તારો વિરહ – જીગ્નેશ અધ્યારૂ


taro virah means waiting for you in love

ના હોય વિશ્વાસ તો મારા હૈયાને પૂછો
તમ વિરહમાં એ હીબકા ભરીને કાં રુવે,

સંભાળો આંખોને, ચેપ તો તમને ય છે
નહીંતર અમને ચોરી ચોરી કાં જુએ?

લાગણી તો મનમોજી, આંખો ના રસ્તે,
તર્ક થી ક્યાંય જુદેરૂ,  ભવિષ્ય એ જુવે,

વીતક ને હોઠો પર કેમ કરી લાવું હું ?
પડ્યા ભૂવા ઊંડા તો ય આંખો ના સૂવે…

મિલન નું માત’મ કે જુદાઈના જખ્મો
પાણી ખૂટ્યા છે હવે આંખોના કૂવે,

પ્રેમ ના પ્રમાણમાં, સાથની ઊતરાણ માં
હૈયુ ભલે કકળે પણ આંખો ના રુવે 

 – જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “તારો વિરહ – જીગ્નેશ અધ્યારૂ