પ્રેમ પ્રપોઝલ – જીગ્નેશ અધ્યારૂ 8


http://adhyaru.wordpress.com

હૈયે થઈ છે ભારે હલચલ

મનડું જાણે ઝરણું કલકલ

તારા પ્રેમના પરમ ઉજાસે

અંતર મેળે, ઉમંગો છલછલ

તારી તલબ ને તારા વિચારો

વેરણ નિંદ્રા, સપના હરપલ

તારી ઝુલ્ફો, તારૂ આંચલ

તારા કાતિલ નયનો નિર્મલ

મનડાની આ વાતો છાની

જાણે બસ, તારો પ્રેમી પાગલ

જીવનનો સાથ, હાથોમાં હાથ

કેમ મૂકુ મારી પ્રેમ પ્રપોઝલ

 – જીગ્નેશ અધ્યારૂ

Jignesh L Adhyaru


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “પ્રેમ પ્રપોઝલ – જીગ્નેશ અધ્યારૂ