આયના માંહ્યલો માણસ.. – ડેલ વિમ્બ્રો, અનુ. ભરત કાપડીઆ 4


The Guy in the Glass – by Dale Wimbrow

When you get what you want in your struggle for pelf,
And the world makes you King for a day,
Then go to the mirror and look at yourself,
And see what that guy has to say.

For it isn’t your Father, or Mother, or Wife,
Who judgement upon you must pass.
The feller whose verdict counts most in your life
Is the guy staring back from the glass.

He’s the feller to please, never mind all the rest,
For he’s with you clear up to the end,
And you’ve passed your most dangerous, difficult test
If the guy in the glass is your friend.

You may be like Jack Horner and “chisel” a plum,
And think you’re a wonderful guy,
But the man in the glass says you’re only a bum
If you can’t look him straight in the eye.

You can fool the whole world down the pathway of years,
And get pats on the back as you pass,
But your final reward will be heartaches and tears
If you’ve cheated the guy in the glass.

Dale Wimbrow (1895-1954)

આયના માંહ્યલો માણસ…

કરી સંઘર્ષ જીવનભર, પામો તમે પ્રાપ્તવ્ય જ્યારે
અને બનાવે જગ તમને સુલતાન દિન એકના
પછી કરો સામનો આયનાનો, ભાળો ખુદ તમને
સાંભળો પછી આયના માંહ્યલા એ જણનું કથન.

કેમ કે એ નથી તમારા માત-પિતા કે પત્ની
જેનો નિર્ણય કરશો શિરોધાર્ય
મદાર રાખવો ઘટે સર્વાધિક જેના નિર્ણય પર
તે તો પેલો આયના માંહેથી તાકતો જણ જ.

તે જ માણસ, રાજી રાખવો જેને, અવરની ફિકર ના
કેમ કે રહેશે તે જ પડખે તમારી, જીવનભર
ખતરનાક, કઠિન કસોટી કરી પાર
આયના માંહ્યલો માણસ, થયો જો યાર.

જીવનભર દુનિયા આખીને બનાવો મૂર્ખ તમે,
અને પામો તમારી પીઠ પર વાહવાહીની ટપલીઓ
કિન્તુ ખરો અંજામ આવે ઉરોભંગ અને આંસુમાં
જો હશે છેતર્યો, તમે આયના માંહ્યલા માણસને.

– અનુ. ભરત કાપડીઆ

સંપત્તિ, સત્તા અને પૈસો કોઈને પણ સાનભાન ભૂલવવા માટે પૂરતા અનિષ્ટો છે, એવા સમયે જ્યારે તમારા પ્રભાવને લીધે અનેક લોકો તમારી આગળ પાછળ ફરતા હોય, પ્રસંશાના પુષ્પો વેરતા હોય અને બદલામાં તમારી સત્તા, સંપત્તિનો ઉપયોગ કરવાનો યત્ન કરે ત્યારે તમારા સગા વહાલા, મિત્રો વગેરેમાંથી કોઈ તમને પૂર્ણપણે ઓળખી શક્શે નહીં, તમને તમારા મનના દરેક પ્રશ્નનો સાચો જવાબ આપી શક્શે અરીસામાં દેખાતો એ આયના માંહેનો માંહ્યલો. ૧૯૩૪માં ડેલ વિમ્ર્બો દ્વારા મૂળે અંગ્રેજીમાં લખાયેલી આ રચના તે પછી ખૂબ પ્રચલિત થઈ અને શબ્દોના ફેરફાર કરીને અનેક લોકોએ આ રચના સાથે પોતાનું નામ જોડ્યું. મૂળ રચનાનો એકે એક શબ્દ ખૂબ સૂચક છે અને એવો જ સુંદર અનુવાદ શ્રી ભરતભાઈ કાપડીઆની કલમે આપણને મળ્યો છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “આયના માંહ્યલો માણસ.. – ડેલ વિમ્બ્રો, અનુ. ભરત કાપડીઆ