કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ભાગ ૪ 13


કેટલીક એવી વેબસાઈટસ જે તમે કદાચ સાંભળી નથી પણ સાંભળ્યા પછી, તેના ઉપયોગ વિષે જાણ્યા પછી મજા પડી જશે…..ઉપયોગી તો છે જ સાથે સાથે નવું જાણવાનો અને ઈન્ટરનેટ ના સાગર માં નવી ભૂમી શોધ્યાનો આનંદ થશે, ચાલો આજે કેટલીક નવી વેબસાઈટ ની સફરે…

PHOTO FUN

1.

મારી જેમ મોબાઈલ નો ફોટોગ્રાફી માટે અત્યંત ઉપયોગ કરતા યૂઝર્સ માટે આ એક આશિર્વાદ છે. અહીં તમે તમારા મોબાઈલ કેમેરા થી લીધેલા ડોક્યુમેન્ટસના ફોટૉગ્રાફ્સ ને મોડીફાઈડ સ્વરૂપમાં તથા તેના અંતિમ ફોર્મ ને PDF કે JPEG સ્વરૂપમાં સેવ કરી શકો છો કે પછી E-MAIL કે FAX કરી શકો છો….

2.

અહીં ના અનેક ટૂલ્સ અને સિમ્પલ પણ અત્યંત સ્માર્ટ યૂઝર ટેકનીકસ આ વેબસાઈટને બીજી કોઈ પણ ફોટો એડીટીંગ વેબસાઈટ કરતા ખાસ બનાવે છે. અત્યંત ઉપયોગી અને બીજી કોઈ પણ વેબસાઈટ થી વધારે ઓપ્શન્સ અહીં છે. જેમ કે તમારા ફોટોઝ માંથી મેગેઝીન કવર, મોઝેઈક, કેલેન્ડર, ગ્રીટીંગ્સ, અને અન્ય અનેક યુનીક ઉપયોગો છે. મારા ફોટોગ્રાફ માટે મને આ અત્યંત ઉપયોગી લાગ્યુ છે. ફ્લીકર કે ફોટોબકેટ કરતા યૂઝર્સ માટે આ એક આશિર્વાદ છે….

OTHER FUN n FROLIC

3.

UNCYCLOPEDIA

તમે wikipedia વિષે તો જાણતા જ હશો પણ શું તમને uncyclopedia વિષે ખબર છે? જ્યાં wikipedia ની ટેગલાઈન છે the free encyclopedia that anyone can edit, ત્યાં uncyclopedia ની ટેગલાઈન છે the content free encyclopedia that anyone can edit ….સમજ્યા??

4.

bypass the internet service provider restrictions, surf for free

તમારા ઓફીસમાં કે કોલેજમાં ઘણી કોમ્યુનીટી વેબસાઈટસ કે અન્ય વેબ નથી ખુલતી ત્યારે તમારે Proxy તરીકે વપરાતી વેબસાઈટ નો ઊપયોગ કરવો પડે…..આમ તો આવા અસંખ્ય પ્રોક્સી સર્વર વાળી વેબસાઈટ ઉપલબ્ધ છે પણ તેમાંથી મોટાભાગની યૂઝલેસ છે. આ એક સરસ વેબસાઈટ છે.

5.

MOBILE17

તમારા મનગમતા મ્યુઝીક અને પીક્ચર્સને તમારા મોબાઈલ માટે રીંગટોન્સ અને વોલપેપર માં ફેરવો અને એ પણ તદન ફ્રી….૧,૧૩,૦૦,૦૦૦ થી વધારે યૂઝર્સ અહીં આવી ચૂક્યા છે…

6.

calculator online for all types of your calculation needs

એન્જીનીયરીંગ, ફીઝીક્સ, કેમેસ્ટ્રી, ફાઈનાન્સ, પ્લાસ્ટીક્સ, મેટલર્જી, ઓઈલ અને ગેસ…જેવા અસંખ્ય કેલ્ક્યુલેશન્સ ઓનલાઈન કરો….

અને અંત માં qipit ની મદદ થી મારા ફોટા ને વાપરી ને બનાવેલ મેગેઝીન કવર

Jignesh Adhyaru Blog Publication Magazine Cover PHoto

Jignesh Adhyaru


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ભાગ ૪