વડોદરા – આજકાલ


વડોદરામાં લગભગ ત્રણ મહીને મને બે ત્રણ દિવસ રહેવાનો ચાન્સ મળ્યો. (મંગળવારની પોસ્ટ નથી લખાઈ કે સોમવારે મિત્રોને ઈ મેઈલ થી જાણ નથી કરી એ બધાનું કારણ આ જ છે) પોતાના શહેરથી દૂર રહેવાનું ખૂબ અઘરૂ હોય છે….અને એમાંય એમ એસ યુનિ. માં કરેલા જલ્સા કે ટેકનો ની ઉમંગો યાદ આવે ત્યારે ………જવા દો…એ વાત ફરી ક્યારેક…આજે વડોદરા માં મને દેખાયેલા કેટલાક મહત્વના પરિવર્તનોની વાત.

તમને અરવિંદ બાગ યાદ છે?….કે પછી ટાઈમ્સ સ્ક્વેર…કે ફતેહગંજ પેટ્રોલ પંપ…..? આ એરીયામાં અરવિંદબાગની તદન સામે બન્યો છે સેવન સી – Seven Seas – મોલ….અને તેમાં ૧૭મી મે ના રોજ ખૂલ્યુ છે બિગ બાઝાર……મને યાદ છે સતર અને અઢાર તારીખે ત્યાં નહી નહીં તોય હજારેક લોકોની લાઈન હતી……અને ટ્રાફીક તો ક્યાંય સમાતો નહોતો….પણ વડોદરાવાસીઓ માટે આ એક સરસ ગીફ્ટ છે. પસંદગી ની વિશાળ તકો અને ઘણી ઓફરો સાથે તેને શરૂઆતમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. મેં ત્યાં થી ચેતન ભગતની The Three Mistakes of My Life ખરીદી અને તે મને ૯૫/-રૂ. માં પડી તો મને લાગે છે કે સ્ટેશન પાસે થી ૭૦ રૂપીયામાં પાઈરેટેડ બુક્સ લેવા કરતા આ એક સારી પસંદગી છે…તો ગુજરાતી બુક્સનો નાનો પણ સરસ સંગ્રહ પણ ત્યાં વેચાણ માટે છે.

તો આ જ અરસામાં વડોદરામાં ઘણા બધા વખત થી બંધ પડેલી સીટી બસ સેવા ફરી જીવતી થઈ છે અને લગભગ એક અઠવાડીયું ફક્ત બે રૂપીયામાં મુસાફરી કરાવવાની જાહેરાત કરાઈ છે, નાનકડી અને સુંદર બસો “વીટાકોસ”  ( વલભીપુર ટ્રાન્સપોર્ટેશન કો-ઓપરેટીવ સોસાયટી ) ની છે ૧૫ જુદા જુદા રૂટ પર ૨૫ બસો હાલ દોડી રહી છે…અને લગભગ કુલ ૧૦૦ બસો મૂકવાનું આયોજન છે…મોટાભાગના જૂના બસ રૂટ અત્યારે ચાલુ થઈ ગયા છે.

૧૮મી મે ના રોજ માણેકપાર્ક ચાર રસ્તા (એરપોર્ટ ક્રોસિંગ વાળા) પાસે ઉદઘાટન થયુ વડોદરાની ફરતે બનનારા રીંગ રોડની અતિ મહત્વાકાંક્ષી યોજનાનું…..અમદાવાદમાં તો રીંગરોડ છે જ…હવે વડોદરા ય એ જ રસ્તે છે…

તો માણેક પાર્ક મહાકાળી ગરબા ગ્રાઊન્ડની સામે આદિત્ય બિરલા ગ્રૃપની રીટેઈલ આઊટલેટ “મોર” ના નામ હેઠળ ખુલી છે…તેમની પહેલી શાખા લેન્ડમાર્ક ના ગ્રાઊન્ડફ્લોર પર ખુલી ત્યારથી વડોદરામાં તેમણે ધણી જગ્યા એ તેમણે શાખાઓ ખોલવા માંડી છે.

વડોદરા પ્રગતિના પંથે અગ્રસર છે, અને મને જ્યારે વડોદરા જાઊં છું ત્યારે લાગે છે કે આ શહેર જેવી મજા, જીવવાનો સાચો આનંદ અને ફતેહગંજ સેફ્રોન કોમ્પ્લેક્ષ પાસે બાઈક પાર્ક કરીને બેસવા જેવી મજા બીજે ક્યાંય નથી….શું કહો છો ?


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “વડોદરા – આજકાલ

 • saksharthakkar

  મને વડોદરા છોડ્યે ૧ વર્ષ થઇ ગયું, એટલે આ બધું વાંચવાની મજા આવી,ઘણું બધું જાણવા મળ્યું, તમારો આભાર અને જ્યારે પણ હવે જાઓ વડોદરા તો બ્લોગ પર વડોદરાની આજકાલ લખતા રહેશો, આનંદ થશે.

 • Harsukh Thanki

  વડોદરા બહુ ઝડપથી વિકસી રહ્યું છે અને વિસ્તરી રહ્યું છે. ત્યાં બહુ રહેવાનું થતું નથી, પણ જિગ્નેશભાઈ, હવે વડોદરા જાઓ ત્યારે “લેન્ડમાર્ક” બુકસ્ટોરની મુલાકાત લેવા જેવી છે. આમદાવાદમાં પણ આવો બુકસ્ટોર નથી.

 • Ketan Shah

  vadodara no MORE MEGHAMART ni mulakat leva jevi che je Manjalpur area ma aavyo che.

  Ahmedabad ni comparision ma Vadodara ghanu nanu che ane Surat ni comparison ma development ghanu occhu che.

  But the life is very peaceful and you can get most of the things which is available in metros. Vadodara is a cultural capital of Gujarat.