શબ્દનું ફૂટ્યું કિરણ, અજવાસ જેવું છે બધે… – જીજ્ઞા ત્રિવેદી (Audiocast) 14
ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી એ પછી લગભગ એક વર્ષના ખૂબ જ ટુંકા સમયમાં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” લઈને ઉપસ્થિત થયા છે. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, એંશી જેવી સુંદર ગઝલો ધરાવતા આ સંગ્રહને સુંદર આવકાર આપીએ અને જીજ્ઞાબહેનની કલમે આપણને આવી સુંદર – માતબર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ. ગઝલસંગ્રહ સાથે તેમણે એ ગઝલોને સ્વર પણ આપ્યો છે અને એ ગાયકી ધરાવતી સી.ડી તેમણે અક્ષરનાદને સંગ્રહની સાથે પાઠવી છે. આજે માણીએ તેમના સંગ્રહની પ્રથમ ગઝલ, વાંચવાની સાથે સાથે સાંભળીએ તેમના જ સ્વરમાં, સંગીત સંચાલન અને રેકોર્ડિગ ભદ્રાયુ રાવળનું છે. સંગ્રહ તથા ઑડીયો સીડી અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.