ગ્રંથ વાણી – અન્ન વિષે સૂચનો 8
1. હસ્તપાદૈ મુખે ચૈવ પચ્ચાદ્રો ભોજનં ચરેત I પગ્ચાદ્રર્ક સ્તુ ભુગ્જાનઃ શતં વર્ષાણિ જીવતિ II (પદ્મ પુરાણ , સૃષ્ટી. ૫૧ / ૮૮) નાપ્રક્ષાલિતપાણિપાદો ભુગ્જીતં’ (સુશ્રુતસંહિતા, ચિકિત્સા ૨૪ / ૯૮) બન્ને હાથ, બન્ને પગ અને મોં – આ પાંચેય અંગોને ધોઈને ભોજન કરવું જોઈએ. આમ કરનાર મનુષ્ય દીર્ધાયુ બને છે. 2. આર્દ્રપાદસ્તુ ભુગ્જીત નાર્દ્રપાદસ્તુ સંવિશેત I આર્દ્રપાદસ્તુ ભુગ્જાનો દીર્ધમાયુર્વાપ્નુયાત II (મનુસ્મૃતિ ૪ – ૭૬) આર્દ્રપાદસ્તુ ભુગ્જાનો વર્ષાણાં જીવતે શતમ II (મહાભારત અનુ. ૧૦૪ / ૬૨) ભીના પગે ભોજન કરવુ પણ ભીના પગે સૂવું નહીં. ભીના પગે ભોજન કરનાર મનુષ્ય લાંબા આયુષ્યને પ્રાપ્ત કરે છે. 3. શયનં ચાર્દ્રપાદેન શુષ્કપાદેન ભોજનમ I નાન્ધકારે ચ શયનં ભોજનં નૈવ કારયેત II (પદ્મપુરાણ, સૃષ્ટિ ૫૧ / ૧૨૪) સૂકા પગે અને અંધારામાં ભોજન ન કરવુ હિતાવહ કહેવાયુ છે. 4. સાયં પ્રાતર્મનુષ્યાણામશનં વેદનિર્મિતમ I નાન્તરા ભોજનં દ્રષ્ટમુપવાસી તથા ભવેત II (મહાભારત, શાન્તિ. ૧૯૩ / ૧૦) શાસ્ત્રોમાં મનુષ્યોને સવારે અને સાંજે – બે જ સમય ભોજન કરવાનું વિધાન છે. વચમાં ભોજન કરવાની વિધિ જોવામાં આવતી નથી. જે આ નિયમનું પાલન કરે છે તેને ઉપવાસ કરવાનું ફળ મળે છે. 5. અન્તરા સાયમાશં ચ પ્રાતરાશં ચ યો નરઃ I સદોપભવાસી ભવતિ યો ન ભુડઃક્તેડ્ન્તરા પુનઃ I (મહાભારત, અનુ. ૯૩ /૧૦) સાયં પ્રાતર્દ્વિજાતીનામશનં શ્રુતિચોદિતમ I નાન્તરાભોજનં કુર્યાદગ્નિહોત્રસમો વિધિ II (લધુહારીસ્મૃતિ ૪ / ૬૯) મનુષ્યનું એક વારનું ભોજન દેવતાઓનો ભાગ, બીજી વાર નું ભોજન મનુષ્યોનો ભાગ. ત્રીજી વારનું ભોજન પ્રેતોનો અને દૈત્યોનો ભાગ અને ચોથી વારનું ભોજન રાક્ષસોનો ભાગ હોય છે. 6. ન સન્ધ્યાયાં ભુગ્જીત I (વસિષ્ઠસ્મૃતિ ૧૨ / ૩૩) આસન્ધ્યાં ન ભુગ્જીત I (બૌધનાયસ્મૃતિ ૨ / ૩ / ૩૨) સંધ્યાકાળે કદાપિ ભોજન કરવુ જોઈએ નહીં. 7. દેવાનૃષીન મનુષ્યાંશ્ચ પિતૃન ગૃહ્યાશ્વ દેવતાઃ […]