Daily Archives: December 15, 2015


ગંગાસતીનાં ઉપદેશોમાં રહેલું જીવન – જાગૃતિ શાહ 10

લંડનથી લેખિકા શ્રી જાગૃતિબેન શાહનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે. ગંગાસતિએ પાનબાઈને આપેલી ગુરુવાણીને તેઓ અહીં અર્થવિસ્તાર આપવાનો પ્રયત્ન કરે છે. સુંદર અને વિષયકેન્દ્રિત લેખન દ્વારા તેમનો આ લેખ સુંદર અને મનનયોગ્ય થયો છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે, ચાલવું એટલે શું? શું ચાલવાની કોઈ વ્યાખ્યાં હોય? કદાચ એનો જવાબ ના જ હશે. કારણ કે જીવ જ્યારથી આ જીવનમાં આવ્યો છે ત્યારથી તે સતત ચાલતો જ રહ્યો છે. તેથી ચાલવાની કોઈ વ્યાખ્યા દેવી હોય તો બહુ મુશ્કેલ થઈ જાય છે. પણ અહીં ચાલવાની વાત કેવળ ગતિની નથી. ગતિની ચાલ ક્યારેક ઝડપી કે ધીરી થઈ જાય છે. પણ મન, વચન ને કર્મની સ્થિરતાએ ચાલવું એ એક યાત્રા ચોક્કસ થઈ જાય. અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં ગંગાસતી નામની સંત સાધ્વી થઈ ગયા. તેમણે તેમની પુત્રવધૂ પાનબાઈને ઉદ્દેશીને કેટલાક ભજન લખ્યાં, તેમાં તેમણે જીવે પોતાની આધ્યાત્મિક ચાલ કેવી રાખવી જોઈએ અને કેવી રીતે ચાલવું જોઈએ તે વિષે સમજાવ્યું છે. આ સાસુ-વહુનો સંબંધ ગુરુ શિષ્ય જેવો ન હતો, બલ્કે જીવ અને શિવ જેવો હતો…