ભિન્ન હોવા છતાં મૂલતઃ સમુદ્ર એક જ છે. જેમ સમુદ્રના કોઈ પણ એક કિનારેથી સમુદ્રમાં પ્રવેશેલો માનવી સમુદ્રને પામ્યો કહેવાય તેમ પરમાત્માનાં અનેક સ્વરૂપોમાંથી કોઈ એક સ્વરૂપને પામનાર માનવી પરમાત્માને પામ્યો કહેવાય છે.

સાધક પરમાત્માના કોઈ એક કે એકથી વધુ સ્વરૂપોનો સાક્ષાત્કાર પણપામી શકે. એક ભક્ત સગુણ સાકારની ઉપાસના દ્રારા રામ, કૃષ્ણ કે જગદંબાને પામે; એક યોગી આત્માસાક્ષાત્કાર પામે –


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “અધ્યાત્મનું સ્વરૂપ – ભાણદેવજી