પંખીડું – રોબર્ટ ફ્રોસ્ટ, અનુ. વિજય જોશી 6
અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટ નિસર્ગના સાનિધ્યમાં રહેનારા કવિ હતા. સરળ શબ્દોમાં સામાન્ય દેખાતી ઘટનાને અસામાન્ય કરવાની કલાના ઉત્તમ સાધક હતા. કવિની દ્વિધા એના શીર્ષકથી શરુ થાય છે. બે અર્થો લઇ શકાય છે. એક અર્થ ક્ષુલ્લક (minor) અથવા બીજો અર્થ મંદ (minor musical note). શેક્સપીઅરના હેમ્લેટની દ્વિધા “કરું કે ન કરું” પ્રમાણે કવિ આ કાવ્યમાં પોતાની દ્વિધા દર્શાવે છે. પક્ષીના અવાજથી કંટાળી ગયા છે તો પણ એ ખબર છે કે પક્ષીનો ગાવાનો પણ એટલો જ અધિકાર છે. મનુષ્ય અને નિસર્ગ વચ્ચેનો દૈનંદિન સંઘર્ષ અહી દેખાય છે. કવિ માને છે કે વૈયક્તિક સ્વાતંત્ર્ય – જેના પર અમેરિકાનું બંધારણ રચાએલું છે- ખુબ મહત્વનું છે અને ગીતનો અવાજ અથવા વિરોધી મતને દબાવવું ખોટું છે અને સૃષ્ટિ સાથે સંઘર્ષને બદલે સંપર્ક રાખવાની સલાહ આપે છે.