વડોદરા – આજકાલ
વડોદરામાં લગભગ ત્રણ મહીને મને બે ત્રણ દિવસ રહેવાનો ચાન્સ મળ્યો. (મંગળવારની પોસ્ટ નથી લખાઈ કે સોમવારે મિત્રોને ઈ મેઈલ થી જાણ નથી કરી એ બધાનું કારણ આ જ છે) પોતાના શહેરથી દૂર રહેવાનું ખૂબ અઘરૂ હોય છે….અને એમાંય એમ એસ યુનિ. માં કરેલા જલ્સા કે ટેકનો ની ઉમંગો યાદ આવે ત્યારે ………જવા દો…એ વાત ફરી ક્યારેક…આજે વડોદરા માં મને દેખાયેલા કેટલાક મહત્વના પરિવર્તનોની વાત. તમને અરવિંદ બાગ યાદ છે?….કે પછી ટાઈમ્સ સ્ક્વેર…કે ફતેહગંજ પેટ્રોલ પંપ…..? આ એરીયામાં અરવિંદબાગની તદન સામે બન્યો છે સેવન સી – Seven Seas – મોલ….અને તેમાં ૧૭મી મે ના રોજ ખૂલ્યુ છે બિગ બાઝાર……મને યાદ છે સતર અને અઢાર તારીખે ત્યાં નહી નહીં તોય હજારેક લોકોની લાઈન હતી……અને ટ્રાફીક તો ક્યાંય સમાતો નહોતો….પણ વડોદરાવાસીઓ માટે આ એક સરસ ગીફ્ટ છે. પસંદગી ની વિશાળ તકો અને ઘણી ઓફરો સાથે તેને શરૂઆતમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. મેં ત્યાં થી ચેતન ભગતની The Three Mistakes of My Life ખરીદી અને તે મને ૯૫/-રૂ. માં પડી તો મને લાગે છે કે સ્ટેશન પાસે થી ૭૦ રૂપીયામાં પાઈરેટેડ બુક્સ લેવા કરતા આ એક સારી પસંદગી છે…તો ગુજરાતી બુક્સનો નાનો પણ સરસ સંગ્રહ પણ ત્યાં વેચાણ માટે છે. તો આ જ અરસામાં વડોદરામાં ઘણા બધા વખત થી બંધ પડેલી સીટી બસ સેવા ફરી જીવતી થઈ છે અને લગભગ એક અઠવાડીયું ફક્ત બે રૂપીયામાં મુસાફરી કરાવવાની જાહેરાત કરાઈ છે, નાનકડી અને સુંદર બસો “વીટાકોસ” ( વલભીપુર ટ્રાન્સપોર્ટેશન કો-ઓપરેટીવ સોસાયટી ) ની છે ૧૫ જુદા જુદા રૂટ પર ૨૫ બસો હાલ દોડી રહી છે…અને લગભગ કુલ ૧૦૦ બસો મૂકવાનું આયોજન છે…મોટાભાગના જૂના બસ […]