RSS Feeds – 1 to 10 9


એક મિત્ર ને મારા બ્લોગ વિષે વાત કરતા કરતા મેં એને મારા બ્લોગ ની RSS ફીડ સબસ્ક્રાઈબ કરવાનું કહ્યું. તો એ પૂછે કે એટલે શું? થયું કે લાવ જે લોકો આના વિષે નથી જાણતા તેમને થોડુંક …અને એટલે જ આજે આર એસ એસ feed રીડર વિષે

થોડી વાતો… RSS ફીડ વિશેની બધી વાતો લગભગ અહીં સમાવવાનો પ્રયત્ન કર્યો છે…

શરૂઆત કરીએ એકડે એક થી. RSS એટલે શું? આએક ટૂંકાક્ષરી શબ્દ છે જેનું પૂર્ણ રૂપ છે  Really Simple Syndication. ઘણા લોકો એને Rich Site Summary કે Really Simple Subscribing પણ કહે છે…

સામન્ય ભાષા માં કહેવુ હોય તો “કોઈ પણ વેબસાઈટ કે બ્લોગ પર વિઝિટ કર્યા વગર તેના પર ક્યારે નવી પોસ્ટ કે માહીતી આવી તે જાણવા માટે આ એક અત્યંત ઊપયોગી સાધન છે

તમે કહેશો કે વિઝિટ કર્યા વગર ? હા…..એજ તો આ સુવિધાની મૂળ ખાસીયત છે…એક ઉદાહરણ જોઈએ

ધારો કે તમે એક ફોટોગ્રાફર છો અને તમને ફોટોગ્રાફીને લગતા નવા સાધનો, કેમેરા કે એ વિષયની દરેક હીલચાલ પર નજર રાખવી છે…તો તમે શું કરશો? ગૂગલ કે યાહુ કે એવા અન્ય સર્ચ એન્જીન પર તમે સર્ચ કરશો…તમને એક માહિતિસભર વેબસાઈટ મળી….તમને લાગે છે કે તમે એક જ વખતમાં આખી વેબસાઈટ નહીં વાંચી શકો…પણ તે ખરેખર ઊપયોગી છે….તમે પછીથી તેને ફરી વિઝિટ કરવા માંગો છો…..

એક રીત છે તેનું એડ્રેસ યાદ રાખો….દા. ત. http://www.picturecorrect.com/

પણ આ રીતે ઘણી બધી સાઈટ યાદ રાખવી અધરી છે …

તો પછી બીજો ઊપાય છે તેને તમારા ફેવરીટસ ફોલ્ડર માં એડ કરો…

ફેવરીટસ ફોલ્ડર માં ( Internet Explorer ) કે બુકમાર્ક કરવામાં ( firefox ) તમે યાદ રાખ્યા વગર વેબસાઈટ એડ્રેસ જરુરત પ્રમાણે વાપરી શકો છો. તમે અનેક વેબસાઈટ ના નામ ત્યાં મૂકી શકો.

પણ કોઈ વેબસાઈટ અપડેટ થઈ કે કેમ તે તો તમે ત્યારે જ જાણી શકો જો એ વેબસાઈટ તમને ઈ મેઈલ નોટીફીકેશન થી જણાવે કે તમે ત્યાં વિઝિટ કરીને જાતે શોધો…

અક્ષરનાદ.કોમ દર બે દિવસે નવા લેખો પ્રસ્તુત કરે છે અને મૂકવામાં આવતા લેખો પોસ્ટ એડ્રેસ પર પહોંચતા જ દેખાય છે. ઘણી વેબસાઈટસ કે બ્લોગ જો રોજ કે ચોક્કસ સમયાંતરે અપડેટ ના થતા હોય તો તમે તે વેબસાઈટ પર અપડેશન થયેલી પોસ્ટસ શોધવામાં સમય વેડફશો…

હવે જો તમને ફોટોગ્રાફી નો અદમ્ય શોખ હોય અને તમે ચોક્કસ સમયે તે વેબસાઈટ ખંખોળી શકો તો અલગ વાત છે પણ ધારો કે ફોટોગ્રાફી સાથે તમને ગુજરાતી સાહિત્ય, હોલીવુડ ની નવી મૂવીઝ, સમાચારો, કે ક્રિકેટ ની દુનિયા ની હલચલ, આ બધા માં રસ હોય તો તમે રોજ કેટલી વેબસાઈટ વિઝિટ કરશો?

ઘણી વેબસાઈટ તમે ઈ-મેઈલ એડ્રેસ આપો તો નવી પોસ્ટસ વિષે તમને માહિતિ પહોંચાડે છે…પણ અહીં તમારે તમારૂ ઈ મેઈલ એડ્રેસ ખુલ્લુ કરી રહ્યા છો…જેનો ઊપયોગ થવાને બદલે દુરૂપયોગ પણ થઈ શકે છે….સ્પામ આમ પણ એક માથાનો દુખાવો છે….તો પછી આ રીતે તમે સ્પામને વધારો આપવા પણ નહીં માંગો…

ઈન્ટરનેટ નો વપરાશ કરતા રોજીંદા લોકોને તેમના રસ ના વિષયો અને નવી પ્રગતિ વિષે કોઈ પણ વધારે માથાકુટ વગર સૂચના આપતી પધ્ધતિ એટલે RSS

જ્યારે કોઈ વેબસાઈટ કે બ્લોગ તેની કન્ટેન્ટ / આર્ટીકલ કે ન્યૂઝ આઈટમ ઉમેરે છે ત્યારે તે તેની સાથે એક એવુ ડોક્યુમેન્ટ પણ પબ્લીશ કરે છે જે તે વેબસાઈટ પર અપડેટ થયેલ પોસ્ટ કે આર્ટીકલ ને સંક્ષેપમાં વર્ણવે છે. આ ડોક્યુમેન્ટ XML ફોર્મેટ માં હોય છે ( XML એ HTML ની જેમ જ વેબની એક ભાષા છે) જે કેટલાક ખાસ સોફ્ટવેર ની મદદથી વાંચી શકાય છે. આવા ખાસ સોફ્ટવેર ને કહે છે  રીડર (RSS Reader) જે Feed ને અંતિમ વપરાશકાર માટે વાંચી શકાય તેવા ફોર્મેટ માં આપે છે. આ ડોક્યુમેન્ટ માં લખેલ સંક્ષેપ ને (feed) ફીડ કહે છે. આ ડોક્યુમેન્ટ ને .xml એક્સ્ટેન્શન હોય છે.

તો હવે જ્યારે તમારે કોઈ પણ વેબસાઈટ કે બ્લોગ ના અપડેશન વિષે માહિતિ જોઈતી હોય તો તેની RSS Feed સબસ્ક્રાઈબ કરો…આ Feed સબસ્ક્રાઈબ કરવુ એ કોપી અને પેસ્ટ કરવા જેટલું જ સરંળ છે બસ તમારી મનપસંદ વેબસાઈટ નું RSS Feed એડ્રેસ તમારા RSS Reader માં પેસ્ટ કરો…હવે તમારી જોઈતી વેબસાઈટ અપડેટ થઈ છે કે નહીં તે જોવા ફક્ત તમારા રીડર માં જાઓ, જો કાંઈ અપડેટ હશે તો તે ત્યાં તરત જ સૂચિત કરશે….સરળ અને સીધું !!

તો આ રીતે તમે વેબસાઈટ કે બ્લોગ વિઝિટ કર્યા વગર જાણી શકો કે તે ખરેખર અપડેટ થયા કે નહીં, અને પછી પણ જો ઊપયોગી માહિતિ લાગે તો રીડર માં થી જ તે એડ્રેસ પર જઈ શકો.

ઉપર જણાવેલી બીજી બે રીત (ફેવરીટ ફોલ્ડર માં એડ કરીને કે ન્યૂઝલેટર સબસ્ર્કાઈબ કરીને) કરતા આર એસ એસ ફીડ સીધું અને સરળ છે. અહીં તમારે કાંઈ પણ યાદ રાખવાની જરૂર નથી કે કોઈ ફાઈલ સેવ કરવાની જરૂર નથી, સબસ્ર્કાઈબ કરો અને રેગ્યુલર અપડેટ મેળવો. અહીં તમે કોઈને તમારૂ ઈ મેઈલ એડ્રેસ આપી રહ્યા નથી એટલે સ્પામ ની સમસ્યા પણ નથી.

હવે થોડુક આર એસ એસ રીડર વિષે….મેં જણાવ્યુ એમ આર એસ એસ રીડર એક પ્રકાર નું ખાસ બનાવેલ સોફ્ટવેર છે જે આર એસ એસ ફીડ ને પ્રોસેસ કરીને તેને વાંચી શકાય તેવા સ્વરૂપમાં પ્રસ્તુત કરે છે.

ઘણા ઓનલાઈન / ઓફલાઈન આર એસ એસ રીડર ઉપલબ્ધ છે, પણ મારી પસંદ છે ગૂગલ રીડર, જે ફાસ્ટ, સરળ, તદન ફ્રી અને ભરોસાપાત્ર છે. અહીં કોઈ સોફ્ટવેર ડાઊનલોડ કે ઈન્સટોલ કરવાની જરુર નથી કારણ કે આ ઓનલાઈન છે. બસ ગૂગલ રીડરના હોમપેજ પર જાઓ અને લોગીન થયા બાદ તમારી ફેવરીટ ફીડ એડ કરો….એડ કર્યા પછી તરતજ તેને તમે સરળ રીતે તરતજ વાચી શક્શો…તમારા ઈનબોક્સ માં લીસ્ટ થતા ઈમેઈલ ની જેમજ આ પોસ્ટસ ની યાદી તમને દેખાશે….

જો તમે અક્ષરનાદ.કોમ સબસ્ક્રાઈબ કરેલું હોય તો તમને આવી યાદી જોવા મળશે…

RSS Feed of the wordpress blog adhyaru.wordpress.com in google reader

ઉપલબ્ધ  ઓનલાઈન / ઓફલાઈન આર એસ એસ રીડર માં નીચે બતાવેલા રીડર વધારે વપરાય છે…જેને તમે ડાઊનલોડ કરી ને ઈન્સ્ટોલ કરી શકો છો…તેમાં છે…
અલનેરા ફીડ બસ્ટર ($ 19.95) Offline Use, આર એસ એસ રીડર (free) , ન્યૂઝ ગેટર – ફીડ ડેમોન (free), ન્યૂઝ ગેટર – નેટ ન્યૂઝ વાયર (free – for mac), સેજ (free), શાર્પ રીડર વગેરે…આ સિવાય અન્ય રીડર ડાઊનલોડ કરવા કે જોવા માટે અહીં ક્લિક કરો.

શરુઆતમાં તમને આ આર એસ એસ રીડર વાપરવામાં તકલીફ પડે પણ ધીરે ધીરે જો તમે તેનો વપરાશ કરી શકો તો તે તમને ખૂબ ઊપયોગી સાધન છે અને અમારા જેવા સાઈટ પર કામ કરતા એન્જીનીયર્સને ઉપયોગી માહીતી, બ્લોગ અપડેટ કે ન્યૂઝ માટે આ અત્યંત ઊપયોગી છે. તમારી ફેવરીટ વેબસાઈટ કે બ્લોગ સાથે સંકળાયેલા રહેવા માટે આ ખૂબ ઝડપી અને સરળ ઊપાય છે.

આર એસ એસ ફીડ અને રીડર વિષે આ સામાન્ય માહિતિ તમને સૌને ઊપયોગી થશે તેવી આશા રાખું છું. ટેકનીકલ વસ્તુઓ સમજાવવાનું અહીં ટાળ્યુ છે જેથી કે આ ખૂબ લાંબુ ના બની જાય. તમારી તકલીફો કે સૂચનો આવકાર્ય છે.

આશા છે કે તમને મારી આ પોસ્ટ ગમી હશે….જો તેમ હોય તો સબસ્ક્રાઈબ કરો મારી આર એસ એસ ફીડ સ્થળ એક પરથી કે

Subscribe in a reader

– Jignesh Adhyaru


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “RSS Feeds – 1 to 10

 • Ramesh Ashar

  જીગ્નેશભાઈ , R S S વિશે ઉપયોગી મહિતી આપવા બદલ આપનો ખુબખુબ આભાર !

 • Amit Shah

  hi jignesh,

  This is amit shah. I am very thankfull to you about your articles. Congratulations. I hope you publish this types of article in future. It is very usefull to our gujrati people who is like me. We wants more but we are not able to understand it deeply. so kindly publish more about it. I am developing web for me which is for commercial purpose but I am not aware to devlope web. I am finding this types of articles, and than its really usefull for me. Kindly if you know how to devlope web you know please publish it in gujrati. I want to understand how to link others web to my web. I did it but its not properway i think.

 • Harsukh Thanki

  જિગ્નેશભાઈ,
  તમે RSS વિષે બહુ સરસ માહિતી આપી. કોમ્પ્યુટરનો ઉપયોગ દિવસેદિવસે વધી રહ્યો છે, પણ સામાન્ય માણસને હજી આવી ટેકનિકલ બાબતની ઓછી જાણકારી હોય છે. તમે ઘણા લોકોનું કામ સરળ કરી આપ્યું.
  -હરસુખ થાનકી

 • Jaydip Mehta

  Sachi vaat chhe.Ghana ochchha loko RSS vishe janta hoy chhe. Pan aa RSS reader ghanu j upyogi chhe. Duniya bharana blog ane news ane biju ghanu badhu ekaj jagya athi vanchi sakay chhe aana t
  hi. I found Google reader best RSS reader. Ever Google reader has implemented a new feature very recently “note in a reader”. By which you can see contents from site which does not provide RSS !!