પંખીડું – રોબર્ટ ફ્રોસ્ટ, અનુ. વિજય જોશી 6


– Minor Bird – American Poet Robert Frost

I have wished a bird would fly away,
And not sing by my house all day;

Have clapped my hands at him from the door
When it seemed as if I could bear no more.

The fault must partly have been in me.
The bird was not to blame for his key.

And of course there must be something wrong
In wanting to silence any song.

પંખીડુ

ઈચ્છતો’તો કે એ પંખીડુ ઉડી જાય,
દિનભર મારા ઘર પાસે ન ગાય;

સહન કરવાની શક્તિ મેં ગુમાવી જયારે,
બારણા પાસે જઈ તાળીઓ પાડી ત્યારે.

પંખીનો સુર તો નિર્દોષ હતો.
વાંક થોડોઘણો તો મારો હતો.

ચોક્કસ આમાં કૈક તો ખોટું જરૂર હશે
ગીત નિઃસ્તબ્ધ કરવાની જો ઈચ્છા હશે

અવલોકન :

અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટ નિસર્ગના સાનિધ્યમાં રહેનારા કવિ હતા. સરળ શબ્દોમાં સામાન્ય દેખાતી ઘટનાને અસામાન્ય કરવાની કલાના ઉત્તમ સાધક હતા. કવિની દ્વિધા એના શીર્ષકથી શરુ થાય છે. બે અર્થો લઇ શકાય છે. એક અર્થ ક્ષુલ્લક (minor) અથવા બીજો અર્થ મંદ (minor musical note). શેક્સપીઅરના હેમ્લેટની દ્વિધા “કરું કે ન કરું” પ્રમાણે કવિ આ કાવ્યમાં પોતાની દ્વિધા દર્શાવે છે. પક્ષીના અવાજથી કંટાળી ગયા છે તો પણ એ ખબર છે કે પક્ષીનો ગાવાનો પણ એટલો જ અધિકાર છે.

મનુષ્ય અને નિસર્ગ વચ્ચેનો દૈનંદિન સંઘર્ષ અહી દેખાય છે. કવિ માને છે કે વૈયક્તિક સ્વાતંત્ર્ય – જેના પર અમેરિકાનું બંધારણ રચાએલું છે- ખુબ મહત્વનું છે અને ગીતનો અવાજ અથવા વિરોધી મતને દબાવવું ખોટું છે અને સૃષ્ટિ સાથે સંઘર્ષને બદલે સંપર્ક રાખવાની સલાહ આપે છે.

– વિજયભાઈ શાહ


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “પંખીડું – રોબર્ટ ફ્રોસ્ટ, અનુ. વિજય જોશી

  • Sanjay D Shah

    EXCELLENT POETRY BY ROBERT FROST AND THANKS TO VIJAY JOSHI ONE OF THE FINEST TRANS LITERATION I HAVE COME ACROSS!!!!!!

  • vijay joshi

    જિગ્નેશભાઈ,
    મારુ નામ ભુલથી વિજય શાહ લખાયુ છે સુધારવા નમ્ર વિનંતિ.
    સાભાર,
    વિજય જોશી

  • Pushpakant Talati

    વાહ ! ખૂબજ સરસ આલેખ ! !! !!!

    ” ચોક્કસ આમાં કાંઇક તો ખોટું જરૂર હશે
    ગીત નિસ્તબ્ધ કરવાની જો ઈચ્છા હશે ”

    ” and of course there must be something wrong – in wanting to silence any song ”

    સાચી વાત છે. દરેક જો આંતરમુખ થવાની કોશિશ કરે તો તો આ સમાજમાંથી બધીજ બદીઓ તેમજ ખરાબી તથા બૂરાઈઓ સદંતર નાબુદ થઈ જાય.

    મને છેલ્લી પંક્તિઓ અતિશય પસંદ પડી. અને ગુજરાતીકરણ સાથે ઓરીજીનલ અને અસલ રચના પણ મુકી તેથી તેથી વિશેષ આનંદ આવ્યો.
    — પુષ્પકાન્ત તલાટી . –

  • prakash

    નિસર્ગ ના સાનિધ્ય માં …..
    …..ખુબજ ગુઢ સંદેશો ખુબજ સરળ ભાષા માં.

  • Harshad Dave

    મનના ભાવો મુજબ કાઈ થતું નથી હોતું પણ આપણી નિરાશા બધે વ્યાપ્ત થયેલી દેખાય છે. મન ચંગા તો કથોટી મેં ગંગા. આપણી નિરાશા વિશ્વમાં ન ફેલાવીએ અને વિશ્વની પ્રસન્નતા આપણામાં ભરીએ. કહેવું સહેલું છે પરંતુ કરવું મુશ્કેલ.ટાગોર કહે છે ‘તારી સાથે કોઈ ન આવે તો એકલા ચાલો.નકારાત્મકતા અને કડવાશ વચ્ચે કેવી રીતે જીવવું એ શીખવા જેવું છે અને તે માટે જીવનની નીશાળ ઉત્તમ છે. ચાલો આજથી એવી રીતે જીવવાનો પ્રયત્ન કરીએ. કોશિશેં કામયાબ હોતી હૈ! આપણે ન ગઈ શકીએ તો સાંભળી તો જરૂર શકીએ, ખરું કે નહિ? – હદ.