ધોવા નાખેલા જીન્સનું ગીત – ચંદ્રકાન્ત શાહ; પઠન RJ દેવકી 1
અમદાવાદમાં અમારા પુસ્તકવિમોચન પ્રસંગે જાણીતા આરજે દેવકીએ ચંદ્રકાન્તભાઈ શાહના સ્મરણમાં એમના અદના ચાહક તરીકે આ કાવ્યનું પઠન કર્યું હતું. પ્રસ્તુત છે એ કાવ્ય અને એના પઠનનો વિડીયો.
અમદાવાદમાં અમારા પુસ્તકવિમોચન પ્રસંગે જાણીતા આરજે દેવકીએ ચંદ્રકાન્તભાઈ શાહના સ્મરણમાં એમના અદના ચાહક તરીકે આ કાવ્યનું પઠન કર્યું હતું. પ્રસ્તુત છે એ કાવ્ય અને એના પઠનનો વિડીયો.
આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ જે ગત બે અઠવાડીયે ‘જુમો ભિસ્તી’ અને ‘ખરી મા’ ઑડીયો પ્રસ્તુતિ સાથે સુંદર રીતે શરૂ થયો અને આગળ વધ્યો છે. કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝનમાં આજે માણીએ શ્રી સુરેશ જોશી રચિત સુંદર વાર્તા ‘થીગડું’. આજના રેકોર્ડિંગની આગવી વાત છે બે અલગ અલગ કથાનકોમાંની જુદા પ્રવાહમાં વહેતી બે વાર્તાઓનું સામંજસ્ય કરતી અનોખી વાર્તા થીગડું. પ્રભાશંકરના જીવનની એકલતાની ઝાંખી સાથે ચિરાયુની જીવનને જાળવી રાખવાની, અમરતાની ઝંખના વાર્તાના રેકોર્ડિંગમાં પણ આગવું વાતાવરણ રચી ગઈ.
આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ જે ગત અઠવાડીયે ‘જુમો ભિસ્તી’ ઑડીયો પ્રસ્તુતિ સાથે શરૂ થયો છે અને જેને અનેક મિત્રોએ હોંશભેર વધાવ્યો છે, તે આ સાથે આગળ વધે છે. આજે માણીએ શ્રી રમણલાલ વ. દેસાઈની સુંદર વાર્તા ‘ખરી મા’. આજના રેકોર્ડિંગની આગવી વાત છે વાર્તાનું વાંચનને બદલે ત્રણ ભિન્ન પાત્રોના અવાજમાં નિરુપણ, જો કે એમ કરતાં એ નાટક જેવું ન થઈ જાય એ જોવાનો પ્રયત્ન પણ કર્યો છે. અહીં મારા ચાર વર્ષના પુત્ર ક્વચિતનો સ્વર કુસુમાયુધ માટે લીધો છે, તો માના પાત્રમાં પ્રતિભાનો સ્વર લીધો છે, જેથી વાર્તાના રેકોર્ડિંગમાં થોડુંક નવીનતત્વ ઉમેરી શકાય. આશા છે આ અખતરો પણ આપને ગમશે.
તો અક્ષરનાદ પર જે નવી શરૂઆત માટે દિવાળી પહેલાથી પ્રયત્ન શરૂ કર્યો હતો એ આજથી સાકાર થવા જઈ રહ્યો છે… અને એ છે કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝન. આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ છે. કેટલાક મિત્રોએ આ નવી શરૂઆતની જાહેરાતને વધાવીને પ્રોત્સાહન આપ્યું છે, એટલે આ પ્રથમ વાર્તા અમારા માટે પરીક્ષા સમાન છે, એ આપને કેવી લાગી, સાંભળવામાં આપને શું ગમ્યું, શું ન ગમ્યું, પ્રસ્તુતિ અને પસંદગી વિશે આપના વિચારો વગેરે અમને જણાવશો તો નવા રેકોર્ડિંગ વખતે એ બાબતોને ધ્યાનમાં રાખી વઘુ ગુણવત્તાસભર પ્રસ્તુતિ કરી શકીશું.
બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે શ્રી માધવ રામાનુજ કૃત અને હિમાલી વ્યાસ નાયકના સ્વરમાં ગવાયેલું સુંદર ગીત, ‘કોઈના અનહદ સ્મરણમાં…’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ શ્રી હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.
ગત તા. ૧૮ એપ્રિલે ગુજરાતી ગીતોના બે સુંદર આલ્બમનું ડીજીટલ લોકાર્પણ થયું, ‘શબ્દ પેલે પાર’ અને ‘છલક છલક’. ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકો દ્વારા લખાયેલ ગીતો જેનો ભાગ છે તેવી કૃતિઓને જાણીતા ગાયકોએ પોતાનો સ્વર આપ્યો છે. ક્રેસૅન્ડો અને યુનિવર્સલ મ્યૂઝિક દ્વારા જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેવા આ ગુજરાતી રચનાઓના આલ્બમના ગીતોને સંગીત દિગ્દર્શક છે શ્રી પરેશ નાયક, અહીં પ્રસ્તુત કાવ્યરચનાઓના સર્જકો છે નિરંજન યાજ્ઞિક, વિનોદ જોશી, ચિંતન નાયક, હેમંત કારીયા, તુષાર શુક્લ, હિતેન આનંદપરા, માધવ રામાનુજ, સુંદરમ, હિમાંશુ જોશી, લાલજી કાનપરીયા અને સંધ્યા ભટ્ટ. આ ગીતોને સ્વરથી સજાવ્યા છે સુપ્રસિદ્ધ ગાયકો જેમ કે સાધના સરગમ, માલિની પંડિત નાયક, પ્રહર વોરા. ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, પરેશ નાયક.
બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે સંધ્યાભટ્ટ કૃત અને સાધના સરગમના સ્વરમાં ગવાયેલું સુંદર શીર્ષક ગીત, ‘શબ્દ પેલે પાર..’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.
અક્ષરનાદ પર કલાસમૃદ્ધ સાહિત્યકારો, કલાકારો તથા કસબીઓની સાથે મુલાકાતનો એક નવો અને અનોખો વિભાગ થોડા વખત પહેલા શરૂ કર્યો છે. રંગમંચ પર તથા અનેક ફિલ્મો / ધારાવાહીકોમાં અભિનય કરનાર મિત્ર શ્રી મેહુલભાઈ બૂચ આ વિચાર અને વિભાગના પાયામાં છે. તેમના પ્રયત્નો તથા અક્ષરનાદના વાચકોને સતત નવું આપવાની ઈચ્છાને લીધે જ આ વિભાગ શરૂ થઈ શક્યો છે. ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, સતત પાંચ પાંચ વર્ષથી અગ્રગણ્ય રહેનાર ધારાવાહીક, રોજ સાંજે સાડા આઠ વાગ્યે સબ ટીવી પર પ્રસ્તુત થતી, શ્રી તારક મહેતા સાહેબની ચિત્રલેખામાં વર્ષોથી પ્રસ્તુત શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા” નું ટેલિવિઝન સ્વરૂપ એટલે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીક. તેમાં “દયાભાભી” નું પાત્ર ભજવતા શ્રી દિશાબેન વાકાણી સાથે અક્ષરનાદ માટે ‘તારક મહેતા….’ સીરીયલના સેટ પર જ એક મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે, સીરીયલના અનુભવો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. દિશાબેનના તદ્દન સરળ અને મળતાવડા સ્વભાવને લીધે આ મુલાકાત ઔપચારીક ઈન્ટર્વ્યુ ન રહેતા એક યાદગાર વાતચીત બની રહી, શૂટીંગમાંથી પણ લાંબો સમય કાઢીને મુલાકાત બદલ અને એનું લેખિત તથા રેકોર્ડિંગ સ્વરૂપ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ દિશાબેનનો ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત છે શ્રી દિશાબેન વાકાણી સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૨
અક્ષરનાદ પર કલાસમૃદ્ધ સાહિત્યકારો, કલાકારો તથા કસબીઓની સાથે મુલાકાતનો એક નવો અને અનોખો વિભાગ થોડા વખત પહેલા શરૂ કર્યો છે. રંગમંચ પર તથા અનેક ફિલ્મો / ધારાવાહીકોમાં અભિનય કરનાર મિત્ર શ્રી મેહુલભાઈ બૂચ આ વિચાર અને વિભાગના પાયામાં છે. તેમના પ્રયત્નો તથા અક્ષરનાદના વાચકોને સતત નવું આપવાની ઈચ્છાને લીધે જ આ વિભાગ શરૂ થઈ શક્યો છે. ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, સતત પાંચ પાંચ વર્ષથી અગ્રગણ્ય રહેનાર ધારાવાહીક, રોજ સાંજે સાડા આઠ વાગ્યે સબ ટીવી પર પ્રસ્તુત થતી, શ્રી તારક મહેતા સાહેબની ચિત્રલેખામાં વર્ષોથી પ્રસ્તુત શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા” નું ટેલિવિઝન સ્વરૂપ એટલે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીક. તેમાં “દયાભાભી” નું પાત્ર ભજવતા શ્રી દિશાબેન વાકાણી સાથે અક્ષરનાદ માટે ‘તારક મહેતા….’ સીરીયલના સેટ પર જ એક મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે, સીરીયલના અનુભવો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. દિશાબેનના તદ્દન સરળ અને મળતાવડા સ્વભાવને લીધે આ મુલાકાત ઔપચારીક ઈન્ટર્વ્યુ ન રહેતા એક યાદગાર વાતચીત બની રહી, શૂટીંગમાંથી પણ લાંબો સમય કાઢીને મુલાકાત બદલ અને એનું લેખિત તથા રેકોર્ડિંગ સ્વરૂપ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ દિશાબેનનો ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત છે શ્રી દિશાબેન વાકાણી સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૧
ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીકમાં “બાઘા” નું પાત્ર ભજવતા શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો અને તેમના વિશે, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. પ્રસ્તુત છે શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૨
ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીકમાં “બાઘા” નું પાત્ર ભજવતા શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો અને તેમના વિશે, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. પ્રસ્તુત છે શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૧
મુર્તઝાભાઈ પટેલની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, અને વાચકમિત્રોના અપાર પ્રેમને પામી છે. પણ આજે તેઓ પોતાની ઘરેડથી અલગ – નવી જાણકારી, મેનેજમેન્ટ અને વ્યવસાયિક વાતોને મૂકીને એક હ્રદયસ્પર્શી પ્રસંગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. વળી આ પ્રસંગ તેમના અવાજમાં સ્વરબદ્ધ પણ થયો છે, તો આવો આજે વાંચીએ, સાંભળીએ અને માણીએ મુર્તઝાભાઈ પટેલની નવી કૃતિ, ‘દુવાની અસર…’ પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મુર્તઝાભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.
>ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઘરેડથી બહાર નીકળીને કાંઈક નવું કરવાનો પ્રયત્ન ખૂબ જવલ્લે જ જોવા મળે છે. ઈ-પુસ્તકોનું ક્ષેત્ર પણ જ્યાં હજુ ખૂબ જૂજ પ્રકાશકો – લેખકો ખેડવા તૈયાર થાય છે એવામાં અનેકવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા હાર્દિકભાઈ યાજ્ઞિક તેમના અદભુત અવાજ અને તેમની જ કલમે આકાર પામેલી, વાચકો દ્વારા ખૂબ વખણાયેલી – વંચાયેલી તેમની વીસ વાર્તાઓની ઑડીયોબુક (ઑડીયો સી.ડી) લઈને આવી રહ્યા છે. અક્ષરનાદ પર આજે તેમાંની એક વાર્તાનો થોડોક ભાગ ઑડીયો સ્વરૂપે મૂકાઈ રહ્યો છે જેથી વાચકમિત્રોને તથા ટૂંકી વાર્તાઓના ચાહકોને એ રેકોર્ડીંગ તથા વાર્તાઓની હ્રદયસ્પર્શી અસરની એક ઝલક મળી રહે, આજે પ્રસ્તુત છે તેમાંની એક વાર્તા, ‘ઝૂંપડાનું વાસ્તુ’ નો કેટલોક ભાગ.
શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ પૂર્વે એક લેખ પ્રસ્તુત થયેલો, આજની પ્રસ્તુતિ એ જ શૃંખલાની બીજી કડી છે. આ વિસ્તૃત લેખ એક સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો…. પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટનો બીજો ભાગ…. આજે આપણે વાત કરી રહ્યા છીએ ફક્ત નરસિંહ મહેતાના સર્જન વિશે.
ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી એ પછી લગભગ એક વર્ષના ખૂબ જ ટુંકા સમયમાં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” લઈને ઉપસ્થિત થયા છે. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, એંશી જેવી સુંદર ગઝલો ધરાવતા આ સંગ્રહને સુંદર આવકાર આપીએ અને જીજ્ઞાબહેનની કલમે આપણને આવી સુંદર – માતબર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ. ગઝલસંગ્રહ સાથે તેમણે એ ગઝલોને સ્વર પણ આપ્યો છે અને એ ગાયકી ધરાવતી સી.ડી તેમણે અક્ષરનાદને સંગ્રહની સાથે પાઠવી છે. આજે માણીએ તેમના સંગ્રહની પ્રથમ ગઝલ, વાંચવાની સાથે સાથે સાંભળીએ તેમના જ સ્વરમાં, સંગીત સંચાલન અને રેકોર્ડિગ ભદ્રાયુ રાવળનું છે. સંગ્રહ તથા ઑડીયો સીડી અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.
જેસલ તોરલની વાત કચ્છની અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિની અનોખી તાસીરને – એ મહામાનવોની વાતને વિશાળ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. બે બે ડાકુઓના – લૂંટારાઓના હ્રદય પરિવર્તન કરાવનાર અને જીવતે જીવત જેમની માનતાઓ મનાતી, શ્રાપિત અપ્સરા માનવામાં આવતાં એવા સતી તોરલની વાતે તો આજેય માથું નમી પડે છે. એ વાતને ખૂબ હ્રદયંગમ રીતે આ નાટકમાં વણી લેવાયેલી, અને એ જ આ નાટકનો સૌથી મોટો ભાગ પણ હતો – અને સૌથી વધુ મનોહર તથા મહેનત માંગી લેતો ભાગ પણ. આ રેકોર્ડીંગમાં મેં સાંસતીયાજીનો અવાજ આપ્યો છે, જેસલનો અવાજ આપ્યો છે મુકેશભાઈ મેકવાને. આશા છે આપને આ નાટક ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો ચોથો અને અંતિમ ભાગ સાંભળવાનું ગમશે. આ વિશે આપના વિચારો અને પ્રતિભાવ જાણવા રસપ્રદ થઈ રહેશે. તો સાંભળીએ આ ચોથો અને અંતિમ ભાગ
વચ્ચે એક દિવસના વિરામ બાદ આજે પ્રસ્તુત છે નાટક ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો ત્રીજો ભાગ, જે સમાવે છે શ્રી મેઘાણીની અમર રચના એવી ચારણકન્યા વિશેની વાતને અને રસધારમાંથી વાર્તા ‘દીકરો’. આ ભાગ આમ જોવા જાઓ તો સંપૂર્ણપણે સૌરાષ્ટ્રની – ગુજરાતની દીકરીઓના ખમીર અને સક્ષમ મનોબળનો પરચો કરાવતો વિશેષ ભાગ બની રહ્યો છે. સંજોગોવશાત ઉપરોક્ત બંને પ્રસંગો – વાતોમાં આવતી કન્યાનું નામ હીરબાઈ છે – હીર એટલે ખમીર, હિંમત, મક્કમ મનોબળ, અને એ સૌરાષ્ટ્રની બહેન દીકરીઓમાં ભારોભાર ભર્યું છે. સાંભળો આજે આ ત્રીજો ભાગ.
જો કે આ નાટકની વાર્તાઓ પસંદ કરતી વખતે મારી સૌપ્રથમ પસંદગી હતી રા’નવઘણ. રા’નવઘણની વાત ભલે લોકોને ‘લાર્જર ધેન લાઈફ’ લાગી હોય પણ મેં એ માયલા (એ ભાતના) લોકો સાથે છેલ્લા પાંચ વર્ષથી ઘરોબો બાંધ્યો છે – આહીરો સાથે લગભગ અતૂટ કહી શકાય એવો મિત્રતાનો અને ક્યાંય એથીય વધુ સંબંધ બંધાયો છે, અને એ જ અંતર્ગત તેમના ઘરોમાં ગૃહીણીઓના પહેરવેશ – જીમી વિશેનો પહેલો સવાલ મિત્ર માયાભાઈને અને તે પછી રામપરા ગામના સરપંચ લક્ષ્મણભાઈના ઘરે એમના પિતાજીને મેં કર્યો હતો, અને સૌરાષ્ટ્રની રસધાર’માંની જ એ અનોખી વાત તેમના કંઠે એક અલભ્ય અને અનોખા આદર સાથે સાંભળી હતી, આજેય જે પરંપરામાં શોક પાળવા અમુક પ્રકારના જ વસ્ત્રો અને સાદગી જીવનભર પાળતી પેઢીઓ વહી આવે છે એ રા’નવઘણની વાતે મને ખૂબ આકર્ષ્યો હતો. પરંતુ એક અથવા અન્ય પ્રાયોગીક કારણસર એ શક્ય થઈ શક્યું નહીં. ફરી ક્યારેક એ વિશેષ પ્રસ્તુતિ સાથે પ્રગટ થશે એવી અપેક્ષા તો ખરી જ ! તો ચાલો સાંભળીએ વાત ચાંપરાજ વાળાની… ચાંપરાજ વાળાની – અપ્સરાઓ સાથેની તેની મુલાકાત અને સંવાદની – એ પછી મોચીને મળેલા વરદાન અને દિલ્હીની શાહઝાદીને ઉપાડી લાવવાની તેની ધૃષ્ટતા તથા તે પછી થયેલુ યુદ્ધ અને એમાં સૌથી પહેલા મૃત્યુ પામેલ જોગડો ઢોલી અને બીજો ચાંપરાજ વાળો – એમ આખુંય નાટક ખૂબ હ્રદયંગમ રીતે બાળકો દ્વારા ભજવાયું, તેના અમુક ફોટોગ્રાફ્સ પણ અહીં મૂકી રહ્યો છું.
ત્રણેક મહીના પહેલા એક સાંજે અચાનક જ મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકનો ફોન આવ્યો, કહે, આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ એવી સૌરાષ્ટ્રની રસધારને નાટક સ્વરૂપે રજૂ કરવી છે, તેમાંથી તમારી પસંદગીની વાર્તાઓ કહો. આ વર્ષે સૌરાષ્ટ્રની રસધારમાંથી કેટલીક વાર્તાઓ અને કેટલાક મેઘાણીગીતોને લઈને બનાવવું હતું ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્ય સ્વરૂપે. શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક ભલે કેનેડા પહોંચ્યા છે, પરંતુ તેમની સાથે, જયેશભાઈ, શૌનકભાઈ તથા મુકેશભાઈ સાથે ડી સ્કવેર સાઊન્ડ, નડીયાદમાં ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટકના ઑડીયો રેકોર્ડીંગ વખતે વીતાવેલી કેટલીક સરસ અને યાદગાર પળો જીવનભરનું નજરાણું છે. આજથી આ નાટક ચાર ભાગમાં અક્ષરનાદ પર રોજ એક ભાગ રૂપે રજૂ થશે. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે આ જ નાટકની કૃતિ – પ્રજાવત્સલ દેપાળદે મહારાજની વાત. આમ તો આ સળંગ નાટક છે, પરંતુ એકથી બીજી વાર્તા બદલાય ત્યાંથી તેને અલગ કરી ચાર વાર્તાઓને ચાર ભાગમાં રજૂ કરી છે.
આંખો મળી અને હૈયાને બળતરા મળી, શમાની યાદમાં સદાકાળ બળતા રહેતા પતંગીયાનું નસીબ પેલા શમા પર કુરબાન થઈને બળી જતા પતંગીયા સાથે સરખાવીએ તો કોણ વધુ સુખી લાગે? પ્રીત તો સતત વધતી જ રહેવાની, અને એની સાથે પ્રીતમાં મળતી મુશ્કેલીઓ પણ વધવાની, ગમે તેવા મુશ્કેલ સંજોગને આધીન રહીને પ્રેમ માટે જીવવાનું જેમને ફાવી ગયું છે એવા લોકો માટે પણ પ્રીતની કેડી સુંવાળી તો નથી જ. પ્રેમની અને પ્રેમીઓના હૈયાની આવી જ વાતો અનેક અર્થો સાથે પ્રસ્તુત ગઝલમાં નિર્દિષ્ટ છે. આશા છે શ્રી શૂન્ય સાહેબની આ ગઝલ તેમના જ સ્વરોમાં સાંભળવી સૌને ગમશે.
અક્ષરનાદના જન્મદિવસે ગત વર્ષથી શરૂ કરેલ આયોજનને આગળ વધારવાના પ્રયત્નરૂપ અક્ષરપર્વ – ૨ ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગત વર્ષે યોજાયેલા અક્ષરનાદના સુંદર પર્વની યાદોમાંથી મેં ગાયેલું એક ગીત આજે પ્રસ્તુત છે. શ્રી ધ્રુવ ભટ્ટનું આ ગીત આમેય મારી કાયમી પસંદગી છે. અને અક્ષરપર્વમાં પણ મેં એ જ ગાયુ હતું. હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલન હેઠળ યોજાયેલ ‘સૂર ઉમંગી’ આયોજનની આ અનેરી યાદ સતત મનમાં રહી છે, અને એટલે જ આ આયોજનનો વિડીયો પહેલા મૂક્યો હોવા છતાં આજે ફરી તેને ઑડીયો સ્વરૂપે યાદ કરવાનું મન થયું. આશા છે આપને ગમશે. ગત વર્ષે યોજાયેલા અક્ષરપર્વના વિડીયો અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.
અક્ષરનાદના એક આગવા સહયોગી, લેખક કવિ, મખમલી અવાજના માલિક અને ખરા અર્થમાં કળા અથવા સાહિત્ય કહી શકાય તેવા અનેક ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકનું એક ગીત આજે પ્રસ્તુત છે. ગીતને અવાજ આપ્યો છે ખ્યાતનામ ગાયક શ્રી જીતેન્દ્રભાઈ જોશીએ. ઈશ્વરને શોધતા માણસને સાચી દિશામાં આંગળી ચીંધવાનું પુણ્ય લેતા આ કાવ્યમાં હાર્દિકભાઈ સરળ રીતે ઈશ્વરના અસ્તિત્વ વિશેની માર્મિક વાત કહે છે. તેમની મોટાભાગની રચનાઓની જેમ સાચી સર્વધર્મસમાનતાની વાત અહીં તેઓ ચર્ચે છે. મંદિરો દુકાનો બની ગયા છે અને માણસ માણસને આભડછેટને લીધે ઉંચ નીચના ભાવોમાં અટવાય છે ત્યારે સાચા ઈશ્વરની શોધ કઈ રીતે કરી શકાય તે હાર્દિકભાઈ બતાવે છે. પ્રભુ તેમને પણ રચનાત્મકતારૂપી સાચા ઈશ્વરની સદાય સમીપ રાખે તેવી ઈચ્છા અને શુભકામનાઓ સાથે આજે તેમના જન્મદિવસે તેમનું જ આ ગીત તેમને સાદર.
ઝવેરચંદ મેઘાણીનું એક ઓછું જાણીતું પણ અત્યંત ચોટદાર ગીત ‘છેલ્લી સલામ’ આજે સાંભળીએ. ગાંધીજીએ બ્રિટિશ સરકારના 1935ના કોમી ચુકાદા સામે અનશન આરંભેલું. ગોળમેજી પરિષદમાં ગયેલા ત્યારે તો તેમણે કહેલું જ કે, ‘હરિજનોને તમે હિન્દુથી અલગ બેઠકો આપશો તો હું મારો જીવ હોડમાં મૂકીશ.’ પણ બ્રિટિશ સરકારને એમ કે ગાંધીએ તો બીજા રાજકીય નેતાઓની જેમ પોલી ધમકી આપી હશે, એટલે હરિજનોને અલગ મતાધિકાર આપ્યો. અને બાપુ તેને બદલાવવા – મૂળે તો જેમાંથી આ પ્રશ્ન ઊભો થયો હતો તે હિન્દુઓનું માનસ બદલાવી અસ્પૃશ્યતા મિટાવવા — અનશન પર ઊતર્યા. એ અવસરે મેઘાણીએ સરજ્યું ‘સો-સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે.’ આ ગીત સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કવિના મતે સ્વતંત્રતા કે સ્વાધીનતા કઇ ચીજ છે. કવિએ એમાં ગાંધીજીના આરાધ્ય રામને પણ ઠપકો આપ્યો છે, ધર્મની ધજાવાળાને ફટકાર્યા છે, ગુસાઇ – મહંતોને સંભળાવવામાં પણ મણા નથી રાખી.
પરંપરિત કથાઓ અને લોકવાણીના સંશોધન અને લોકજીવનની પરાક્રમગાથાઓ આલેખવા સૌરાષ્ટ્રની આખીય ભોમકા અગણિતવાર ખૂંદી વળનાર શ્રી ઝવેરચંદ મેઘાણી એક વખત મછવામાં એવા જ કોઈક કામે નીકળ્યા છે, આવી એક અંધારી માઝમ રાતે સામતભાઈની સાથે તેઓ સંત સાંસતિયા, સતી તોરલ અને જેસલ જાડેજાની વાત માંડે છે. સૌરાષ્ટ્રના લોકજીવન પર આધારિત ‘પુરાતન જ્યોત’ પુસ્તકમાંથી જેસલ તોરલ કથાનું ‘સોરઠ સરવાણી સંપુટ’ હેઠળ થયેલું બિનધંધાદારી ઑડીયો રેકોર્ડીંગ આજે પ્રસ્તુત છે, કથાકાર છે સંતસાહિત્યના મર્મજ્ઞ અને વિદ્વાન શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ, સાથે ભજનસુરો છે પુષ્પા છાયા, નેહા ત્રિવેદી અને બ્રિજેન ત્રિવેદીના.
પરંપરિત કથાઓ અને લોકવાણીના સંશોધન અને લોકજીવનની પરાક્રમગાથાઓ આલેખવા સૌરાષ્ટ્રની આખીય ભોમકા અગણિતવાર ખૂંદી વળનાર શ્રી ઝવેરચંદ મેઘાણી એક વખત મછવામાં એવા જ કોઈક કામે નીકળ્યા છે, આવી એક અંધારી માઝમ રાતે સામતભાઈની સાથે તેઓ સંત સાંસતિયા, સતી તોરલ અને જેસલ જાડેજાની વાત માંડે છે. સૌરાષ્ટ્રના લોકજીવન પર આધારિત ‘પુરાતન જ્યોત’ પુસ્તકમાંથી જેસલ તોરલ કથાનું ‘સોરઠ સરવાણી સંપુટ’ હેઠળ થયેલું બિનધંધાદારી ઑડીયો રેકોર્ડીંગ આજે પ્રસ્તુત છે, કથાકાર છે સંતસાહિત્યના મર્મજ્ઞ અને વિદ્વાન શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ, સાથે ભજનસુરો છે પુષ્પા છાયા, નેહા ત્રિવેદી અને બ્રિજેન ત્રિવેદીના.
હાર્દિકભાઈની એક અનોખી કાવ્ય રચના, ‘ચાલને ગ્રંથોમાં ગરબડ કરી જોઈએ…’ પૂજ્ય શ્રી મોરારીબાપુએ તેમના કથાપાઠ દરમ્યાન થોડાક વખત પહેલા ઉચ્ચારેલી, એ રચનાની અંદર વસતા એકત્વના ભાવો ચોક્કસ તેમને સ્પર્શી ગયા હશે. એવી જ બીજી એક સુંદર રચના જે હાર્દિકભાઈના કસાયેલા, મખમલી અવાજમાં કાવ્યપાઠ સ્વરૂપે બે વખત સાંભળવાનો લહાવો મળ્યો છે, એ આજે પ્રસ્તુત કરી રહ્યો છું. જો કે આજે એ રચનાને એક સુંદર ગીત સ્વરૂપે અહીં રજૂ થઈ રહી છે. સ્વર આપ્યો છે ખ્યાતનામ ગાયક શ્રી જીતેન્દ્ર જોશીએ. વર્તમાન સમયના સૌથી વધુ ચર્ચાતા આ મુદ્દાને તેમણે એક સુંદર કલ્પનાદ્રશ્યમાં મઢી લીધું છે. આશા રાખીએ કે આ સ્વપ્ન જલદીથી સાચું પણ થાય. રચના અને ઑડીયો પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ હાર્દિકભાઈ અને જગદીશભાઈનો આ બદલ ખૂબ આભાર.
ભારતીય ગણતંત્રની આ પ્રતિજ્ઞા છે, સંવિધાનમાં આ પ્રતિજ્ઞાપત્ર સમાવિષ્ટ છે. આ પ્રતિજ્ઞા સ્વામી વિવેકાનંદ દ્વારા રચાઈ હોવાનું માનવામાં આવે છે. શાળામાઁ રોજ પ્રાર્થનાને અંતે, ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી જેવા દિવસોએ આ પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવે છે. શ્રી માર્કંડભાઈ દવે દ્વારા પ્રસ્તુત ઑડીયો અક્ષરનાદ સાથે વહેંચવામાં આવ્યો છે, એ બદલ તેમનો ખૂબ આભાર.
શ્રી કાજલ ઓઝા વૈદ્યનું પુસ્તક “કૃષ્ણાયન”, કૃષ્ણ તરફી વિવિધ પાત્રોના અવલંબન કે પ્રેમનું, તેમના પ્રત્યે સમર્પણનું અને તેમના સંસર્ગથી અભિભૂત થતાં લોકોના મનોભાવોનું મનોરમ્ય આલેખન છે. “કૃષ્ણાયન” માનવ થઈને જન્મેલા ઈશ્વરની વાત છે. એ સર્વાંગસંપૂર્ણ યુગપુરૂષની માનવીય ભાવનાઓના અનુભવની વાત છે. અક્ષરનાદ પર આ પુસ્તક વિશેના મારા વિચારો ગતવર્ષે મૂક્યા હતાં. હવે આ સમગ્ર પુસ્તક કાજલબહેનના સ્વરમાં ઑડીયો સીડી સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. આ પુસ્તકનો ઑડીયો પરિચય કાજલબહેનના સ્વરમાં આજે અહીં મૂક્યો છે. અક્ષરનાદને આ પરિચય ઑડીયો પાઠવવા બદલ સી.ડીના પ્રકાશક સ્કેડ કન્સલ્ટન્ટ પ્રા. લિ. નો ખૂબ ખૂબ આભાર.
આજે સાંભળીએ છે શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની જ એક ગઝલ, ‘હું નથી પૂછતો ઓ સમય કે હજી…’ આ સદાબહાર ગઝલના અનેકવિધ રેકોર્ડીંગ થયેલ છે, અને અનેક લોકપ્રિય ગાયકો દ્વારા તેને સ્વર મળ્યો છે. પણ રચયિતાના પોતાના સ્વરમાં, તેમના આગવા અંદાઝમાં આ ગઝલ સાંભળવાનો લહાવો અનોખો જ છે. શ્રી શૂન્ય પાલનપુરી સાહેબનો પ્રભાવશાળી અવાજ અને આગવી પદ્ધતિ ગઝલપઠનની તેમની હથોટી અહિં સુંદર રીતે ઉપસે છે.
અક્ષરનાદ અક્ષરપર્વની શોભામાં અભિવૃદ્ધિ કરવા તદ્દન સહજતાથી અને મિત્રભાવે કાવ્યપઠન માટે સંમતિ આપનાર શ્રી જગદીપભાઈ ઉપાધ્યાયની કલમને, તેમના જ સ્વરોમાં આજે આપ સૌની સાથે વહેચી રહ્યો છું. તેમણે અક્ષરપર્વમાં પ્રસ્તુત કરેલી ત્રણેય રચનાઓ વિષય વિવિધતાને લીધે તો વિશેષ ખરી જ, પણ એ ત્રણેય પોતાના વિષયાનુગત ક્ષેત્રમાં પણ એટલીજ સજ્જડ અને શ્રેષ્ઠ પુરવાર થાય તેવી સુંદર થઈ છે. ‘છાલક’ સામયિકને ખૂબ જ ટૂંક સમયમાં એક પ્રતિષ્ઠિત સામયિકને છાજે એવી સરસ રીતે માવજત આપનાર જગદીપભાઈનો અક્ષરનાદના આ પર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને સુંદર રચનાઓ વડે શ્રોતાઓને તરબતર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આજે પ્રસ્તુત છે એ દિવસે તેમણે પ્રસ્તુત કરેલી ત્રણ રચનાઓ અક્ષરદેહે તેમજ તેમના સ્વરમાં.
ગુજરાતનું પોતીકું અને માતાજીની શક્તિપીઠોમાંથી એક એવું પ્રવાસનધામ પાવાગઢ મહાકાળી માતાના ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે કાયમ એક આકર્ષણ રહ્યું છે. આ સાથે હવે વર્લ્ડ હેરીટેજ જાહેર થયેલા ચાંપાનેરની પણ વાયકાઓ અને વાતો આપણી લોકવાણીમાં સચવાયેલી છે. અનેક ઘટનાઓ અને લોકવાર્તાઓનું સુંદર રેકોર્ડિંગ અનેક ભાગોમાં એમ. કે. આર્ટ્સ પ્રા. લી. અને એમ કે પ્રોડક્શન્સના માર્કંડભાઈ દવે તરફથી અક્ષરનાદને મળ્યો છે. આ લુપ્ત થતી લોકકળાને – લોકવાર્તાને જીવંત રાખી શકાય અને દૂર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડી શકાય તેવી સુંદર ભાવના સહ અક્ષરનાદને આ ઑડીયો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.