સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પ્રતિભા અધ્યારૂ


અંતિમ સમયની વાતો.. – રામપ્રસાદ ‘બિસ્મિલ’, અનુ. પ્રતિભા અધ્યારૂ 1

આજે ૧૬ ડિસેમ્બર ઈ.સ. ૧૯૨૭ ના રોજ આ વાતનો ઉલ્લેખ કરી રહ્યો છું, કારણકે ૧૯ ડિસેમ્બર ઈ.સ. ૧૯૨૭, સોમવારના રોજ સવારે ૬ વાગ્યે આ શરીરને ફાંસી પર લટકાવી દેવાની તારીખ નિયત થઈ છે. એટલે મારે આ લીલા નિયત સમયમાં જ પૂરી કરી દેવી પડશે. આ સર્વ શક્તિમાન પ્રભુની લીલા છે, બધાં કાર્યો એની ઈચ્છાનુસાર જ થાય છે. આ પરમપિતા પરમાત્માના નિયમોનું જ પરિણામ છે કે કેવી રીતે અને કોણે દેહ ત્યાગ કરવાનો છે. મૃત્યુના બધા જ કારણો નિમિત માત્ર છે. જ્યાં સુધી કર્મ પૂરું નથી થતું, ત્યાં સુધી આત્માએ જન્મ મરણના બંધનમાં પડવું જ પડે છે, આ જ શાસ્ત્ર નિશ્ચય છે. છતાં પણ આ વાત તે પરબ્રહ્મ જ જાણે છે કે કયાં કર્મોના પરિણામ સ્વરૂપ કયું રૂપ આ આત્માએ ગ્રહણ કરવું પડશે પરંતુ, સ્વયં માટે આ મારો દૃઢ નિશ્ચય છે કે હું ઉત્તમ શરીર ધારણ કરી નવીન શક્તિઓ સહિત જલ્દી પાછો ભારતવર્ષમાં જ કોઈ નજીકના સંબંધી કે કોઈ ઈષ્ટમિત્રના ઘરે જન્મ ગ્રહણ કરીશ


અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા … 9

અક્ષરનાદ દ્વારા ઓગસ્ટ ૨૦૧૦ માં મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળામાં ધોરણ ૪ થી ૭ ના વિદ્યાર્થી મિત્રો માટે એક નિબંધલેખન સ્પર્ધાનું આયોજન થયેલું, અક્ષરનાદનું આ પહેલું નાનકડું સાહસ હતું. આ આખાય અનુભવ વિશે, તેના પ્રસંગોચિત સ્મરણો અને એ આખીય પ્રક્રિયાએ આપેલા વિચારબીજ વિશેની વાત આજે અહીં કરવાનો પ્રયત્ન કર્યો છે.


પિતાની અંતિમ વિદાયવેળાએ એક દિકરી – પ્રતિભા ભટ્ટ અધ્યારૂ 14

કોઈ દૂરના સંબંધી અથવા અજાણ્યાના મૃત્યુ કરતાં આપણા સહ્રદયી અથવા અત્યંત નિકટના સ્વજનના મૃત્યુનું દુઃખ આપણને વધારે લાગે છે. એમાં પણ મૃત્યુ પામનાર આપણા કોઈ વિશેષ અથવા આપણને અતિ પ્રિય હોય તો તો દુઃખની સીમા જ રહેતી નથી. તેમના મૃત્યુના સમાચાર સાંભળતા જ આપણે મૂઢ જેવા થઈ જઈએ છીએ. અને એ પણ જો અકાળે અણધાર્યુ કોઈનું અવસાન થઈ જાય, આખી જીંદગી જેને સામાન્ય તાવ પણ ન આવ્યો હોય તે માણસ એક બે દિવસની નાનકડી બિમારીમાં મૃત્યુ પામે તો તો આપણા ઉપર આભ તુટી પડે છે

આવી જ એક ઘટના મારી સાથે પણ થઈ… દિવસ હતો ૧૦ એપ્રિલ ૨૦૧૦.


બાબો કે બેબી? – પ્રતિભા અધ્યારૂ 9

21મી સદીમાં પણ હજી એવા ઘણાં મુદ્દાઓ છે જે 18મી સદીમાં સ્થિર થઇ ગયા છે. દીકરી કે દીકરો એ ચર્ચા અને એ વિશેની વાતો ખૂબ થાય છે પણ એ વિષય પર હજી સમાજમાં સુધારાનું પ્રમાણ ખૂબ ઓછું છે. લોકોની વિચારસરણીને બદલાંતા વર્ષો લાગ્યાં છે, સદીઓ લાગી છે, અને છતાંય હજી એ જ જરીપુરાણી માન્યતાઓ, એ જ જડ રૂઢીઓ ચાલી રહી છે. પ્રસ્તુત છે દીકરો કે દીકરી એ વિષય પર મારા થોડાક વિચારો – મંતવ્યો.


અમારી પુત્રી અને શાળાનો પ્રથમ દિવસ – પ્રતિભા અધ્યારૂ 6

જો આપ માતા પિતા હોવ તો આપને ખ્યાલ હશે કે બાળકને પ્રથમ દિવસે શાળાએ લઇ જવું, ત્યાં બેસાડવું, રડતું ચુપ રાખવું અને એ આખો દિવસ તેના પાછા આવવાની પ્રતીક્ષા કરવી…. મારા માટે આ અનુભવ કાંઇક આવો જ રહ્યો, જો કે વધારે ચિંતાજનક અને અકળાવનારો. આપની સાથે આજે વહેંચી રહી છું અમારી પુત્રી હાર્દીને શાળાએ લઇ જવાના પ્રથમ દિવસનો અનુભવ.


વિવિધ પ્રકારનાં સૂપ બનાવો – પ્રતિભા અધ્યારૂ 2

હોટ એન્ડ સોઅર સૂપ સામગ્રીઃ ૧/૨ કપ કોબી, ૧/૨ કપ ગાજર, ૧/૨ કપ ફેંચ બીન્સ, ૧/૨ કપ ઘોલર મરચાં, ૧/૨ કપ સોયા બીન્સ અથવા ૧ કપ પલાળેલા વટાણા, ૪ થી ૬ કપ પાણી, ૧/૪ કપ વિનેગાર, ૨ ચમચી તેલ ,૧ ચમચી કાળા મરી, ૧ ચમચી સોયાસોસ, ૪ ચમચી કોર્ન સ્ટાર્ચ, પ્રમાણસર મીઠું. રીતઃ શાકને બારીક સમારી લેવું , ફ્રાયપેનમાં તેલ ગરમ કરવા મૂકવું અને પછી ગરમ થાય એટલે સમારેલું શાક નાખી જલદી જલદી સાંતળવું. સાંતળાઇ જાય એટલે તેમાં પાણી અને પ્રમાણસર મીઠું નાખવુ એક ઉભરો આવે ત્યારબાદ ઘીમાતાપે બે મિનિટ ચડવા દેવું. કોર્ન સ્ટાર્ચ ઠંડા પાણીમાં હલાવી સૂપની અંદર નાખવું. કોર્ન સ્ટાર્ચ નાખ્યા બાદ સૂપને હજી એક વાર ઉકળવા દેવું. ગરમ ગરમ સૂપને પીરસવું. સ્પિનેચ  સૂપ   સામગ્રીઃ ૨૦૦ ગ્રામ પાલખની ભાજી, ૧૦૦ ગ્રામ બટેટા, ૧ ચમચો માખણ, ૧ ચમચી મેંદો, ૧ કપ દૂઘ, પ્રમાણસર મીઠું, મરીનો ભૂકો, જીરૂનો પાવડર. રીતઃ પાલખની ભાજીને ઝીણી સમારી ઘોઈ એક તપેલીમાં પાણી ઉકાળી તેમાં નાખવી. બટેટાને છોલી, કટકા કરી બફાય એટલે ઉતારી ચમચાથી ઘૂંટી એકરસ કરવું. પછી ગરણીથી ગાળી લેવું. એક તપેલીમાં માખણ ગરમ કરી, મેંદો નાખી , બરાબર શેકાય એટલે દૂઘ નાખવું. થોડી વાર હલાવી તેમાં સૂપનું પાણી, મીઠું, જીરૂનો પાવડર, મરીનો ભૂકો નાખવો. સર્વ કરતી વખતે થોડું ખમણેલું ચીઝ ભભરાવવું.  રશિયન સૂપ સામગ્રીઃ ૧ ખમણેલું બીટ, ૫૦૦ ગ્રામ વટાણા, ૧૨ નંગ ફણસી, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૨ બટેટા, ૨ ટમેટા, ૨ ચમચી માખણ, ૧ ચમચી લીંબુનો રસ, ૨ કાંદા, કોબીનો ટુકડો, પ્રમાણસર મીઠું, મરી. રીતઃ ફણસી, વટાણા, બટાટા,ટમેટા,કાંદા,કોબીને સમારી પાણીમાં બાફી નીતારી એકરસ બનાવી ગાળી લેવા. બાફેલા શાકનું પાણી જુદુ રાખવું. આ પાણી એક તપેલીમાં ઉકળવા મૂકવું. […]