હેપ્પી બર્થ ડે – ૧ વર્ષ અને મારૂ જગત
હેપ્પી બર્થ ડે પ્રિય મિત્રો અને વાચકગણ, તારીખ ૨૫ મે ૨૦૦૭, એક સાવ સામાન્ય દિવસ જ્યારે ક્યાંકથી હાથ લાગી લિન્ક વર્ડપ્રેસની. ખબર ન હતી કે આ બ્લોગ કઈ બલા છે અને ગુજરાતી ટાઈપીંગ તો ……ભેજાગેપનું કામ લાગતું…..વર્ડપ્રેસ જોયું, થયુ લાવ કાંઈક નવુ કરીએ….રજીસ્ટર કર્યુ….બ્લોગ બન્યો અને શરુ થઈ એક નવી યાત્રા…….યાત્રા વિચારો શેર કરવાની – સોરી વહેંચવાની (ટાઈપમાં ય અંગ્રેજી શબ્દો ગુજરાતી માં ઘણી વાર લખાઈ જાય છે…)યાત્રા નવા મિત્રો બનાવવાની અને એક ધગશ ગુજરાતી ના બધા વાંચનયોગ્ય ઉપલબ્ધ આર્ટીકલ અહીં મૂકવાની, સાથે સાથે ક્યારેક મારી રચનાઓ માથે મારવાની પણ યાત્રા શરૂ થઈ……પણ જાન્યુઆરી ૨૦૦૮ સુધી એક કે અન્ય કારણસર એ ઠેલાતુ રહ્યુ, અવગણાતુ રહ્યુ….અને તે દિવસથી એકાદ બે અપવાદોને બાદ કરતા રેગ્યુલર છું રોજ એક પોસ્ટ મૂકવામાં…..સિવિલ એન્જીનીયર હોવાના લીધે સાઈટ જોબ ના લીધે ક્યારેક રાત્રે ઘરે પહોંચવામાં ખૂબ મોડુ થઈ જાય છે એટલે ક્યારેક પોસ્ટ નથી કરી શકાતી….પણ મેનેજ કરું છું… મને જણાવતા આનંદ થાય છે કે અધ્યારૂ નું જગત બ્લોગને આજે એક વર્ષ પૂર્ણ થાય છે. બ્લોગની શરુઆત મેં ગત ૨૬ મે ના રોજ કરી હતી અને રેગ્યુલર પોસ્ટીંગ જાન્યુઆરી ૨૦૦૮ થી શરૂ કર્યુ હતુ. ત્યારથી લઈને આજે એક વર્ષ પૂર્ણ કરવાના નાનકડા સફરમાં મને ખૂબ જ આનંદ આવ્યો. મારી પાસે રહેલી માહિતિ અને લેખો, અન્ય કવિ – લેખકો ની રચનાઓ અને ક્યારેક મારી રચનાઓ અને મારા વિચારો અહીં તદન સાહજીક રીતે પ્રગટ કરી શકવાની આ ક્ષમતા બદલ હું વર્ડપ્રેસ નો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ સાથે હું આભારી છું મૃગેશભાઈનો, તેમણે પરોક્ષ રીતે મને આ બ્લોગ શરૂ કરવાની પ્રેરણા આપી હતી. આજે એક વર્ષ પૂર્ણ […]