રાજેશ શેટ્ટી રચિત ‘લઘુ ગાથા’ સંગ્રહ : ગુચ્છ ૧ – અશોક વૈષ્ણવ 12


1. ઇન્ટરવ્યુ

તેનો ઇન્ટરવ્યુ સારોરહ્યો હતો.તેણે નોકરી સ્વિકારવી કે નહિ?

તેનો ઇન્ટરવ્યુ એ દિવસનો છેલ્લો ઇન્ટરવ્યુ હતો. તેણે તેમાં સારૂં કર્યું પણ હતું. નોકરી તો પાકી જ જણાતી હતી. પગાર અને મોભો પણ સારાં હતાં, પણ તેને એક વાતે ગોઠતું નહોતું.તેને એમ જણાતું હતું કે અહિ તેના ભાવિ ઉપરી તેને તેની કારકીર્દીમાં આગળ નહિ ધપાવી શકે. તેણે શાંતિથી ચાલતી પકડી.

2. ફોનપરનો વાર્તાલાપ

કોઇ કોઇ વાર ફરી ફરીને પ્રયત્નો કરાવા માત્રથી સફળ નથી થવાતું!

તેણે ફરીથી નંબર જોડ્યો. ફરીથી  ખોટો નંબર ખોટો હતો.. આવું લાગલગાટ ત્રીજી વાર થયું હતું! કંઇક ખોટું હતું. નંબર તો બરાબર જણાતો હતો. હવે જ્યારે તે પ્રયત્ન છોડી દેવા પર હતો, ત્યારે તેણે ભૂલ પકડી પાડી. તેણે નોંધેલ નંબરમાં છેલ્લા બે આંકડા અવળા સવળા થઇ ગયા હતા. હવે બધું સમજાઇ ગયું!

3. પુસ્તક

વાત તો પૂરી જાણવી જોઇએ!

જયેશને પુસ્તકાલય ગમતું. તે દિવસે, તે પુસ્તકમાં મગ્ન હતો. આજે  તેને પૂરૂ કરવા માગતો હતો. તે છેક અંત પર  જ હતો, તેવામાં  …એક આશ્ચર્ય આવી પડ્યું – છેલ્લું પ્રકરણ જ ગૂમ હતું. “અરે રે” જયેશે વિચાર્યું,” આ પુસ્તક પણ વાસ્તવિક જીંદગી જેવું છે. હવે પછી શું થશે તે જાણવા નથી મળતું.”

4. – અકસ્માત

“આંધળુકિયાં” ભારે પડી શકે છે!

સદનસીબે, અકસ્માત જીવલેણ નહોતો. તે તરત જ સાજો થઇ ગયો. જો કે તેનામાટે નવાઇ તો જે રીતે અકસ્માત થયો તે હતી. તેને બરાબર યાદ હતું કે તેણે રસ્તો પાર કરતી વખતે ચારેબાજૂ બરાબર જોયું હતું. જે તે ચૂકી ગયો હતો તે એ કે કોઇ બીજાએ તો “આંધળુંકિયાં” કર્યાં હોય ને!

5. – ઍરપૉર્ટ

ઍરપૉર્ટ મોડા પહોંચવું હિતાવહ ન કહેવાય!

તે મોડો પડ્યો હતો. ખાસ્સો મોડો! એ છેલ્લી ફ્લાઇટ હતી અને રાત ઍરપૉર્ટ પર વિતાવવાની તેની કોઇ તૈયારી પણ નહોતી.બને એટલી ઝડપથી તે દોડી રહ્યો હતો.ત્રીસ મિનિટ જ બાકી હતી. જ્યારે તે દરવાજા પાસે પહોચ્યો, ત્યારે .. હાશ.. તેનો ડર સ્મિતમાં ફેરવાઇ ગયો – તેની ફ્લાઇટ પણ મોડી પડી હતી.

6. – પહેલી નજરે પ્રેમ

સારૂ, પછી શું?

જયેશ એ ટ્રેનનો નિયમિત મુસાફર હતો. પરંતુ આજે, કદાચ મુંબઇમાં કામ કરતી સરિતા સાથે હતી, એટલે કંઇક જૂદું લાગતું હતું. તેમની ઔપચારિક વાતો ૩૦ જ મિનિટમાં આત્મીય બની ગઇ. તેમણે એક બીજાના ફૉન નંબરની પણ આપલે કરી લીધી. જયેશે, ચોકસાઇપૂર્વક તે પછીના દિવસે ફૉન કર્યો – તો જવાબ મળ્યોઃ “રોંગ નંબર”!”

7. – સોદો

સોદો થઇ ગયો? લગભગ.

એક નવી શરૂ થયેલી કંપનીની વેચાણ ટીમ તેમની તેમના ગ્રાહકને જબર્દસ્ત રજૂઆત કરી શક્યા તેથી ખૂબ ખુશ હતી. તેમના નાણાકીય મૂડીસહાયક તે ગ્રાહકને સારી રીતે ઓળખતા હતા.તેમણે ગ્રાહકને ફૉન કરીને પૂછ્યું કે શું તેઓ આમની પાસેથી સીસ્ટમ ખરીદશે? ગ્રાહકે નમ્રતાપૂર્વક કહ્યું,” કોઇ હિસાબે નહીં.આ મિટિંગ તો વેચાણ સંશોધન માટે હતી.”

8, – પસંદગી

પસંદગીના વધારે પડતા  વિકલ્પની સમસ્યા!

સ્ટૉરના સૅલ્સમૅને મને દુનિયાભરના ફૉન બતાવી દીધા – સરકતા,ખુલતા,PDA ફૉન,કૅમૅરા ફૉન, પાતળા ફૉન અને એવા બીજા કૅટલાય. એક જૂઓ ને બીજો ભૂલો. બધા જ એકબીજાથી ચડીયાતા દેખાતા હતા.હવે મારે ખરીદતાં પહેલાં થોડું સંશોધન કરવું પડે તેમ હતું. એ વાતને બે મહિના થયા પછી પણ હું હજૂ નિર્ણય કરી નથી શક્યો.

9, – કદર કરવી

યોગ્ય કિંમત ચૂકવવી એ મહત્વનું છે.

એ પુસ્તકે તો તેની દુનિયા ધરમૂળથી બદલી નાખી હતી.તેણે તેની કિંમતની ફરી વાર ખાત્રી કરી લીધી. ૧૫૦૦ રૂપિયા!  તેની દ્રષ્ટિએ તો “બહુ જ વ્યાજબી” લાગતી હતી. તેને થયું કે તેણે લેખકને કંઇક પાછું વાળી આપવું જોઇએ. થોડી વાર વિચાર્યા પછી, તેણે દસ નકલ તેના મિત્રોને મોકલી આપવાનું નક્કી કરી લીધું.

10, – ઉદ્દેશ

ધ્યેય હોવાં જોઇએ, પરંતુ, તે સાચાં હોવાં જોઇએ.

તે ૬૦નો થયો. નિરાંતે વિચાર કરવાનો સમય પાકી ચૂક્યો છે. છેલ્લાં પાંત્રીસ વર્ષથી તે અતિ વ્યસ્ત હતો. કારકીર્દીનાં લગભગ બધાં જ લક્ષ્ય તેણે પાર કર્યાં હતાં.તે સફળ, સમૃધ્ધ અને પ્રખ્યાત હતો. એક જ મેખ હતી – તે જાણે છે કે તેની એકલતાને ભરી શકે તેવા સંબંધો પૈસાથી નથી ખરીદી શકાતા.

11, – સંઘ

અંગત ધ્યેય સિધ્ધિ હાથવેંત છે, પરંતુ ટીમને તમારી વધારે જરૂર છે. તમે શું કરશો?

તેમની ટુકડી શિખરથી માત્ર સોએક ફૂટ જ દૂર હતી ને, ઑક્સીજનના અભાવને કારણે, જ્યોતિ બેભાન થઇને પડી ગઇ. તે ત્રણ પૈકી બે જણાએ સામેથી જ્યોતિ પાસે રહેવાનું , અને રસિકે બાકીની ટીમ સાથે આગળ ચડવાનું ચાલુ રાખવાનું ઠેરવ્યું. તેણે એક સેકંડ પૂરતો વિચાર કર્યો અને તે પણ પાછો ફરી ગયો.

12, – ખોવાયેલું અને મળી આવેલું

જો તમારા વિચારો ખોવાઇ જાય, તો તેને ક્યાં શોધશો?

એકવાર મારી વિચારશક્તિ ખોવાઇ ગઇ. યેનકેન પ્રકારેણ, પાછી પણ મળી ગઇ. મને એ પણ ખબર નથી કે તે કેમ કરતાં ખોવાઇ ગઇ – કારણકે વિચારશક્તિ જ ન હોય, તો પછી તે નથી  તે પણ ક્યાંથી ખબર પડે?  આવું કંઇ લખવા બેસું, ત્યારે એમ થાય ખરૂં, કે હજૂ વિચારશક્તિ મળી નથી.

13, – ચોકઠું

તેને કોઇ પણ હિસાબે લેખકનાં કુંડાળામાંથી બહાર નીકળવું હતું.

એક વ્યાવસાયિક લેખક હોવાને નાતે છ છ દિવસ સુધી લખી ન શકવું તેને અકળાવતું હતું.તે દિવસે, તેણે લખવું જ છે તેવો નિશ્ચય કરી  રાખેલો.તેણે પરાણે પરાણે ૧૪ પાનાં લખી નાખ્યાં. તે રાતે, બધું ફરીથી વાંચીને, તેણે એક એક પાનાની ઝીણી ઝીણી કરચો કરી નાખી અને પછી, સોડ તાણીને ઉંઘી ગયો.

14, – રાહ ભટકેલ

બિપિન ગુંચવાઇ ગયો હતો.જો કે થોડીવાર પ્છી તેને ખયાલ આવી ગયો કે સાચી સમસ્યા શું હતી.

બટુક નિરાશાજનક ગુંચવણમાં ભરાઇ પડ્યો હતો. સમસ્યા તો સાદી હતી. તેને સમજાતું નહોતું કે તે ક્યાં છે. મૂળમુદ્દે, તેનાં ગંતવ્ય સ્થાનની તે કઇ તરફ છે કે તેનાથી કેટલો દૂર છે, એ સમજાતું નહોતું. થોડી મથામણ પછી તેને ખરી સમસ્યા શું છે તે ખયાલ આવ્યો – તેની પાસે ખોટો નકશો હતો.

15, – અગ્રણી

નેતા વિદાય થયા અને કોઇએ તેની નોંધ પણ ન લીધી.

નેતાની વિદાયની કોઇએ નોંધ પણ ન લીધી. કેટલાકનું કહેવું હતું કે તેમણે એવું કર્યું પણ શું છે – “જુઓ તેમની ગેરહાજરીમાં બધું બરાબર ચાલી રહ્યું છે”. ખરા અર્થમા, લોકો જે નોધવાનું ચૂક્યા હતા, તે એ કે થોડા સમય પછી તેમની જરૂર ન પડે એમ કરવું જ ખરૂં મુશ્કેલ કામ છે.

16, – નવોસવો વ્યવસાય

નવો વ્યવસાય શરૂ કરવો સહેલો છે, તેને માટે કામ મેળવવું મુશ્કેલ.

જતીને વિચાર્યું નહોતું કે તેના નવા વ્યવસાયમાટે કામ મેળવવામાં, આવી અને આટલી, મુશ્કેલી પડશે.તેનું સંપર્ક વર્તુળ વિશાળ હતું. પહેલાં છ અઠવાડિયામાં ૨૦ મિટીંગ ગોઠવાઇ ગઇ હતી.દરેક મિટીંગ સારી પણ રહી હતી.જતિન શું કરી રહ્યો એ જાણવામાં બધાને રસ રહેતો.પણ તેને પહેલો ઑર્ડર આપવાની પહેલ કરવાની હિંમત કોઇ નહોતું કરી રહ્યું.

17, – વાસ્તવિક ખેલ

વાસ્તવિક ખેલ હકીકતમાં વાસ્તવિક ન પણ હોય….

તેઓ નોકરીની શોધમાં હોય તેવી વ્યક્તિની સાચી પરિસ્થિતિનો ખેલ રજૂ કરવા માગતા હતા. કથાનાયક, જતીન, નોકરીની તલાશ કરતો હોય છે.દરેક અઠવાડીયાંના ખેલમાં, જતીનના નોકરીની શોધના પ્રયત્નો અને નિષ્ફળતાઓ રજૂ કરાતી રહી. છ છ મહિના પછી પણ  જતીનને નોકરી નથી મળી શકી. એમાં કોઇ નાટકીય તત્વ નહોતું. ખેલ પાણીમાં બેસી ગયો  હતો.

18, – વેચાણ પરિસંવાદ

વેચાણ પરિસંવાદ ઓછા ખર્ચવાળો હોય નહીં.

જતીન વેચાણ અંગે શીખવા માંગતો હતો. રજૂઆત લોભામણી હતી. માત્ર ૯૯૯ રૂપિયા, સ્થાવર મિલ્ક્ત ઉદ્યોગના ખેરખાંઓ સાથે એક દિવસ ખભેખભા મેળવવાના – જતીનને પોતાનામાં એક સફળ વેચાણકાર દેખાઇ રહ્યો હતો. દરેક વક્તા સારા હતા. દિવસને અંતે, જતીન ૧૦,૦૦૦ રૂપિયાની વસ્તુઓ ખરીદી ચૂક્યો હતો. આમ જતીન ખુદ જ વેંચાઇ ગયો હતો.

19, – ખૂટતી કડી

શું તમે ખરેખર સહુથી અગત્યની કડી પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે?

આ અઠવાડિયે હું લેખકોની પરિષદમાં ગયો હતો.પરિષદના સમધારણકર્તાએ  બધાને પરિષદ અંગેની તેમની અપેક્ષાઓની યાદી બનાવવા કહ્યું. યાદીમાં ‘સહુથી વધારે પુસ્તકો કેમ વેંચવાં’થી લઇ ને ‘એક સબળ સંપર્ક વર્તુળ કેમ બનાવવું’ સહિતના વિષયોને તો આવરી લેવાયા હતા.  ‘હું સહુથી સારો લેખક શી રીતે બની શકું?’ની  ગેરહાજરી સહુથી નોધપાત્ર આશ્ચર્યની વાત હતી.

20, – ખુશી

તમને શું ખુશ કરે છે?

જતીન માટે આ વર્ષ સારું રહ્યું હતું. તેનાં કૌટુંબિક જીવનના પક્ષે થોડી કિંમત ચૂકવી ને, પણ તેને ખોબે ખોબે તેની મહેનતનાં મીઠાં ફળ મળ્યાં હતાં. જ્યારે તેણે તેના મિત્ર બિપિનને કહ્યું કે તેની પાસે ખુશ થવાનાં પૂરતાં કારણો છે, ત્યારે બિપિને પૂછ્યું – “ખુશ થવા માટે કોઇ કારણ હોવું જરૂરી છે?”

 • સંદર્ભ : રાજેશ શેટ્ટી રચિત લઘુગાથા સંગ્રહ, અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત

 ૫૦ અને માત્ર ૫૦ શબ્દોમાં કહેવાયેલ ગાથાઓઃ

એવું લાગે કે કોઇ પણ વાત કહેવામાટે ૫૦ શબ્દોની મર્યાદા બહુ આકરી કહેવાય. પરંતુ,થોડી શિસ્ત અને થોડી સર્જનાત્મકતાનું યોગ્ય મિશ્રણ કરાય, તો ૫૦ શબ્દોમાં ઘણું કહી શકાય. આ લઘુ ગાથાઓ એ ૫૦ જ શબ્દોમાં કહેવાયેલ વાત છે – નહિ ૪૯ કે નહિ ૫૧, પરંતુ બરાબર ૫૦ જ.

લઘુ ગાથાના વિચારસાથેનો મારો પરિચય ડૅનીયલ પિંકના પુસ્તક “અ વ્હોલ ન્યૂ માઇન્ડ”, “A Whole New Mind” દ્વારા થયો હતો. મેં પહેલી લઘુગાથા એ વર્ષે જ લખી, અને તે પછી પાછું વાળીને નથી જોયું.દરેક લઘુ ગાથા પોતાનો એક આગવો સંદેશ પ્રસ્તુત કરે છે.

લઘુ ગાથાના ફાયદાઓઃ

૧- લઘુ ગાથા લેખન તમારી સર્જનાત્મકતાને વિકસાવે છે. કોઇ પણ નિગ્રહ સામાન્યતઃ ક્યાંતો સર્જનાત્મક્તાને વિકસાવે અથવા તો સામી લડત આપવા પ્રેરે છે.૫૦ શબ્દોમાં બધું જ કહેવા માટે ઘણું ‘પાછળ’ છોડી પણ દેવું પડે.બસ,આ જ તો છે સર્જનાત્મક્તાનાં ઝરણાં વહેતાં કરવાનો મોકો.

૨ – લઘુ ગાથા લેખન તમારી વિચાર શક્તિને તેની પરાકાષ્ઠાએ લઇ જવામાં મદદ કરે છે. શું લખવું? ૫૦ શબ્દોમાં જેને સમાવી શકાય તેવો વિષય પહેલાં તો વિચારી રાખવો પડે કે જે વિચાર્યું છે તેન ૫૦ શબ્દોમાં ઠાંસવું પડે. આ કરવામાટે વિચાર શક્તિને તેની કાબેલિયતનાં સર્વોચ્ચ શિખરે પહોંચાડ્યે જ છૂટકો થાય.

૩ – લઘુ ગાથા લેખન તમને શિસ્તબધ્ધ કરે છે. ૫૦ શબ્દોમાં શું લખવું, શું છોડી દેવું તે સખત અભ્યાસ માંગી લે છે.]]]]

અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “રાજેશ શેટ્ટી રચિત ‘લઘુ ગાથા’ સંગ્રહ : ગુચ્છ ૧ – અશોક વૈષ્ણવ

 • Ashok Vaishnav

  એક અનુવાદક તરીકે મેં મૂળ લેખકનાં હાર્દને જાળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે. તેમ છતાં જો કોઇ જગ્યાએ અધુરાશ અનુભવાતી હોય્ તો તે, સાહિત્ય પ્રકાર તરીકે લઘુ કથા સ્વરૂપનો કે મૂળ લેખક, શ્રી રાજેશ સેટ્ટી,નો નહીં પણ અનુવાદક તરીકે ના મારા મહાવરાની કચાશ ગણવી.

  આપ સૌના પ્રતિભાવો બદલ હાર્દિક આભાર.

 • Harshad Dave

  પરિવર્તનનો પડકાર છે કે તેનો પવન ફૂંકાય છે. શબ્દોના અપવ્યય કરીને જે ન કહી શકાય તે અલ્પતમ શબ્દોમાં કહેવાની આવડત બહુ ઓછા લોકોમાં હોય છે. પહેલા ભારેખમ શબ્દોમાં ઘણું કહેવાતું ત્યારબાદ સહુને સમજાય તેવી રીતે સરળ લખાણ લખવાની શરૂઆત થઇ. વિશ્વનો ટૂંકામાં ટૂંકો નિબંધ છે તે ‘મા’ છે. છે ને અદભુત!

 • hardik yagnik

  લઘુકથાના વિચાર ખુબ ગમ્યા.પણ એક વાર્તા તરીખે લેખક મનને કંઇ રુચ્યુ નહી. અંગત અભીપ્રાય છે.. બાકી વાંચીને મઝાતો આવીજ

 • નિમિષા દલાલ

  મુ. શ્રી. અશોકભાઇ.. આપની આ લઘુગાથાઓ ખુબ જ ગમી. એના ફાયદાઓ વાંચીને આપની સાથે વાત કરવાનું મન થયું છે.. આગળ પણ મારી વાર્તાઓ માટે હંમેશા હું આપના અભિપ્રાયની રાહ જોતી આવી છું… મને આપનુ ઈ-મેઇલ આઇ.ડી આપશો તો આભારી થઈશ.. સ્રિનાથજિઆર્ટ.કો.ઇન… આ મારુ આઈ.ડિ અઁગ્રેજિ મા

  • Ashok Vaishnav

   મેં તમારાઓ સંપર્ક કરવા માટે લિન્કડઇન પર એક સદેશો મુક્યો હતો, પરમ્તુ ક્યાં તો એ સંદેશો તમને પહોંચ્યો નથી અથવા તો તે વુઅક્તિ કદાચ બીજાં નિમિષા દલાલ હશે.
   આથી હું તમને મારો ઇ-મેલ ID આ માધ્યમ દ્વારા ફરૂથી મોકલું છુંઃ amvaishnav@indiatimes.com
   સાભાર – અશોક વૈષ્ણવ, અમદાવાદ