ચૂમી છે તને – મુકુલ ચોકસી 5
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં, પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને. લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી, પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને. પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં, વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને. -મુકુલ ચોકસી