Daily Archives: May 15, 2008


બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ 7

બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ આમ જોવા જઈએ તો ગોપાલ ભાંડને ઝાઝો સમય થયો નથી. આ ગોપાલ ભાંડ ૧૭મી સદી માં થઈ ગયો. એનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો. ગરીબાઈને લીધે જ એ ભણી ગણી શક્યો નહોતો, પણ એનામાં ભારે હૈયા ઊકલત હતી. જ્યાં મોટા મોટા પંડિતો ચકરાવામાં પડી જતા ત્યા ગોપાલ ભાંડ ચપટી વગાડતામાં એનો ઊકેલ શોધી આપતો. આ ગોપાલ ભાંડ નાદીયા નો વતની હતો અને રાજા કૃષ્ણચંદરાય નો દરબારી હતો. એક વખત એવું બન્યું કે રાજા કૃષ્ણચંદ્ર ની સભામાં એક પંડિત આવ્યો. એ દેશદેશની ભાષા જાણતો હતો.જ્યારે સંસ્કૃતમાં શ્લોક લલકારે ત્યારે બધાને લાગે કે આ મહાશય કાશીના જ વતની હશે, જ્યારે મરાઠી બોલે ત્યારે મરાઠી લાગે, કન્નડ બોલે તો કન્નડ લાગે, બધી ભાષા પર એવુ પ્રભુત્વ કે એ કયા દેશ માં થી આવે છે એ કહેવુ અધરૂં થઈ જાય. તેનું બધી ભાષા પર પ્રભુત્વ જોઈને બધા દંગ થઈ ગયા. ખુદ રાજા તેને કહેવા લાગ્યા કે “પંડીતજી, તમારૂં બધી ભાષા પર પ્રભુત્વ જોઈને હું ખરેખર પ્રભાવિત થયો છું, આપ ગુજરાતી બોલો છો તો ગુજરાતી લાગો છો અને તમિલ બોલો છો તો તમિલ લાગો છો, ત્યારે આપની માતૃભાષા કઈ?” “મહારાજ, આપની વિદ્વાન સભાનું માપ કાઢવાજ હું આવ્યો છું, આપે અનેક મહાન પંડિતો ભેગા કર્યા છે, તો આપની સભા માં થી કોઈ કહે કે હું ક્યાંનો છું, તો હું તેમને ખરા પંડિતો માનું” મહારાજે બધા પંડિતો ની સામે જોયું, બધા નીચું જોઈ ગયા, કોઈ આનો જવાબ આપવા સમર્થ ન હતા. આખરે મહારાજે ગોપાલ ભાંડ સામે જોયું. તે મહારાજ નો મતલબ પામી ગયો. “મહારાજ, મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા છે, […]