હેપ્પી બર્થ ડે
પ્રિય મિત્રો અને વાચકગણ,
તારીખ ૨૫ મે ૨૦૦૭, એક સાવ સામાન્ય દિવસ જ્યારે ક્યાંકથી હાથ લાગી લિન્ક વર્ડપ્રેસની. ખબર ન હતી કે આ બ્લોગ કઈ બલા છે અને ગુજરાતી ટાઈપીંગ તો ……ભેજાગેપનું કામ લાગતું…..વર્ડપ્રેસ જોયું, થયુ લાવ કાંઈક નવુ કરીએ….રજીસ્ટર કર્યુ….બ્લોગ બન્યો અને શરુ થઈ એક નવી યાત્રા…….યાત્રા વિચારો શેર કરવાની – સોરી વહેંચવાની (ટાઈપમાં ય અંગ્રેજી શબ્દો ગુજરાતી માં ઘણી વાર લખાઈ જાય છે…)યાત્રા નવા મિત્રો બનાવવાની અને એક ધગશ ગુજરાતી ના બધા વાંચનયોગ્ય ઉપલબ્ધ આર્ટીકલ અહીં મૂકવાની, સાથે સાથે ક્યારેક મારી રચનાઓ માથે મારવાની પણ યાત્રા શરૂ થઈ……પણ જાન્યુઆરી ૨૦૦૮ સુધી એક કે અન્ય કારણસર એ ઠેલાતુ રહ્યુ, અવગણાતુ રહ્યુ….અને તે દિવસથી એકાદ બે અપવાદોને બાદ કરતા રેગ્યુલર છું રોજ એક પોસ્ટ મૂકવામાં…..સિવિલ એન્જીનીયર હોવાના લીધે સાઈટ જોબ ના લીધે ક્યારેક રાત્રે ઘરે પહોંચવામાં ખૂબ મોડુ થઈ જાય છે એટલે ક્યારેક પોસ્ટ નથી કરી શકાતી….પણ મેનેજ કરું છું…
મને જણાવતા આનંદ થાય છે કે અધ્યારૂ નું જગત બ્લોગને આજે એક વર્ષ પૂર્ણ થાય છે. બ્લોગની શરુઆત મેં ગત ૨૬ મે ના રોજ કરી હતી અને રેગ્યુલર પોસ્ટીંગ જાન્યુઆરી ૨૦૦૮ થી શરૂ કર્યુ હતુ. ત્યારથી લઈને આજે એક વર્ષ પૂર્ણ કરવાના નાનકડા સફરમાં મને ખૂબ જ આનંદ આવ્યો. મારી પાસે રહેલી માહિતિ અને લેખો, અન્ય કવિ – લેખકો ની રચનાઓ અને ક્યારેક મારી રચનાઓ અને મારા વિચારો અહીં તદન સાહજીક રીતે પ્રગટ કરી શકવાની આ ક્ષમતા બદલ હું વર્ડપ્રેસ નો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ સાથે હું આભારી છું મૃગેશભાઈનો, તેમણે પરોક્ષ રીતે મને આ બ્લોગ શરૂ કરવાની પ્રેરણા આપી હતી. આજે એક વર્ષ પૂર્ણ કરતા મારી પાસે એટલા વિચારો અને યોજનાઓ છે જે કદાચ તેના શરુઆતના દિવસે ન હતા. આ સાથે શનિવાર અને ૨૪ મે, 2008 ના રોજ ૧૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ છે જે એક અન્ય સીમા ચિન્હ છે.
વધુમાં તમને આ પહેલા પ્રસિધ્ધ થયેલી પોસ્ટસ શોધવામાં તકલીફ ના પડે એ માટે બનાવી છે અનુક્રમણિકા…આને પણ રેગ્યુલર અપડેટ કરવાનો પ્રયત્ન કરતો રહીશ….અત્યારે એ મે 29, 2008 (આજની તારીખ) સુધી અપડેટેડ છે. આશા છે આ પણ આપસૌ મિત્રોને ઉપયોગી થશે.
આ બધી ઉપલબ્ધીઓ, યોજનાઓ અને સફળતા પાછળ રહેલા તમામ ગુજરાતી વાચકવર્ગને મારા તરફથી આ બ્લોગને અહિં સુધી પહોંચાડવા બદલ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. .અંતે કેટલાક મિત્રો અને વાચકોનો આભાર માનવાની લાલચ રોકી શક્તો નથી જેમના પ્રોત્સાહન અને પ્રતિભાવો આ બ્લોગ માટે ઓક્સીજન નું કામ કરે છે. અનિમેષ, કાર્તિક મિસ્ત્રી, સુરેશ જાની, ઉર્મિ, નિર્લેપ ભટ્ટ, હરસુખભાઈ થાનકી, સાવન જશોલીયા, નીલા કડકીયા, જયેશ ઉપાધ્યાય, નીલમ દોશી, ધવલભાઈ રાજગીરા, રણકાર ના નીરજભાઈ, મારા ઓફીસ મિત્રોમાં હસમુખભાઈ, રામભાઈ, જાવેદ વડીયા અને વિકાસ બેલાણી….નામ ઘણા છે અને યાદશક્તિ ઓછી………આ લિસ્ટનો અંત નથી અને આ સર્વ મિત્રો, તથા જો આમાં કોઈનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય તો તે સઘળા મિત્રોનો આભાર માનું છું. આશા છે આપનો અવિરત સહકાર અને સૂચનો મળ્યા કરશે, આશા છે કે આપ આમ જ અમારા કાર્ય ને પ્રોત્સાહિત કરશો અને આપણે આમ જ ગુજરાતીને આગળ વધારી શકીશું.
બ્લોગની મદદથી ગુજરાતી ભાષાને એક નવી ઉંચાઈ સુધી અને સર્વસામાન્યની પહોંચ સુધી મૂકવાની આ ઝુંબેશ ને આમ જ પ્રેરણા અને નવા બ્લોગર મિત્રો, વાચકો અને પ્રતિભાવકો નો સાથ મળતો રહેશે એવી આશા છે. ક્યાંક સાંભળ્યુ હતુ કે “સાથે મળીને આપણે એક અલગ છાપ ઉભી કરી શકીએ છીએ અને આપણે કરીશું (Together we can and we will make the difference) “
ધન્યવાદ…….આપનો મિત્ર,
જીગ્નેશ અધ્યારૂ ( 09904403468 )
Congratulation
Congratulation Dear Jignesh
Best wishes for the bright future and thanks for gving fuel to gujjus.
HAPPY BIRTHDAY AND BEST WISHES
બ્લોગ એ નીજાનંદથી આગળનું એક પગલું છે – જે માણસને પોતાની જાતના કુંડાળામાંથી સહેજ બહાર કાઢે છે – પોતાનો આનંદ વહેંચવાની તક પુરી પાડે છે. તમે આ પગલાથી જે હરખ પ્રાપ્ત કર્યો છે અને વહેંચ્યો છે, એ માટે અંતરથી આભાર અને ‘દાદા’ હોવાના નાતે અંતરના આશીષ. હવે તમે આ પછીના બીજાં પગલાં પણ માંડો એ શુભેચ્છા.
એક બહુ જ મહત્વનું આગળનું પગલું છે – શીક્ષીત અને જાગૃત હોવાના સબબે સમાજમાં બૌધ્ધીક અને ચૈતસીક જાગૃતી લાવવાનું : સમાજની નબળાઈઓ તરફ અંગુલીનીર્દેશ કરવાનું.
આવો જ હરખ મને પહેલું વરસ પુરું કરતાં થયો હતો અને ત્રણ લેખ બ્લોગ જગતને આપ્યા હતા. તે આ સુઅવસરે ફરીથી વહેંચવાનો લોભ જતો કરી શકતો નથી, કારણકે, તેમાં આ બાબતે મારું ઘણું વીચાર દોહન સમાવ્યું હતું. આશા છે કે સુજ્ઞ વાચકોને એમાંથી પ્રેરણા મળશે –
http://kaavyasoor.wordpress.com/?s=%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97%E0%AB%80%E0%AA%82%E0%AA%97
નયા દૌરનું ગીત યાદ છે
સાથી હાથ બઢાના એક અકેલા થક જાયે તો મીલ કર બોઝ ઉઠાના
આપણે બધાય ગુજરાતી ભાષાને એક પ્રતીષ્ઠા આપવાનો યજ્ઞ માંડી બેઠા છીએ શુભેચ્છાઓ તો ખરી પણ અભિનંદન ને હકદાર તો ખરેખર છે જ
હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…
gr888 .. khub khub abhinandan jigneshbhai !! 🙂 ..
Many Congratulation.. Keep up your good work.. best wishes.
અભિનંદન!
best wishes, Jigneshbhi…keep posting quality stuff, as u are doing. May more success adore to your path.
Very Best wishes to “અધ્યારૂ નું જગત” & Congratulations