સાહિત્યકાર મુજબ સંગ્રહ... : લાલ બહાદુર શાસ્તી વિદ્યાલય


હે શારદે માં, હે શારદે માં.. (શાળાની પ્રાર્થનાઓ) 7

શાળાની પ્રાર્થનાઓ સાથે એક અનોખી લાગણીનો સેતુ સદાય હોય છે. આ પહેલા શાળાની પ્રાર્થનાઓનું એક સંકલન કરવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો, જે સદનસીબે હવે ફરી એક વખત શરૂ થયો છે અને ટૂંક સમયમાં અક્ષરનાદ પર ઈ-પુસ્તક તરીકે ઉપલબ્ધ થશે. આવી જ એક, મને ખૂબ જ ગમતી પ્રાર્થના આજે પ્રસ્તુત કરી છે. મારા આશ્ચર્ય વચ્ચે ગૂગલમાં આ પ્રાર્થનાની પહેલી પંક્તિના શબ્દો નાંખતા અનેકો શાળાની વેબસાઈટ પર તે મળી આવી, અને મોટાભાગની વેબસાઈટ્સમાં ક્યાંક કોઈક ફરક તો રહે જ છે. મારી યાદશક્તિને આધારે અમે જેવી ગાતા તેવી જ પ્રાર્થના અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે.


રામ રાખે ત્યમ રહીયે – મીરાંબાઈ (શાળાની પ્રાર્થનાઓ) 6

રામ રાખે ત્યમ રહીયે, ઓધવજી, રામ રાખે ત્યમ રહીયે આપણે ચીઠ્ઠીના ચાકર છૈયે….ઓધવજી કોઈ દિન પહેરીયે હીરનાં ચીર, તો કોઈ દિન સાદાં ફરીયે કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યાં રહીયે….ઓધવજી કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીયે કોઈ દિન સૂવાને ગાદી તકીયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ….ઓધવજી બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તો સુખદુઃખ સર્વે સહિયે…. ઓધવજી  – મીરાંબાઈ


મંદીર તારૂં વિશ્વ રૂપાળું (શાળાની પ્રાર્થનાઓ) 22

મંદીર તારૂં વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે, પળ પળ તારાં દર્શન થાય્, દેખે દેખનહારા રે, નહીં પુજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળાં રે, નીલ ગગનમાં મહીમા ગાતાં ચાંદો સૂરજ તારા રે, વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ મીરાં રે મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરાં રે….


વૈષ્ણવજન તો તેને રે (શાળાની પ્રાર્થનાઓ) 5

મારી શાળાની પ્રાર્થનાઓ – Part III વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે….. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ્છ કાચ્છ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે….. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે….. મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે….. વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે….. – નરસિંહ મહેતા *************************** આ પહેલા મૂકેલી મારી શાળાની પ્રાર્થનાઓ I અને મારી શાળાની પ્રાર્થનાઓ II


માછીડા હોડી હલકાર (શાળાની પ્રાર્થનાઓ)

માછીડા હોડી હલકાર… મારે જાવું હરી મળવા (૨) તારી તે હોડીને હીરલે જડાવું ફરતી મૂકાવું ઘુઘરમાળ મારે જાવું હરી મળવા…માછીડા… આ તીરે ગંગાને પેલી તીરે જમના વચમાં છે ગોકુળીયુ ધામ મારે જાવુ હરી મળવા…માછીડા… બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર ચરણ કમળ ચિત ધામ મારે જાવું હરી મળવા….માછીડા…


જીવનની જાગૃતિ માટે (શાળાની પ્રાર્થનાઓ) 7

મારી શાળા : હું લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, સંગમ ચાર રસ્તા, હરણી રોડ, વડોદરા માં  અભ્યાસ કરતો હતો. આ શાળાની સૌથી પ્રેરક વાત હતી સવારના પહોરમાં વગાડાતા દેશભક્તિના ગીતો…મને યાદ છે કે અમે અપની આઝાદીકો હમ હરગીઝ મીટા શક્તે નહીં, એ મેરે વતન કે લોગો, એ વતન એ વતન હમ કો તેરી કસમ જેવા ગીતો સાંભળીને મોટા થયા છીએ…(કદાચ અત્યારે પણ આ સરસ આદત અને ઈબાદત પીરસાતી હોય એવી આશા રાખું છું…) અહીંની બીજી ઊડીને આંખે વળગે તેવી વાત છે આ શાળાની પ્રાર્થના….પ્રાર્થનાઓ નું સિલેક્શન બેનમૂન છે…બાળકોને લોહીમાં સંસ્કાર આપવા કોઈ બોટલ ચડાવી શકાતી નથી, એ તો વિચારો જ આપી શકે…અને સવાર સવારમાં પ્રભુ ભક્તિ, દેશ ભક્તિ અને માતા પિતાની સેવા થી વધારે સારી વાતો શું શીખવી શકીએ??? આ મથાળા નીચે મારી શાળાની કેટલીક પ્રાર્થનાઓ મૂકી રહ્યો છું, આશા છે આપને એ ગમશે… જીવનની જાગૃતિ માટે અમારી પ્રાર્થના પ્રભુજી અમારી ઊન્નતિ માટે અમારી પ્રાર્થના પ્રભુજી અમે સાચા અને શૂરા બનીએ મન વચન કર્મે અને સજ્જન થવા પૂરા અમારી પ્રાર્થના પ્રભુજી અમારૂ સ્થાન મેળવીએ, અમારૂ સ્થાન જાળવીએ અને એ સ્થાન શોભાવવા અમારી પ્રાર્થના પ્રભુજી અમારાથી કરાશે તે પ્રભુ પ્રેર્યુ તમારૂ છે અમે યંત્રો તમે યંત્રી, અમારી પ્રાર્થના પ્રભુજી – જીગ્નેશ અધ્યારૂ