ગ્રંથ વાણી – અન્ન વિષે સૂચનો 8


1.  હસ્તપાદૈ મુખે ચૈવ પચ્ચાદ્રો ભોજનં ચરેત I પગ્ચાદ્રર્ક સ્તુ ભુગ્જાનઃ શતં વર્ષાણિ જીવતિ II  (પદ્મ પુરાણ , સૃષ્ટી. ૫૧ / ૮૮)
નાપ્રક્ષાલિતપાણિપાદો ભુગ્જીતં’     (સુશ્રુતસંહિતા, ચિકિત્સા ૨૪ / ૯૮)

બન્ને હાથ, બન્ને પગ અને મોં – આ પાંચેય અંગોને ધોઈને ભોજન કરવું જોઈએ. આમ કરનાર મનુષ્ય દીર્ધાયુ બને છે.

2.  આર્દ્રપાદસ્તુ ભુગ્જીત નાર્દ્રપાદસ્તુ સંવિશેત I આર્દ્રપાદસ્તુ ભુગ્જાનો દીર્ધમાયુર્વાપ્નુયાત II    (મનુસ્મૃતિ ૪ – ૭૬)
આર્દ્રપાદસ્તુ ભુગ્જાનો વર્ષાણાં જીવતે શતમ II   (મહાભારત અનુ. ૧૦૪ / ૬૨)

ભીના પગે ભોજન કરવુ પણ ભીના પગે સૂવું નહીં. ભીના પગે ભોજન કરનાર મનુષ્ય લાંબા આયુષ્યને પ્રાપ્ત કરે છે.

3.  શયનં ચાર્દ્રપાદેન શુષ્કપાદેન ભોજનમ I નાન્ધકારે ચ શયનં ભોજનં નૈવ કારયેત II   (પદ્મપુરાણ, સૃષ્ટિ ૫૧ / ૧૨૪)

સૂકા પગે અને અંધારામાં ભોજન ન કરવુ હિતાવહ કહેવાયુ છે.

4.  સાયં પ્રાતર્મનુષ્યાણામશનં વેદનિર્મિતમ I નાન્તરા ભોજનં દ્રષ્ટમુપવાસી તથા ભવેત II  (મહાભારત, શાન્તિ. ૧૯૩ / ૧૦)

શાસ્ત્રોમાં મનુષ્યોને સવારે અને સાંજે – બે જ સમય ભોજન કરવાનું વિધાન છે. વચમાં ભોજન કરવાની વિધિ જોવામાં આવતી નથી. જે આ નિયમનું પાલન કરે છે તેને ઉપવાસ કરવાનું ફળ મળે છે.

5.  અન્તરા સાયમાશં ચ પ્રાતરાશં ચ યો નરઃ I સદોપભવાસી ભવતિ યો ન ભુડઃક્તેડ્ન્તરા પુનઃ I (મહાભારત, અનુ. ૯૩ /૧૦)                                                                                                                                                                સાયં પ્રાતર્દ્વિજાતીનામશનં શ્રુતિચોદિતમ I નાન્તરાભોજનં કુર્યાદગ્નિહોત્રસમો વિધિ II    (લધુહારીસ્મૃતિ ૪ / ૬૯)

મનુષ્યનું એક વારનું ભોજન દેવતાઓનો ભાગ, બીજી વાર નું ભોજન મનુષ્યોનો ભાગ. ત્રીજી વારનું ભોજન પ્રેતોનો અને દૈત્યોનો ભાગ અને ચોથી વારનું ભોજન રાક્ષસોનો ભાગ હોય છે.

6. ન સન્ધ્યાયાં ભુગ્જીત I (વસિષ્ઠસ્મૃતિ ૧૨ / ૩૩)
આસન્ધ્યાં ન ભુગ્જીત I (બૌધનાયસ્મૃતિ ૨ / ૩ / ૩૨)

સંધ્યાકાળે કદાપિ ભોજન કરવુ જોઈએ નહીં.

7. દેવાનૃષીન મનુષ્યાંશ્ચ પિતૃન ગૃહ્યાશ્વ દેવતાઃ I પૂજયિત્વા તતઃ પશ્વાત ગૃહસ્થો ભોક્તુમર્હતિ II  ( મહાભારત, શાન્તિ. ૩૬ / ૩૪ – ૩૫)

ગૃહસ્થીને માટે ભોજન કરતા પહેલા દેવતાઓ ઋષિઓ, અતિથિઓ, પિતૃઓ અને ધરના દેવતાઓ નું પૂજન કરવું જોઈએ.

8. પ્રાડ્મુખોદડ્મુખોવાપિ ન ચૈવાન્યમના નરઃ II (વિષ્ણુ પુરાણ ૩  ૧૧ / ૮૦)

ભોજન સદા પૂર્વ કે ઉતર તરફ મુખ રાખીને કરવુ જોઈએ. 

9. પ્રાચ્યાં નરો લભેદાયુર્યામ્યાં પ્રેતત્વમશ્નુતે I વારુણે ચ ભવેદ્રોગી આયુર્વિતં તથોતરે II (પદ્મપુરાણ સૃષ્ટિ. ૫૧ / ૧૨૮ )

પૂર્વ તરફ મુખ રાખી ભોજન ક્રરવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે, દક્ષિણની તરફ મુખ કરીને ખાવાથી પ્રેત યોની મળે છે. પશ્ચિમની તરફ મુખ રાખી ખાવાથી મનુષ્ય રોગી થાય છે અને ઉતરની તરફ મુખ કરી ખાવાથી આયુષ્ય તથા ધન ની પ્રાપ્તિ થાય છે.

10.  ઈક્ષુરાપઃ પયો મૂલં તામ્બુલં ફલમૌધષમ I ભક્ષયિત્વાડપિ કર્તવ્યઃ સ્નાનદાનાદિકા ક્રિયાઃ II  (ચાણક્ય નીતી. ૮ / ૨) …. કર્તવ્યં દેવાગ્નિપિતૃતર્પણમ II (વ્યાધ્રપાદસ્મૃતિ ૨૦૭ )

શેરડી, જળ, દૂધ, રતાળુ, પાન, ફળ અને ઔષધ – એમનું સેવન સ્નાન કર્યા વગર પણ કરી શકાય છે. એમનું સેવન કર્યા પછી પણ સ્નાન, દાન, યગ્ન, તર્પણ વગેરે ક્રિયાઓ કરી શકાય છે.

11. નાર્ધરાત્રે ના મધ્યાહ્ને, નાજીર્ણે નાર્દ્રવસ્ત્રદૂક I ન ચ ભિન્નાસનગતો ન શયાન સ્થિતોડપિ વા I ન ભિન્નભાજને ચૈવ ના ભૂમ્યાં ન ચ પાણિષુ I (કુર્મપુરાણ ઉ. ૧૯ / ૨૦ – ૨૧)

મધ્યરાત્રીએ, મધ્યાહને, અજીર્ણ થવાથી, ભીના વસ્ત્રો પહેરીને, બીજાના આસન પર રહીને, ઉભા રહીને, સૂતા સૂતા, તૂટેલા પાત્રમાં, ભૂમી પર તથા હાથ પર રાખીને ભોજન નહીં કરવુ જોઈએ.

(પુસ્તક : શું કરવુ, શું ન કરવુ – આચાર સંહિતા, લેખક : રાજેન્દ્ર કુમાર ધવન, પ્રકાશક : ગીતા પ્રેસ ગોરખપુર, કિંમત : વીસ રૂપીયા)

આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ગ્રંથ વાણી – અન્ન વિષે સૂચનો

 • Deepak.Patel

  In todays time i think it’s better to belive proffessional’s like nutritionist and rational thinking doctors. all this old laws of food and lifestyles are may be good in that time but dont follow them now irrationaly. I believe today we have much more knowledge about how to live,how to eat and overall better living as humans.

 • સુરેશ જાની

  સરસ માહીતી લઈ આવ્યો છે. ચીલાચાલુ વાંચનમાંથી કાંઈક નવીન જાણવા મળ્યું.

 • Harsukh Thanki

  ભોજન વિષે પ્રાચીન શાસ્ત્રોનાં આટલાં બધાં ઉપયોગી વાક્યો એકસાથે પહેલીવાર વાંચવા મળ્યાં.

 • અનિમેષ અંતાણી

  સરસ સૂત્રો.

  अन्नेन पूरयेत् अर्धं तोयेन तु तृतीयकम्।
  उदरस्य तुरीयंशं सम्रक्षेत् वायुचारणे॥५-२२॥
  — घेरण्डसंहितायां पञ्चमोऽध्यायः

  પેટનો અડધા ભાગ જેટલું જ ભોજન કરવું જોઇએ, પા ભાગ જેટલું પાણી પાણી પીવું જોઇએ અને બાકીના પા ભાગને વાયુ માટે ખાલી રાખવું જોઇએ, એમ હું હું નથી કહેતો, પણ ઘેરંડ સંહિતાના પાંચમા અધ્યાયના ૨૨મા શ્લોકમાં લખ્યું છે!.