સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ગંગાસતી


ગંગાસતીનાં ઉપદેશોમાં રહેલું જીવન – જાગૃતિ શાહ 10

લંડનથી લેખિકા શ્રી જાગૃતિબેન શાહનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે. ગંગાસતિએ પાનબાઈને આપેલી ગુરુવાણીને તેઓ અહીં અર્થવિસ્તાર આપવાનો પ્રયત્ન કરે છે. સુંદર અને વિષયકેન્દ્રિત લેખન દ્વારા તેમનો આ લેખ સુંદર અને મનનયોગ્ય થયો છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે, ચાલવું એટલે શું? શું ચાલવાની કોઈ વ્યાખ્યાં હોય? કદાચ એનો જવાબ ના જ હશે. કારણ કે જીવ જ્યારથી આ જીવનમાં આવ્યો છે ત્યારથી તે સતત ચાલતો જ રહ્યો છે. તેથી ચાલવાની કોઈ વ્યાખ્યા દેવી હોય તો બહુ મુશ્કેલ થઈ જાય છે. પણ અહીં ચાલવાની વાત કેવળ ગતિની નથી. ગતિની ચાલ ક્યારેક ઝડપી કે ધીરી થઈ જાય છે. પણ મન, વચન ને કર્મની સ્થિરતાએ ચાલવું એ એક યાત્રા ચોક્કસ થઈ જાય. અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં ગંગાસતી નામની સંત સાધ્વી થઈ ગયા. તેમણે તેમની પુત્રવધૂ પાનબાઈને ઉદ્દેશીને કેટલાક ભજન લખ્યાં, તેમાં તેમણે જીવે પોતાની આધ્યાત્મિક ચાલ કેવી રાખવી જોઈએ અને કેવી રીતે ચાલવું જોઈએ તે વિષે સમજાવ્યું છે. આ સાસુ-વહુનો સંબંધ ગુરુ શિષ્ય જેવો ન હતો, બલ્કે જીવ અને શિવ જેવો હતો…


અક્ષરનાદ લોકમત – ભેટ યોજના ૨ : ગંગાસતીના ભજનો (ઑડીયો સી.ડી)

ગંગાસતીને નામે બાવન જેટલી ભજન રચનાઓ મળે છે. એમાં સદ્દગુરુ મહિમા‚ નવધા ભક્તિ‚ યોગસાધના‚ નામ અને વચનની સાધના‚ ક્રિયાયોગ‚ શીલવંત સાધુના લક્ષણો‚ સંતના લક્ષણો‚ આત્મસમર્પણ‚ ભક્તિનો માર્ગ‚ નાડીશુદ્ધિ‚ મનની સ્થિરતા‚ સાધુની સંગત‚ વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ‚ જ્ઞાન અને યોગનો ત્રિવેણીસંગમ થયેલો જોવા મળે છે. ગંગાસતીના ભજનોનું ઈ-પુસ્તક તો અક્ષરનાદ પર ડાઊનલોડ માટે તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ છે જ, પરંતુ આજે એથી પણ વધુ આનંદની વહેંચણીના સમાચાર છે…
તો અક્ષરનાદ ફરી એક વખત આપના માટે લઈને આવ્યું છે અનેરી ભેટ જીતવાનો સુંદર અવસર, ટી સીરીઝ તરફથી હાલમાં જ પ્રસ્તુત થયેલી ગંગાસતીના ભજનોની ઓડીયો સીડી આપ જીતી શકો છો, એ માટે આપે શું કરવાનું છે? વધુ વિગતો માટે સમગ્ર પોસ્ટ જુઓ…


ગંગાસતીના ૫૨ ભજનો (પુસ્તક ડાઊનલોડ) 5

સૌરાષ્ટ્રની મીરા ગંગસતીના ૫૨ ભજનોના સંગ્રહરૂપ પુસ્તકને આજે અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાઈ રહ્યું છે એ અત્યંત આનંદનો સમય છે. આ વિશે પહેલા ગંગાસતીનું અધ્યાત્મ દર્શન એ વિષય પર સંતવાણી ૨૦૧૦માં અપાયેલ શ્રી ભાણદેવજીનું વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું. તેના અનુસંધાને આ પુસ્તક ઉપયોગી નિવડશે. આ પુસ્તકના આરંભે આપેલ ગંગાસતી પરિચય શ્રી નિરંજન રાજ્યગુરૂ દ્વારા લખાયેલ છે, એ બદલ તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.


ગંગાસતી – આતમને જગાડતી વાણીના રચયિતા 2

ગંગાસતીના અમુક ભજનો આપણે જાણીએ છીએ અને ક્યારેક સાંભળીએ છીએ પણ એમના વિશે, એમની જીવનકથા અને એમની ભજનવાણીના મર્મ વિશે આપણે કેટલું જાણીએ છીએ? પ્રસ્તુત છે આ કડીઓમાં ગંગાસતી વિશે થોડીક વિશેષ જાણકારી.


કુપાત્રની પાસે – ગંગાસતી

કુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે, સમજીને રહીએ આપણે ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે .. ભજની જનોએ ભક્તિમાં રે’વું ને, કરવો સ્મરણ નિરધાર રે…. અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે ઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે ગાળી દેવો રે તેનો એવો મોહ રે, દયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે, રાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે સંશય ટળે ને મનડું ગળે ને રે રાખે નહીં કોઈના પર દ્વેષ રે, પાત્રને જોઈને ઉપદેશ કરવો રે, સમજીને રહીએ આપણે ચુપ રે … કુપાત્રની પાસે —–> આ અર્પણ છે એ બધા ભારતીયોને જે તેમના નેતાઓને વોટ આપી, વિશ્વાસે તેમના લોકશાહીના સર્વોચ્ચ મંદિર એવા પાર્લામેન્ટ ભવનમાં મોકલે છે અને પછી તેમના વિશ્વાસના કટકા ક્યારેક રાજકારણીઓ પોતે કરે છે અને ક્યારેક આવા ત્રાસવાદીઓ જ્યારે દેશના અસ્તિત્વ પર હુમલો કરે છે ત્યારે કોઈપણ નિર્ણય લેવામાં વામણા પૂરવાર થાય છે.