શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૧ : જુમો ભિસ્તી 21
તો અક્ષરનાદ પર જે નવી શરૂઆત માટે દિવાળી પહેલાથી પ્રયત્ન શરૂ કર્યો હતો એ આજથી સાકાર થવા જઈ રહ્યો છે… અને એ છે કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝન. આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ છે. કેટલાક મિત્રોએ આ નવી શરૂઆતની જાહેરાતને વધાવીને પ્રોત્સાહન આપ્યું છે, એટલે આ પ્રથમ વાર્તા અમારા માટે પરીક્ષા સમાન છે, એ આપને કેવી લાગી, સાંભળવામાં આપને શું ગમ્યું, શું ન ગમ્યું, પ્રસ્તુતિ અને પસંદગી વિશે આપના વિચારો વગેરે અમને જણાવશો તો નવા રેકોર્ડિંગ વખતે એ બાબતોને ધ્યાનમાં રાખી વઘુ ગુણવત્તાસભર પ્રસ્તુતિ કરી શકીશું.