જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૨ 6


પરંપરિત કથાઓ અને લોકવાણીના સંશોધન અને લોકજીવનની પરાક્રમગાથાઓ આલેખવા સૌરાષ્ટ્રની આખીય ભોમકા અગણિતવાર ખૂંદી વળનાર શ્રી ઝવેરચંદ મેઘાણી એક વખત મછવામાં એવા જ કોઈક કામે નીકળ્યા છે, આવી એક અંધારી માઝમ રાતે સામતભાઈની સાથે તેઓ સંત સાંસતિયા, સતી તોરલ અને જેસલ જાડેજાની વાત માંડે છે. સૌરાષ્ટ્રના લોકજીવન પર આધારિત ‘પુરાતન જ્યોત’ પુસ્તકમાંથી જેસલ તોરલ કથાનું ‘સોરઠ સરવાણી સંપુટ’ હેઠળ થયેલું બિનધંધાદારી ઑડીયો રેકોર્ડીંગ આજે પ્રસ્તુત છે, કથાકાર છે સંતસાહિત્યના મર્મજ્ઞ અને વિદ્વાન શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ, સાથે ભજનસુરો છે પુષ્પા છાયા, નેહા ત્રિવેદી અને બ્રિજેન ત્રિવેદીના.

શ્રી ઝવેરચંદ મેઘાણી પરિવાર દ્વારા તેમની જન્મશતાબ્દી નિમિત્તે તૈયાર કરાયેલ આ ઑડીયો રેકોર્ડીંગની કેસેટ્સ બહાર પડેલી, એમાંથી તેને સીડી સ્વરૂપે ફેરવીને તેના ભાગ અક્ષરનાદ પર હવે પછીથી સમયાંતરે પ્રસ્તુત થતા રહેશે. અક્ષરનાદને આ ઑડીયો પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ મેઘાણી પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર.

તો આવો, કુલ ચાર ભાગમાં માણીએ જેસલ જાડેજા અને સતી તોરલનું ચરિત્ર આલેખતી સુંદર કથા…

ભાગ ૩ – જેસલ તોરલ કથા ભાગ ૨ (સમય – ૧૧ મિનિટ)

ભાગ ૨ – જેસલ તોરલ કથા ભાગ ૩ (સમય – ૧૩ મિનિટ)

આ પહેલા ગત પોસ્ટમાં આપે માણ્યા પ્રથમ અને બીજો ભાગ, જે અહીં ક્લિક કરીને સાંભળી શકાશે….


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૨

  • Lina Savdharia

    સોરઠ ની દિકરી છું વેરાવળ મારું જન્મ સ્થળ છે.ખુબજ મજા પડી ગઈ બહુજ સરસ.મેઘાણી પરિવાર નો ખુબ ખુબ આભાર.
    અભિનંદન નિરંજનભાઈ.

  • રમેશભાઈ ચાંપાનેરી (હાસ્ય કલાકાર)

    આજની પેઢીને આ ઝવેરચંદ મેઘાણીના વિચારો

    વહેવડાવવાનું સુંદર કાર્ય અક્ષરનાદ કરીરહ્યું છે. દિશા વિહીન બની રહેલી આજની કેટલીક યુવા પેઢીને, સંસ્કૃતિની સાચી દિશા મળશે. નેતાઓના તકલાદી વિચારોને બદલે આવા વિચારો ગુજરાતની સંસ્કૃતિનું ઓજસ વધારશે. આજની પેઢીને આવું વાંચવાનો -સંભાળવાનો રસ જ નથી. એ આપણી કમનશીબી છે. આ ઉતમ કાર્ય થયું. અભિનંદન.

    • Toofan Patel

      અરે રમેશભાઈ તમે વલસાડ ના છો ને?
      અમરનાથ શિવમંદિર ની બાજુમાં જ તમારું ઘર છે ખરું ને…?