શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૩ : થીગડું 3
આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ જે ગત બે અઠવાડીયે ‘જુમો ભિસ્તી’ અને ‘ખરી મા’ ઑડીયો પ્રસ્તુતિ સાથે સુંદર રીતે શરૂ થયો અને આગળ વધ્યો છે. કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝનમાં આજે માણીએ શ્રી સુરેશ જોશી રચિત સુંદર વાર્તા ‘થીગડું’. આજના રેકોર્ડિંગની આગવી વાત છે બે અલગ અલગ કથાનકોમાંની જુદા પ્રવાહમાં વહેતી બે વાર્તાઓનું સામંજસ્ય કરતી અનોખી વાર્તા થીગડું. પ્રભાશંકરના જીવનની એકલતાની ઝાંખી સાથે ચિરાયુની જીવનને જાળવી રાખવાની, અમરતાની ઝંખના વાર્તાના રેકોર્ડિંગમાં પણ આગવું વાતાવરણ રચી ગઈ.