મંદીર તારૂં વિશ્વ રૂપાળું (શાળાની પ્રાર્થનાઓ) 22


મંદીર તારૂં વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે,
પળ પળ તારાં દર્શન થાય્,
દેખે દેખનહારા રે,

નહીં પુજારી, નહીં કોઈ દેવા,
નહીં મંદિરને તાળાં રે,
નીલ ગગનમાં મહીમા ગાતાં
ચાંદો સૂરજ તારા રે,

વર્ણન કરતા શોભા તારી
થાક્યા કવિગણ મીરાં રે
મંદિરમાં તું ક્યાં છુપાયો
શોધે બાળ અધીરાં રે….


આપનો પ્રતિભાવ આપો....

22 thoughts on “મંદીર તારૂં વિશ્વ રૂપાળું (શાળાની પ્રાર્થનાઓ)