મેં તજી તારી તમન્ના – મરીઝ 9


મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– ‘મરીઝ’


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “મેં તજી તારી તમન્ના – મરીઝ

  • ASHISH ACHARYA

    “MARIZ” e gujarati gazalsahitya no mailston che. Marize prem, pranaybhang, milan, virah jeva vishayo par etlu badhu lakhy che ke bija mate kashu baki rahyu nathi. marizne samjva mate Dr. Rais maniyar nu pustak vanchva jevu che. mariz matra gazal lakhva mate j dharti par “avtrya” hata.

  • harin

    એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
    એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
    ….વાહ ..અદભુત…

  • નટવર મહેતા

    આજે જ જોબ પરથી ઘરે આવતા આ જ ગઝલ મારા પ્રિય જગજીતસિંગના સુરે સાંભળી. ત્યારે થયું કે કોને દાદ દઉં !
    જગજીતજીને કે મરીઝને… ???
    આ એક સીડી માણવા જેવી છે.
    જગજીતસિંગે સરસ દેહ સ્વરૂપ આપ્યું છે! અને ‘મરીઝ’ તો બસ ‘મરીઝ’ જ છે.

  • Nagesh Purohit

    MARIZ ni mar ne pachavvu sahelu nathi,

    Fulo darek bagna sathe pirsava sahelu nathi.

    Lagi chhe pyas jo GAZAL ni, bujavi saheli nathi,

    Jo hoy tamnna to pamvu mushkel nathi.