સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રઈશ મનીઆર


હજુયે યાદ છે – રઈશ મનીઆર 7

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે -રઈશ મનીયાર સુધારા સૂચવવા માટે આભાર, અને ભૂલ બદલ ક્ષમા…..


લગ્ન જીવન = ફીક્સ થયેલી મેચ – રઈશ મનીઆર 14

એ ને હું રમીએ ક્રિકેટ, ઈન ડોર ચાલે મારે ત્યાં એની ફટકાબાજીનો બસ દોર ચાલે મારે ત્યાં એલ બી ડબલ્યુ થઈ ગયો હું, લવ બિફોર વેડીંગ કરી લગ્ન પહેલા ને પછી પણ મેં સતત ફીલ્ડીંગ કરી ગેમ પ્લાન આધાર રાખે ફક્ત એના મૂડ પર એ રમે ફ્રન્ટ ફુટ પર તો હું રમું બેકફુટ પર એમને ગમતો નથી બિલકુલ પરાજય વર્ડ પણ એ જો હારે, માર ખાશે ત્યારે ડિકી બર્ડ પણ, એના કેરેક્ટર વિશે પત્ની ને ડાઊટ થાય છે ફ્રેંડલી મેચમાં જે પડોસણ થી આઊટ થાય છે. કર્ટલી એમ્બ્રોસ જેવુ મોં કરી, એ લે રન અપ હું રકાબી રાખીને એને આપી દઊં છું કપ જે સફળ પ્લેયર નથી એ કોચ બનતા હોય છે લગ્ન ક્ષેત્રે આવા કિસ્સા રોજ બનતા હોય છે. સાવ લોલીપોપ પણ છૂટી ગયેલો કેચ છે આપણું આ લગ્ન જીવન ફીક્સ થયેલી મેચ છે. – રઈશ મણીયાર આજનો મુખવાસ …. મિત્રો શેર સારો લાગે તો દાદ આપજો….આ ક્ષેત્રે પહેલુ ખેડાણ છે… મારા લગ્ન જીવનની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ માં, હું દ્રવિડ અને શ્રીમતી યુવરાજ હોય છે, મારે રોજે રોજ ખુલાસા, હાર ના વિષયો અપરંપાર અને તેમને શીરે મારી મહેનત નો તાજ હોય છે… – જીગ્નેશ અધ્યારૂ


એક પતિના દીવાસ્વપ્નો – રઈશ મનીઆર

હોય મર્સિડિસ સપનામાં અને ટ્રેક્ટર મળે; ના કદી એવી કૃપા પત્નીની બાબત પર મળે. બસ પ્રતિક્ષ દસમો રસ્તો અને જુહુ પર ઘર મળે; “બાય” કહી નીકળું જયા ને, રેખા રસ્તા પર મળે. પત્ની ઈચ્છે છે મળે ઘર, ઘર મહીં પાવર મળે; એટલે પતિદેવ પોણી જિંદગી બાહર મળે. જ્યોતિષી કહે છે મને, એ દેશ જઈ અજમાવ ભાગ્ય; જ્યાં ગધેડાને વગર દોડ્યે તરત ગાજર મળે. લગ્ન ક્ષેત્રે સામટાં બે સુખ મળે ના કોઈને ! હો શ્વસુર સધ્ધર અગર, તો છોકરી અધ્ધર મળે… – રઈશ મનીઆર અને છેલ્લે એક એલચી મારી પત્ની આઈ સ્પેશીયાલીસ્ટ છે, તેનું મને ગૌરવ છે પણ જ્યારે જ્યારે મારી આંખમાં આંસુ હોય છે ત્યારે તે આંસુ તેના મુલાયમ પાલવ થી લૂછતી નથી પણ પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે…..” – ઉદયન ઠક્કર


કેટલાક ચુનીંદા શેર 4

ગઝલ સમ્રાટ શયદા ના ચુનીંદા શેર તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ; હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે. * * * * મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે ! * * * * આપ અથવા આપની યાદ જો તડપાવે નહીં તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં. … કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ; અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે -રઈશ મનીઆર * * * * મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. – -ઓજસ પાલનપુરી તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું – અમૃત ધાયલ * * * * ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. – બેફામ અને આખરે… ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે – અસીમ રાંદેરી