વિચાર વિથીકા.. ડૉ. ગુણવંત શાહનું પુસ્તક ‘વિચારોના વૃંદાવનમાં’ – ધર્મેન્દ્ર કનાલા 13
‘વિચારોના વૃંદાવનમાં’ માત્ર આપણને વિચરતાં કરી મૂકે છે એટલું જ નહીં પણ સાથો-સાથ એ વિચરણ યોગ્ય આચરણ સુધી પહોંચે એ માટે પથ-પ્રદર્શક પણ બની રહે છે. અહીં વિચારોના ટોળાં નથી પણ ખભે હાથ મૂકીને વિચાર આપણા અસ્તિત્વને એક સુખદ સધિયારો આપે છે.