Daily Archives: June 20, 2016


અંતિમ સમયની વાતો.. – રામપ્રસાદ ‘બિસ્મિલ’, અનુ. પ્રતિભા અધ્યારૂ 1

આજે ૧૬ ડિસેમ્બર ઈ.સ. ૧૯૨૭ ના રોજ આ વાતનો ઉલ્લેખ કરી રહ્યો છું, કારણકે ૧૯ ડિસેમ્બર ઈ.સ. ૧૯૨૭, સોમવારના રોજ સવારે ૬ વાગ્યે આ શરીરને ફાંસી પર લટકાવી દેવાની તારીખ નિયત થઈ છે. એટલે મારે આ લીલા નિયત સમયમાં જ પૂરી કરી દેવી પડશે. આ સર્વ શક્તિમાન પ્રભુની લીલા છે, બધાં કાર્યો એની ઈચ્છાનુસાર જ થાય છે. આ પરમપિતા પરમાત્માના નિયમોનું જ પરિણામ છે કે કેવી રીતે અને કોણે દેહ ત્યાગ કરવાનો છે. મૃત્યુના બધા જ કારણો નિમિત માત્ર છે. જ્યાં સુધી કર્મ પૂરું નથી થતું, ત્યાં સુધી આત્માએ જન્મ મરણના બંધનમાં પડવું જ પડે છે, આ જ શાસ્ત્ર નિશ્ચય છે. છતાં પણ આ વાત તે પરબ્રહ્મ જ જાણે છે કે કયાં કર્મોના પરિણામ સ્વરૂપ કયું રૂપ આ આત્માએ ગ્રહણ કરવું પડશે પરંતુ, સ્વયં માટે આ મારો દૃઢ નિશ્ચય છે કે હું ઉત્તમ શરીર ધારણ કરી નવીન શક્તિઓ સહિત જલ્દી પાછો ભારતવર્ષમાં જ કોઈ નજીકના સંબંધી કે કોઈ ઈષ્ટમિત્રના ઘરે જન્મ ગ્રહણ કરીશ