Daily Archives: October 21, 2015


જ્ઞાનેશ્વરી – ડૉ. કાન્તિ ગોર ‘કારણ’ 2

જ્ઞાન શબ્દ માનવજાતના વિકાસ સાથે સમૃદ્ધ થતો રહ્યો છે. અનુભવ અને અભ્યાસને આધારે માણસનું જ્ઞાન વધારે સમૃદ્ધ થતું રહ્યું છે. વેદકાળથી જ્ઞાનસમૃદ્ધિ વિકસતી રહી છે. વેદ શબ્દનો સામાન્ય અર્થ તો જ્ઞાન જ થાય છે. જ્ઞાનની આ યાત્રામાં કેટલાક પડાવ ખાસ ધ્યાન ખેંચે છે. જેમાં સૌપ્રથમ ઉલ્લેખ ઉપનિષદોના સાર સમાન શ્રીમદ ભગવદગીતાનો ઉદભવ કહી શકાય. આદિ શંકરાચાર્યજીએ પ્રસ્થાનત્રયી પર ટીકાઓ રચી. (પ્રસ્થાનત્રયી એટલે શ્રીમદ ભગવદગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્રો.) ત્રીજી ઘટના તે મરાઠીમાં જ્ઞાનેશ્વરીની રચના.