સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સ્વરચિત


લાગણી – જીગ્નેશ અધ્યારૂ

કોઈના વગર કોઈ ઝૂરી ઝૂરી ને મરતુ નથી કોઈનો હાથ પકડીને કોઈ ભવસાગર તરતું નથી સ્વાર્થ ના સગા સહુ પૈસો જ છે પરમેશ્વર પૈસા વગર તો લોહી પણ લોહીને સાંભરતુ નથી નફરતના બીજ વાવીને દુઃખનો પાક લણીને આંખોમાં નફરત ભરીને કોઈ સુખી થતુ નથી…  – જીગ્નેશ અધ્યારૂ


તારો વિરહ – જીગ્નેશ અધ્યારૂ

ના હોય વિશ્વાસ તો મારા હૈયાને પૂછો તમ વિરહમાં એ હીબકા ભરીને કાં રુવે, સંભાળો આંખોને, ચેપ તો તમને ય છે નહીંતર અમને ચોરી ચોરી કાં જુએ? લાગણી તો મનમોજી, આંખો ના રસ્તે, તર્ક થી ક્યાંય જુદેરૂ,  ભવિષ્ય એ જુવે, વીતક ને હોઠો પર કેમ કરી લાવું હું ? પડ્યા ભૂવા ઊંડા તો ય આંખો ના સૂવે… મિલન નું માત’મ કે જુદાઈના જખ્મો પાણી ખૂટ્યા છે હવે આંખોના કૂવે, પ્રેમ ના પ્રમાણમાં, સાથની ઊતરાણ માં હૈયુ ભલે કકળે પણ આંખો ના રુવે   – જીગ્નેશ અધ્યારૂ


મારુ ઘર… – જીગ્નેશ અધ્યારૂ 3

ગમ થી દૂર, તમ થી નજીક મનનું સંગીત, મહેકતુ નગર જીવનનો રસ, લાગણીનો કસ, દુઃખ આઘુ ખસ, આ મારુ ઘર આતમને સંગ, અંતર ઊમંગ જીવનના રંગ, સુખનું નગર, આશા પતંગ, હૈયુ વિહંગ હિંમતની જંગ, છે મારુ ઘર આશાઓ તારી, મૂડી છે મારી સપનાઓ સઘળા, લાંબી ડગર હીંમતનો હાથ, સંઘર્ષોનો સાથ જીવન સંગાથ, આ મારુ ઘર દુઃખોની ઘાત, નિરાશાને હાત.. હિંમતનો સાથ, જીવનપથ પર મારો શ્વાસ, મારી આશ, તારો વિશ્વાસ, આ મારું ધર  – જીગ્નેશ અધ્યારૂ


અંતિમ પ્રેમ પત્ર – જીગ્નેશ અધ્યારૂ 12

(તમે કદાચ ઘણી જગ્યાએ શબ્દ “પહેલો પ્રેમ પત્ર” વાંચ્યો હશે……કદાચ પહેલો પ્રેમ પત્ર લખ્યો પણ હશે અને પછી અનેક પ્રેમ પત્રો…..પણ અહીં કાંઈક ડીફરન્ટ છે. આ છે એક અંતિમ પ્રેમ પત્ર.  માતાપિતાની ઈચ્છાઓને માન આપી પોતાના પ્રેમનું બલીદાન કરી રહેલા એક પ્રેમીનો એની પ્રેમીકાને અંતિમ પત્ર. આ પ્રેમ પત્ર મારા હ્રદયની ધણી જ નજીક છે.મારા મતે આના થી ઊતમ અભિવ્યક્તિ ના હોઈ શકે….) પ્રિય, મને ખબર છે સ્મશાન વૈરાગ્ય જેવી આ લાગણીઓનું આયુષ્ય બહુ ઓછુ હોય છે, સમય ચક્રની સાથે સાથે એ ભૂલાઈ જાય છે….હું ઈચ્છું છું કે તું મને ભૂલી જાય. મને ખબર છે તને મારી આવી વાતો બાલીશ લાગશે. તું કદાચ આંખોમાં પાણી સાથે મારા પર હસશે….કદાચ તું મને દોષી માને અને મને માફ ન કરે… પણ મારે માફી નથી જોઈતી…. કોઈ ગુનેગાર જાતે જ સજા કબૂલે અને પોતાને સજા આપવા માંગે તો તેમાં માફીનો સવાલ જ નથી…મારે માફી નથી જોઈતી.. મારે બસ અંતિમ વાર તારી પાસે મારો પક્ષ રાખવો છે….કાંઈ સાબીત નથી કરવું. ઈચ્છા કે અનિચ્છા…મારે તને ભૂલવી પડશે….અથવા તો એવો દેખાડો કરવો પડશે કે હું તને ભૂલી ગયો છું. મારા માતા પિતા માને છે કે આપણે સાથે જીવન ના વિતાવવું જોઈએ…..ખબર નથી મારા જીવન વિષે તેઓ વધારે જાણે છે કે હું, પણ તે મારા સર્વસ્વ છે, તે જે કહે છે તેમાં તેમનો કોઈ સ્વાર્થ હોય તેમ મને નથી લાગતું, આખરે તેમણે મને જન્મ આપ્યો છે. મને એટલો મોટો કર્યો છે કે હું આજે મારા સારા – નરસાનું વિચારી શકું, પણ તેથી તેમની લાયકાત પર કોઈ અસર પડતી નથી. હું તેમના અને મારા નિર્ણયને ત્રાજવાના બે પલ્લા માં […]


પ્રેમ તારો – જીગ્નેશ અધ્યારૂ 3

પ્રેમ તારો હું પામી શકીશ કે નહીં? તારો સાથ જીવનભર મેળવી શકીશ કે નહીં? જોયા સપના સાથે જીવવા મરવાના એ બધા સાકાર કરી શકીશ કે નહીં? લખ્યા છે જે પત્રો હૈયુ નીચોવીને એ બધા તને આપી શકીશ કે નહીં? વિચારોમાં જે તને હજારોવાર કહ્યું છે તે હકીકતમાં કહી શકીશ કે નહી? અંતરંગ ઓરતા ને સોહામણા શમણાં તારી આંખોમાં પ્રેમ મેળવી શકીશ કે નહીં? આજ કાલ કરતા દીવસો અનેક ગયા હવે તો તું મારી વેલેન્ટાઈન બનીશ કે નહી? – જીગ્નેશ અધ્યારૂ


આંસુ કહે છે… – જીગ્નેશ અધ્યારૂ 3

કહે છે તમારી પાંપણની ધારે લટકી રહેલુ આંસુ કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? સુખમાં હતા સાથે તો દુઃખમાંય સાથે રહીશું, વહેંચી છે ખુશી તો સઘળા દુઃખ પણ સાથે સહીશું, કહે છે ખુશીના ખેપીયા, બેવફા ન થાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? હૈયાના આ હાલાતોનું ચીરહરણ અમે કરીશું, ને ખુશીના ખયાલોનું ભરણ પોઅણ અમે કરીશું, કહે છે અંતરના ઓરતા, આમ ન હારી જાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? વિશ્વાસનો વિષય છે, ભલે દુઃખનો સમય છે, ખુશી હો કે ગમ, આંસુઓની વિજય છે, વાચા તમારી લાગણીઓને આખરે દઈ જાશું, કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું? – જીગ્નેશ અધ્યારૂ


મારી રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ 1

મલકાઇને તમે જ્યારે પણ હસો છે, મારા અંતર મનમાં તમે જ વસો છે, તમને શું ખબર વગર પીધે ચઢી જાય એવો તમે નશો છો… * * * * લજામણી નું ફૂલ છું, અડો ને સંકોચાઉં છું, બસ તમે જ મારી સામે જુઓ તો શરમાઉં છું, તમે મને જોઇ હસો છો કે, એ મારા હૈયાનો ભ્રમ છે?? હાસ્યને તમારા પ્રેમ સમજીને ભરમાઉ છું. * * * * * મને થાય છે કે હવે તો તને કહીજ દઉં કે મારી ઉદાસ રાતોનું કારણ મારા સઘળા પ્રેમનું તારણ અને મારા હૈયાનું બંધારણ તું જ છે.. જે સપનાઓમાં પોતાને એકલો જ જોતો હતો તેમાં તારો સાથ પૂરવા વાળી હાથોમાં મારા હાથ આપવા વાળી અને જીવનપથ પર સાથ આપવા વાળી તું જ છે… શું મળશે મંઝીલ માં જો સફર માં તું નથી જ્યાં સુધી તું છે, જીવવાની ચાહ છે, મિલનની મંઝીલ ને ભરોસાની રાહ છે, નહીં તો બધે સ્વાર્થનો દાહ છે. જ્યાં જુઓ ત્યાં બધે મતલબનો માર છે, જાણીતાઓના અજાણ્યા કાવતરાનો ભાર છે, સાથની છે ચાહ જીવનના અંતિમ શ્વાસ સુધી ચાહતની આશાજ જીવનનો આધાર છે.


મારી બે રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ

મારી રચનાઓ…… [1] આંખોની ભાષા એક આંખ માં તારુ સપનું, બીજી આંખ માં આંસુ, આંસુ ના દરીયામાં, તારા સપનાં તાણી જાશું. એક આંખ માં સૂનૂં હૈયું, બીજી આંખ માં મેળો, સપ્તપદી ની કોરે કોરે, ફાડે ભવનો છેડો. એક આંખ માં ભવનો સાથ, બીજીમાં જાકારો, કાલે દીધેલા સાથના વચનો, આજના ઇનકારો એક આંખ માં મારું નામ, બીજીમાં બીજાનું, આખુંય જીવન એક આંખ માં…મારે કાં જીવવાનું. [2] કેવી રીતે ?… કેવી રીતે જીવું તારા વિના એ તું જ મને સમજાવ… ફોરમ વિનાના ફુલ નો રસ્તો તું જ મને બતાવ…. શ્વાસ મા તું, મન માં તું, ને હૈયામાં પણ તું…. તારા વિનાની ધડકનનો ધબકો તું જ મને સંભળાવ… આજે ભલે તું ભુલી ગઇ છે, મારા પ્રેમની વાતો, શમણાંઓ ની રાતો ને એ હૈયાના હાલાતો, કેમ કરીને ભુસુ હૈયું, તું જ મને શીખડાવ… તારા વગરના જીવતરનો મર્મ તું જ મને સમજાવ… આજે ભલે તું ભુલી ગઇ છે, પ્રણયના એ રંગો આંખો માં આખોનું વસવું, સ્નેહ નીતરતા સંગો કેમ કરીને રોકું મનને, તું જ મનને ભરમાવ… તારા વિના મારા જીવતર ને, તું જ જીવી બતાવ… કેવી રીતે જીવુ તારા વિના એ તું જ મને સમજાવ… નહીં તો આખર અંત નો રસ્તો, પ્લીઝ મને પકડાવ…. – જીગ્નૅશ અધ્યારુ