ચુપકે ચુપકે રાત દિન – હસરત મોહાની 10


જે મિત્રો ગુલામ અલી ની ગઝલો ના શોખીન છે તેમના માટે આજે એક સરસ સરપ્રાઈઝ છે. અત્રે પોસ્ટ કરી રહ્યો છું શાયર મૌલાના ફઝલ ઉલ હસન હસરત મોહાની એ રચેલી સદાબહાર ગઝલ ચુપકે ચુપકે રાત દિન….આપણે ઘણી વાર તેનું મારી મચેડીને રીમીક્ષ કરેલ રૂપ સાંભળીએ છીએ. આ ગઝલ અહીં મૂકી રહ્યો છું પુસ્તક “માસ્ટરપીસીસ ઓફ ઉર્દુ ગઝલ ફ્રોમ ૧૭ સેન્ચ્યુરી ટુ ૨૦ સેન્ચ્યુરી” માં થી. ગુલામ અલીના સ્વરમાં તમે આને ક્યારેક સાંભળી હશે, તો નિકાહ ચલચિત્રમાં પણ તે મૂકવામાં આવી હતી.

અહીં એક પ્રેમી તેની પ્રેમીકા જ્યારે તેની સાથે હતી ત્યારની અત્યંત નાની અને સામાન્ય લાગતી વાતોને કેવુ અદમ્ય મહત્વ આપીને તેના પ્રેમને સમજાવે છે ! કોઈ મોટા ફિલોસોફીકલ લેક્ચર નહીં, કોઈ ભારે ઉપદેશ નહીં, બસ ફક્ત નજાકત અને પ્રેમ…

ગુલામ અલીએ ગાયેલા ગીતમાં ૯ શેર છે પણ ઓરીજીનલ ગઝલ માં ૧૬ શેર છે….અને બધા અહીં મૂકી રહ્યો છું.

ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ
હમકો અબ તક આશિકી કા વો ઝમાના યાદ હૈ

વાં હઝારોં ઈજ્તિરાબ, યા સદ હઝારો ઈશ્તિયાક
વો તુજ સે પહલે પહલ દિલ કા લગાના યાદ હૈ

તુજસે મિલતે હી કુછ બેબાક હોજાના મેરા
ઓર તેરા દાંતો મેં વો ઉંગલી દબાના યાદ હૈ

ખીચ લેના વો મેરા પરદે કા કોના દફ્તન
ઔર દુપટ્ટે સે તેરા વો મુંહ છીપાના યાદ હૈ

જાન કર હોના તુજે વો કસદ એ પા બોશી મેરા
ઔર તેરા ઠુકરા કે સર, વો મુસ્કુરાના યાદ હૈ

તુજકો જબ તનહા કભી પાના તો અઝ રાહ -એ-લિહાઝ
હાલ-એ-દિલ બાતોં હી બાતોંમેં જતાના યાદ હૈ

જબ સિવા મેરે તુમ્હારા કોઈ દીવાના ન થા
સચ કહો, ક્યા તુમકો અબ ભી વો ઝમાના યાદ હૈ

ગૈર કી નઝરોં સે બચ કર, સબકી મર્ઝી કે ખીલાફ
વો તેરા ચોરી છીપે રાતોં કો આના યાદ હૈ

આ ગયા ગર વસ્લ કી શબમેં કહીં ઝિક્ર-એ-ફિરાક
વો તેરા રો રો કે મુજકો ભી રુલાના યાદ હૈ

દોપહર કી ધૂપમેં મેરે બુલાને કે લીયે
વો તેરા કોઠે પે નંગે પાંવ આના યાદ હૈ

દેખના મુજકો જો બેગસ્તા તો સૌ સૌ નાઝ સે
જબ મના લેના તો ફીર ખુદ રૂઠ જાના યાદ હૈ

ચોરી ચોરી હમ સે તુમ આકર મિલે થે જીસ જગહ
મુદ્દતેં ગુઝરી પર અબ તક વો ઠીકાના યાદ હૈ

બેરુખી કે સાથ સુનના દર્દ-એ દિલ કી દાસ્તાં
વો કલાઈ મેં તેરા કંગન ધુમાના યાદ હૈ

વક્ત એ રુસ્વત અલવિદા કા લબ્ઝ કહને કે લીયે
વો તેરા સૂખે લબોં કો થરથરાના યાદ હૈ

શૌક મેં મહેંદી કે વો બે દસ્ત ઓ પા હોના તેરા
ઔર મેરા વો છેડના વો ગુદગુદાના યાદ હૈ

બાવજૂદ એ ઇદા એ ઇત્તકા, “હસરત” મુજે
આજ તક અહ્દ્-એ-હવસ કા યે ફસાના યાદ હૈ

ઈજ્તિરાબ – બેચેની,
ઈશ્તિયાક – ઝૂરવુ
બેબાક – હિંમત કરીને,
દફ્તન – તરત જ; અચાનક,
કસદ એ પા બોશી – પગ ને ચૂમવાનો પ્રયત્ન કરવો,
અઝ રાહ -એ-લિહાઝ – કાળજી પૂર્વક,
વસ્લ કી શબ – મિલન ની રાત,
ઝિક્ર-એ-ફિરાક – જુદાઈ નો ઉલ્લેખ,
બેગસ્તા – નારાજ થયેલુ,
વક્ત એ રુસ્વત – જુદાઈ નો સમય,
બાવજૂદ એ ઇદા એ ઇત્તકા – મારી દયા પૂર્વકની યાચના છતાં,
અહ્દ્-એ-હવસ – પ્રેમના દિવસો

– Gujarati typing and reproduction by Jignesh Adhyaru


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ચુપકે ચુપકે રાત દિન – હસરત મોહાની