એક પતિના દીવાસ્વપ્નો – રઈશ મનીઆર


હોય મર્સિડિસ સપનામાં અને ટ્રેક્ટર મળે;
ના કદી એવી કૃપા પત્નીની બાબત પર મળે.

બસ પ્રતિક્ષ દસમો રસ્તો અને જુહુ પર ઘર મળે;
“બાય” કહી નીકળું જયા ને, રેખા રસ્તા પર મળે.

પત્ની ઈચ્છે છે મળે ઘર, ઘર મહીં પાવર મળે;
એટલે પતિદેવ પોણી જિંદગી બાહર મળે.

જ્યોતિષી કહે છે મને, એ દેશ જઈ અજમાવ ભાગ્ય;
જ્યાં ગધેડાને વગર દોડ્યે તરત ગાજર મળે.

લગ્ન ક્ષેત્રે સામટાં બે સુખ મળે ના કોઈને !
હો શ્વસુર સધ્ધર અગર, તો છોકરી અધ્ધર મળે…

– રઈશ મનીઆર

અને છેલ્લે એક એલચી

મારી પત્ની આઈ સ્પેશીયાલીસ્ટ છે,
તેનું મને ગૌરવ છે
પણ જ્યારે જ્યારે મારી આંખમાં આંસુ હોય છે ત્યારે
તે આંસુ તેના મુલાયમ પાલવ થી લૂછતી નથી પણ
પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે…..”

– ઉદયન ઠક્કર


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “એક પતિના દીવાસ્વપ્નો – રઈશ મનીઆર