અસીમ પ્રેમ, અસીમ ગુસ્સો – જીગ્નેશ અધ્યારૂ 11


એક અંગ્રેજી વાર્તા વાંચી હતી એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આ બતાવે છે કે પ્રેમ અને ગુસ્સાને કોઈ સીમા નથી હોતી અને જો એ કાબૂ ન રાખી શકો તો એ જીવનભરનો પસ્તાવો થઈ જાય છે.

*****

http://adhyaru.wordpress.com

એક માણસને પ્રમોશન મળ્યુ અને પગાર વધવાથી તેણે નવી કાર લીધી….થોડાક દિવસ પછી તે કાર સાફ કરી રહ્યો હતો કે તેના નાના દિકરાએ પથ્થર લઈ ને નવી નક્કોર કાર ના પાછળના ભાગે ઘસવાનું શરૂ કરી દીધું…

આ જોઈ ગુસ્સે થયેલા તેના પિતા એ બાળકનો હાથ પકડીને તેને જોર જોર થી મારવાનું શરૂ કરી દીધું, અને ગુસ્સામાં તેને ખ્યાલ જ ના રહ્યો કે તેણે બાળકની આંગળીઓ તોડી નાખી છે.

હોસ્પીટલમાં બાળકે પિતાને પૂછ્યું ” પિતાજી મારી આંગળીઓ પાછી ક્યારે ઉગશે? ”

પિતાને ખૂબ પસ્તાવો થયો, તે ત્યાં ના રહી શક્યો એટલે તે પાછો આવ્યો અને કાર ને બધી બાજુ થી લાતો મારવા લાગ્યો, અને જ્યારે પાછળ ની તરફ ગયો તો ત્યાં બાળકે લખ્યું હતુ

ડેડી, આઈ લવ યુ …”

– જીગ્નેશ અધ્યારૂ


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

11 thoughts on “અસીમ પ્રેમ, અસીમ ગુસ્સો – જીગ્નેશ અધ્યારૂ

 • purvika rathod

  ગુસ્સો જરુરિ છે પન હમેશા પહેલા એવુ કેમ થયુઆ એ પન વિચરવુ જોઇએ ખુબ સરસે હુ હમેશા આ યાદ રખિશ આભાર

 • Dhaval Navaneet

  ” પિતાજી મારી આંગળીઓ પાછી ક્યારે ઉગશે? “આ નિખાલસ પ્રસ્તાવ આંખો ને ભિજંવી નાખે છે ..ખુબ ગમ્યુ દોસ્ત

 • Harsukh Thanki

  ક્રોધ કેટલો વિનાશકારી છે અંગે મહાપુરુષો ઘણું કહી ગયા છે અને તે કેટલું સાચું છે તેનો આપણે કોઈ ને કોઈ રીતે અનુભવ કરતા જ હોઇએ છીએ.

 • Harsukh Thanki

  ક્રોધ કેટલો વિનાશકારી છે અંગે મહાપુરુષો ઘણું કહી ગયા છે અને તે કેટલું સાચું છે તેનો આપણે કોઈ ને કોઈ રીતે અનુભવ કરતા જ હોઇએ છીએ.

 • Harsukh Thanki

  ક્રોધ કેવો વિનાશકારી છે એ અંગે મહાપુરુષો ઘણું કહી ગયા છે અને તે કેટલું સાચું છે એનો દરેક માણસ પોતાની જિંદગીમાં અનુભવ કરતો જ હોય છે.