ગુજરાત રાજ્ય ના 49માં હેપ્પી બર્થ ડે ની તમને સૌને મુબારકબાદી.
ભારતની સ્વતંત્રતા અને ભાગલા પછી ૧૯૪૭ માં ભારત સરકારે રજવાડાઓ ને ભેગા કરી ત્રણ રાજ્યોની રચના કરી, સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ. ૧૯૫૬ માં મુંબઈનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશ ના કેટલાક ભાગો ઉમેરાયા. આ નવા રાજ્યમાં ઊતર માં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ માં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે ૧૯૬૦ ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા થયા, તે મહારાષ્ટ્ર અને ગુજરાત.
આજે ૧ લી મે એટલે ગુજરાત રાજ્ય નો સ્થાપના દિવસ…કહો કે હેપ્પી બર્થડે…અમરેલી જીલ્લા ને ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત ગૌરવ દિવસની ઊજવણી માટે પસંદ કર્યો છે. આ અન્વયે ગુજરાત દિવસની ઊજવણીની તડામાર તૈયારીઓ ત્યાં ઘણા સમયથી ચાલી રહી હતી.
૨૪ એપ્રિલ થી ૧ મે સુધીના આ કાર્યક્રમ માં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યો ની શરૂઆત કે લોકાર્પણ ની વિધિ કરવામાં આવી. આજે પહેલી મે ના દિવસે યોજાનારા કાર્યક્રમો માં નિરોગી બાળ વર્ષ ઉપક્રમે ડો. જીવરાજ મહેતા ચોક થી મહારેલી, ઈ-ગ્રામ નું લોકાર્પણ, વિવિધ વિકાસ કાર્યો નું લોકાર્પણ, સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોતિ રથ પ્રસ્થાન તથા સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સમુદ્ર ગાથા – ગુજરાત નું આયોજન છે.
આપણે સૌ આશા રાખીએ કે આપણું આ રાજ્ય આમ જ ઊતરોતર પ્રગતિના સોપાનો સર કરતું રહે અને દેશ અને વિશ્વ માટે એક આદર્શ પ્રદેશ બની રહે…
આપને સૌને જીગ્નેશ અધ્યારૂ તરફ થી…
જય ગુજરાત…
This is a very nice attempt to please gujju’s favourite literature.
Pl keep it up. Best wishes and a grand success to you.
hemant shah