Daily Archives: February 13, 2012


મૂળાક્ષરો : જન્મ અને ઉદય – વિજય જોશી 1

પ્રાચીન કાળમાં ઈજીપ્તની હાઇરોગ્લીફ્સ, મેસેપોટેમિયાની ક્યુનીફોર્મ, ચીનની લોગોગ્રામ કે ઈંડસ વેલીની અજ્ઞાત લિપિ વાપરીને મનુષ્ય એક બીજાના સંપર્કમાં રહેતો હતો, આ બધા પ્રકાર સામાન્ય જનસમુદાયને ઉપલબ્ધ ન હતા. પણ લગભગ ૪૦૦૦ વર્ષ પહેલા જયારે અક્ષરને ચિન્હને બદલે નાદ (અક્ષરનાદ) અવાજ આપવામાં આવ્યો ત્યારથી અક્ષરોએ એમનો ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું. અક્ષરો એ ભાષાના વસ્ત્રો છે – આભૂષણો છે. ભાષાએ વસ્ત્રો પહેરવાનું ક્યારે શરૂ કર્યું એની તપાસ કરીએ. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે અહી મૂળાક્ષરો અને લિપિ વિષેના સંશોધનની ચર્ચા કરીએ છીએ. બોલીની ભાષા દરેક દેશમાં ઘણી પ્રાચીન છે. વેદ અને ઉપનિષદો તો હજારો વર્ષોથી બોલાતા હતા પણ એ લખવાની ક્રિયા ઘણી મોડી ચાલુ થઈ.