બોલતી વાર્તાઓ.. – હાર્દિક યાજ્ઞિક કૃત વાર્તાઓની ઑડીયો સી.ડી. (Audiocast) 4


ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઘરેડથી બહાર નીકળીને કાંઈક નવું કરવાનો પ્રયત્ન ખૂબ જવલ્લે જ જોવા મળે છે. ઈ-પુસ્તકોનું ક્ષેત્ર પણ જ્યાં હજુ ખૂબ જૂજ પ્રકાશકો – લેખકો ખેડવા તૈયાર થાય છે એવામાં અનેકવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા હાર્દિકભાઈ યાજ્ઞિક તેમના અદભુત અવાજ અને તેમની જ કલમે આકાર પામેલી, વાચકો દ્વારા ખૂબ વખણાયેલી – વંચાયેલી તેમની વીસ વાર્તાઓની ઑડીયોબુક (ઑડીયો સી.ડી) લઈને આવી રહ્યા છે. અન્ય ઑડીયોબુકથી અલગ અહીં વાર્તાઓની અમીટ અસર તથા હાર્દિકભાઈના મનોહર અવાજની સાથે સાથે પાર્શ્વસંગીત અને વાર્તાની માવજત મૂળ ધ્યાન ખેંચે તેવી બાબતો છે. ચીલાચાલુ ઑડીયો પુસ્તકોથી અલગ અહીં ફક્ત પઠન નથી, એથી ક્યાંય વધુ સુંદર રીતે વાર્તાની માવજત કરવામાં આવી છે.

ઘણા વખતથી મિત્રો જેની રાહ જોઈ રહ્યા હતા તે શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકની પ્રસ્તુત ઑડીયો સી.ડી હવે બનીને તૈયાર છે અને થોડાક જ દિવસોમાં એ વેચાણ માટે ઉપલબ્ધ થશે. ટૂંક સમયમાં આ ઑડીયો સી.ડીનું વિમોચન થશે અને સાથે સાથે એ જ દિવસથી તેનું વ્યાપારીક ધોરણે વેચાણ શરૂ થશે.

અક્ષરનાદ પર આજે તેમાંની એક વાર્તાનો થોડોક ભાગ ઑડીયો સ્વરૂપે મૂકાઈ રહ્યો છે જેથી વાચકમિત્રોને તથા હાર્દિકભાઈની ટૂંકી વાર્તાઓના ચાહકોને એ રેકોર્ડીંગ તથા વાર્તાઓની હ્રદયસ્પર્શી અસરની એક ઝલક મળી રહે, આજે પ્રસ્તુત છે તેમાંની એક વાર્તા, ‘ઝૂંપડાનું વાસ્તુ’ નો કેટલોક ભાગ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સૌપ્રથમ એ સી.ડી અક્ષરનાદના વાચકો માટે રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ૧૫૦/- રૂપિયાની મહત્તમ છૂટક વેચાણકિંમત (MRP) ધરાવતી આ ઑડીયો સી.ડી. ‘પ્રી-રીલીઝ ઑર્ડર આપનાર મિત્રો માટે ફક્ત ૯૯/- રૂપિયામાં ઉપલબ્ધ થઈ શક્શે, (ટપાલ / કુરીયર ખર્ચ અલગથી) અને આ માટે રસ ધરાવતા મિત્રો મહેરબાની કરીને નીચેનું પ્રી-રીલીઝ ઑર્ડર ફોર્મ ભરી તેમની વિગતો આપે, જેથી સી.ડી રીલીઝ થયે તેમનો સંપર્ક કરવામાં આવશે.

અક્ષરનાદ આ સી.ડીના નિર્માણમાં હાર્દિકભાઈની વાર્તાઓની અહીં પ્રસિદ્ધિ અને પ્રતિભાવોને લીધે પરોક્ષ રીતે પણ નિમિત બની શક્યું છે એ વાતનો આનંદ તો ખરો જ, સાથે સાથે ગુજરાતી ઑડીયો પુસ્તકના ક્ષેત્રમાં કદીય ન થયો હોય તેવો અદ્વિતિય પ્રયોગ આ સી.ડી. તેના અદ્વિતિય ઑડીયો રેકોર્ડીંગ સાથે લઈને આવી રહી છે. વાર્તાઓ કે કોઈ પણ કન્ટેન્ટનું ફક્ત વાંચન કરીને તેને રેકોર્ડ કરી ઑડીયો સી.ડી બનાવવાની પદ્ધતિને પાછળ મૂકીને રેકોર્ડીંગનો અલગ પ્રયત્ન, અનુભવનું એક આગવું વિશ્વ આ વાર્તાઓ લઈને આવી રહી છે એ ખૂબ દાદ માંગી લેતી વાત છે. આ ઑડીયો સી.ડી માટે હાર્દિકભાઈને અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “બોલતી વાર્તાઓ.. – હાર્દિક યાજ્ઞિક કૃત વાર્તાઓની ઑડીયો સી.ડી. (Audiocast)