William Shakespeare (1564 – 1616)
જન્મસ્થાન- Stratford-upon-Avon –
લંડન શહેરથી ૧૬૪ કિલોમીટર દૂર આવેલું આ ૮૦૦ વર્ષ જૂનું ગામ છે. લંડનથી કારમાં ૨ કલ્લાકનો પ્રવાસ છે. એવોન નદી કાંઠે વસેલું અતિ સુંદર ગામ છે. શેક્સપીયરનો ૪૦૦ વર્ષો મહેલા જે ઘરમાં જન્મ થયો તે ઘર – એના લખેલા સાહિત્યની જેમ – મૂળ સ્વરૂપમાં જાળવી રાખ્યું છે. શેક્સપીયરને અંગ્રેજી સાહિત્યનો સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર માનવામાં આવે છે.
શેક્સપીયરના સમયમાં ભૂતવિદ્યા, ડાકણનો શ્રાપ, જાદુ ટોણો વગેરે ઘણા પ્રચલિત હતા એટલે એના નાટકોમાં આ પ્રકારની જાદુવિદ્યાનો નાટકોમાં ઘણો ઉલ્લેખ થયો છે. ૩૭ બહુ જ સુંદર નાટકો ઉપરાંત સોનેટ પણ એણે લખેલા છે. શબ્દો પરનું અદભુત પ્રભુત્વ દરેક નાટકમાં દરેક પાના પર જોઈ શકાય છે. શેક્સપીયરે નાટકોમાં અનેક નવા શબ્દો અને વાક્પ્રચારો ઉમેરી અંગ્રેજી ભાષાને ઘણી સમૃદ્ધ બનાવી છે.
— મેકબેથ —
સ્કોટલેન્ડમાં ૧૧મી સદીમાં જન્મેલા રાજા મેકબેથ પર આધારિત હોવા છતાં ખરા મેકબેથ સાથે બહુ ઓછું સામ્ય છે. શેક્સપીયરે આ કાલ્પનિક નાટક ઈ. ૧૬૦૬ માં લખ્યું.
સારાંશ-
આયરલેન્ડ દેશ ઉપર વિજય મેળવ્યો તે વખતે આર્મી જનરલ મેકબેથને ત્રણ પરીઓ દેખાઈ અને કહ્યું કે ભવિષ્યમાં રાજા સલાહગાર થશે અને પછી રાજા બનશે. થોડા દિવસોમાં જ રાજાએ એને સલાહ્ગાર બનાવ્યો એ પછી મેકબેથનો પરીઓની ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ બેઠો. લેડી મેકબેથની સલાહ મુજબ રાજા ડંકનને એક દિવસ રાત્રે પોતાના મહેલમાં જમવાનું આમંત્રણ આપ્યું. તે જ રાતે રાજા ડંકનને મારી નાખી મેકબેથ સ્કોટલેન્ડનો રાજા બન્યો. રાજા બન્યા પછી પણ શંકાશીલ સ્વભાવ હોવાથી હત્યાકાંડ ચાલુ રહ્યો. અત્યાચાર અને કાવાદાવાથી સેનાપતિઓ પણ કંટાળી ગયા. રાજા ડંકનનો પુત્ર માલ્કમ બદલો લેવા અન્ય સેનપતિઓની મદદ લઇ અંગ્રેજી સેના સાથે આક્રમણ કરવા આવ્યો અને મેક્બેથનો પરાભવ કરી એનો વધ કર્યો.
શેક્સપીયરે અનેક નવા શબ્દો અને નવી વાક્ય રચનાઓનો શોધ કરેલો છે જે આજે અંગ્રેજી ભાષાના આભુષણ બની ગયા છે. ગુજરાતી વાચકોને આવા થોડા વાક્પ્રચારોની ઓળખાણ કરી આપવાનો પ્રયત્ન કર્યો છે.
“The be-all and the end-all “
MACBETH –
that this blow might be the be-all and the end-all –here, but here, upon the bank and shoal of time, we’d jump the life to come.
શેક્સપીયરે આ વાક્પ્રચાર અંગ્રેજી ભાષામાં પહેલી વાર આ નાટકમાં દાખલ કર્યો ત્યારે હેતુ હતો એ બતાવવાનો કે મેકબેથની આશા છે કે ડંકન રાજાને મારી નાખવાથી બધી (be-all) સમસ્યાઓનો અંત (end-all) આવશે એવી આશા કરે છે પણ એવી પણ શંકા કરે છે કે આ ક્રિયાના પરિણામો આ જીવનમાં (upon the bank and shoal of time) અને મૃત્યુ પછી (the life to come) પણ ભોગવવા પડશે. આજે અંગ્રેજી ભાષામાં આ વાક્ય નો અર્થ “બધી સમસ્યાનો આખરી અંત” એવો થયો છે.
“Chance may crown me “
MACBETH –
Chance will have me king, why, chance may crown me without my stir.
તકદીર કદાચ મેક્બેથને રાજા બનાવશે એ અર્થમાં શેક્સપીયરે આ વાક્ય વાપરેલું છે અને આવો પણ અર્થ કરેલો છે કે “નશીબમાં હશે તો થશે” કે “નશીબ બદલવું મારા જ હાથમાં છે” મેકબેથની આ દ્વિધા છે. એક બાજુ વિચારે છે કે બધું તકદીર પર છોડી દેવું જોઈએ પણ બીજી તરફ એ પણ વિચાર આવે છે કે કદાચ ( may ) તકદીર ઉપર છોડવાને બદલે બધું એને પોતાને જ કરવું પડશે. શેક્સપીઅરે “chance” એ શબ્દનો અર્થ અહીં તકદીર એવો કર્યો છે. આ નાટકમાં શેક્સપીઅરે મેક્બેથના મનનો (કદાચ દરેક માણસનો) સંઘર્ષ સુંદર રીતે વ્યક્ત કર્યો છે.
“What’s done is done”
Lady MACBETH –
Things without all remedy should be without regard: What’s done, is done
હત્યાકાંડ કર્યાનો મેકબેથને પસ્તાવો થતો હોય છે અને માનસિક આઘાત થાય છે એટલે સાંત્વન આપવા માટે લેડી મેકબેથ કહે છે કે ભૂતકાળ બદલી શકતો નથી, એને ભૂલી જવો જોઈએ. આ સલાહ આપનારી લેડી મેકબેથનો પોતાનો નિદ્રાનાશ થયેલો હોય છે અને ઊંઘમાં ચાલતી પાગલની જેમ ફર્યા કરે છે અને છેવટે આપઘાત કરે છે.
“knock knock! Who is there?”
મેકબેથ અને લેડી મેકબેથ બંને મળીને ડંકન રાજાને મારી નાખે છે ત્યારે કિલ્લાનો દ્વારપાલ અવાજથી જાગી ઉઠે છે અને એમ સમજે છે કે કોઈ દરવાજા પર ટકોરા મારે છે અને વિચાર કરે છે કે આટલું મોડું કોણ આવ્યું હશે. શેક્સપીઅર ના જમાનામાં લોકોને બહુ ગંભીર નાટકો ગમતા નહિ એટલે વચ્ચે વચ્ચે થોડા હાસ્ય પ્રસંગો મૂકવાની પ્રથા હતી એ પ્રમાણે અહીં બારણાનો ટકોરાનો અવાજ અને તે પછીની પ્રશ્નોત્તરી લખેલી છે. આજે તો લગભગ બધા દેશોમાં “knock knock ” ના તુક્કા ખૂબ પ્રચલિત થયા છે.
“Sound and fury”
Life’s but a walking shadow, a poor player
That struts and frets his hour upon the stage
And then is heard no more: it is a tale
Told by an idiot, full of sound and fury,
Signifying nothing.”
લેડી મેકબેથની આત્મહત્યા એ મેકબેથના મતે બહુ ચર્ચાસ્પદ અને આવેશાત્મક ઘટના હતી પણ બધું અર્થહીન હતું. જીવન એક ચાલતો પડછાયો છે- એક ખરાબ અભિનેતા – જે જીવનના નાટ્યમંચ પર થોડા સમય માટે આવીને કશું કાર્ય વગર આ દુનિયા છોડી જાય છે.
– – –
અક્ષરનાદના સંપાદકમંડળમાં હમણાં જ જોડાયેલા શ્રી વિજયભાઈ જોશીની સહસંપાદક તરીકે આ પ્રથમ કૃતિ છે. શેક્સપીયરના પ્રચલિત નાટક મેકબેથની અહીં તેમણે સારાંશ આપવાનો યત્ન કર્યો છે. સ્કોટલેન્ડમાં ૧૧મી સદીમાં જન્મેલા રાજા મેકબેથ પર આધારિત હોવા છતાં ખરા મેકબેથ સાથે તેને બહુ ઓછું સામ્ય છે. શેક્સપીઅરે આ કાલ્પનિક નાટક ઈ.સ. ૧૬૦૬ માં લખ્યું હતું.
બિલિપત્ર
ભીષણમાં ભીષણ આગ
ઓલવાઈ શકી હોત,
જો રેડાયો હોત
પાણીનો એક પ્યાલો સમયસર.
આપને શેક્સ્પિઅર વાચવાનો શોખ છે એ જાણી ઘણો આનન્દ થયો
મરો વિચાર અન્ય નાટકોનો અનુવાદ કરવાનો પણ છે
આભાર
શેક્શ્પિયર નાટકો નિ લેખમાળા મે બિયે ના અભ્યાસ વ્ખ્તે વાન્ચેલા.ખાસ કરિને મ્ને ટેમ્પેસ્ટ,સાય્લોક અને મિડ સમર ડરિમ ગ્મેલ આજ મેક્બેથ વિશે પણ સારિ માહિતિ મલિ.આભાર. જો શ્ક્ય હોય તો બિજિ પણ રચ્ના વિશે જરુરલ્ખ્જો. આવા સહિત્ય થિ આપડિ ગુજરાતિ ભાશા સમરુધ થ્શે.આપના જેવા સહિતય કાર ના અમે રુણિ થયશુ.અભિન્દન અને સ્દ્ભવ્ના સાથે કરાચિ પાકિસ્તાન થિ અમિરલિ.પ્ર્ણામ્.
બિલિપત્ર તમે વિલિઅમ (બિલિ) શેક્સપિઅરના નામ ઉપરનો શબ્દ શ્લેશ ગમ્યો
આભાર
macbethનો લઘુ, સરળ સારાનુવાદ .
બિલિપત્ર તો આન્ખે અડાડી ને માથે ચડાવવા જેવુ.