લગ્ન જીવન = ફીક્સ થયેલી મેચ – રઈશ મનીઆર 14


એ ને હું રમીએ ક્રિકેટ, ઈન ડોર ચાલે મારે ત્યાં
એની ફટકાબાજીનો બસ દોર ચાલે મારે ત્યાં

એલ બી ડબલ્યુ થઈ ગયો હું, લવ બિફોર વેડીંગ કરી
લગ્ન પહેલા ને પછી પણ મેં સતત ફીલ્ડીંગ કરી

ગેમ પ્લાન આધાર રાખે ફક્ત એના મૂડ પર
એ રમે ફ્રન્ટ ફુટ પર તો હું રમું બેકફુટ પર

એમને ગમતો નથી બિલકુલ પરાજય વર્ડ પણ
એ જો હારે, માર ખાશે ત્યારે ડિકી બર્ડ પણ,

એના કેરેક્ટર વિશે પત્ની ને ડાઊટ થાય છે
ફ્રેંડલી મેચમાં જે પડોસણ થી આઊટ થાય છે.

કર્ટલી એમ્બ્રોસ જેવુ મોં કરી, એ લે રન અપ
હું રકાબી રાખીને એને આપી દઊં છું કપ

જે સફળ પ્લેયર નથી એ કોચ બનતા હોય છે
લગ્ન ક્ષેત્રે આવા કિસ્સા રોજ બનતા હોય છે.

સાવ લોલીપોપ પણ છૂટી ગયેલો કેચ છે
આપણું આ લગ્ન જીવન ફીક્સ થયેલી મેચ છે.

– રઈશ મણીયાર

આજનો મુખવાસ ….

મિત્રો શેર સારો લાગે તો દાદ આપજો….આ ક્ષેત્રે પહેલુ ખેડાણ છે…

મારા લગ્ન જીવનની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ માં,
હું દ્રવિડ અને શ્રીમતી યુવરાજ હોય છે,
મારે રોજે રોજ ખુલાસા, હાર ના વિષયો અપરંપાર
અને તેમને શીરે મારી મહેનત નો તાજ હોય છે…

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “લગ્ન જીવન = ફીક્સ થયેલી મેચ – રઈશ મનીઆર