શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૧ : જુમો ભિસ્તી 21


તો અક્ષરનાદ પર જે નવી શરૂઆત માટે દિવાળી પહેલાથી પ્રયત્ન શરૂ કર્યો હતો એ આજથી સાકાર થવા જઈ રહ્યો છે… અને એ છે કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝન. આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ છે. કેટલાક મિત્રોએ આ નવી શરૂઆતની જાહેરાતને વધાવીને પ્રોત્સાહન આપ્યું છે, એટલે આ પ્રથમ વાર્તા અમારા માટે પરીક્ષા સમાન છે, એ આપને કેવી લાગી, સાંભળવામાં આપને શું ગમ્યું, શું ન ગમ્યું, પ્રસ્તુતિ અને પસંદગી વિશે આપના વિચારો વગેરે અમને જણાવશો તો નવા રેકોર્ડિંગ વખતે એ બાબતોને ધ્યાનમાં રાખી વઘુ ગુણવત્તાસભર પ્રસ્તુતિ કરી શકીશું.

આ ઉપરાંત પૉડકાસ્ટ એટલે શું, એ કઈ રીતે કરી શકાય, રેકોર્ડિંગ અને ઑડીયો ફાઈલ બનાવવાથી લઈને પાર્શ્વસંગીત, સોફ્ટવેર અને એમપી૩ બનાવવી તથા તેના ટેગ સુધી એમ સમગ્ર પ્રક્રિયા ટેકનીકલ રીતે ગુજરાતીમાં સમજાવવા એક નાનકડી ઈ-પુસ્તિકા ટૂંક સમયમાં ઓનલાઈન મૂકીશું.

તો આજે પ્રથમ પગલે સાંભળીએ વર્ષોથી મને ખૂબ ગમતી શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ‘ધૂમકેતુ’ની અતિપ્રચલિત વાર્તા ‘જુમો ભિસ્તી’ આ વાર્તા આપ અક્ષરનાદ પરથી જ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૧ : જુમો ભિસ્તી

 • PATEL MEHUL DHIRAJBHAI

  Heart Touching Story, when i listening this story my eyes full of tears…”DHOOMKETU”, my father is business man, today i praying to god that we get to opportunity to meet.

 • Veteran Lt Col Virendra J. Kharod, Georgia, USA

  It was pure nostalgia!!! I was touched today as much as I was touched by this “Navalika” way back in early 1950s!!! I have not yet heard it, just read it because I do not want other family members’ sleep disturbed when I start the audio version. Will hear it tomorrow during day time.

  I would love to respond in Matrubhashhaa – Gujarati. Could you guide me how to go about it? Warmest Wishes and Regards,

  Sincerely,
  Veteran Lt Col Virendra J. Kharod
  17 DEC 2015

 • નિરુપમ છાયા

  આદરણીય શ્રી જીગ્નેશભાઈ, સાદર વંદન. કુશળ હશો.

  ગઈકાલે અક્ષરનાદ પર ઓડીઓ કાસ્ટ વિભાગ હેઠળ મુકાયેલ વાર્તાનું શ્રવણ કર્યું, ખુબ આનદ થયો. તમે જે નવો પ્રયોગ આરંભ્યો છે તે ઘણો જ ઉપયોગી બને એમ છે. ખરેખર ઉલટભેર આવકારવાની ઘટના વેબ મેગઝીન જગત (હું બ્લોગ કરતા મેગઝીન કહેવાનું વધારે પસંદ કરીશ.) માટે છે. એના ઓવારણા લેવાવા જ જોઈએ.

  comment માં ગુજરાતી લખવાનું ફાવ્યું નહિ એટલે અલગથી મેઈલ કરું છું. મારી અદની સમજ પ્રમાણે નમ્રપણે મત વ્યક્ત કરું છું. કદાચ ભિન્ન મત પણ હોઈ શકે.
  1) ઉચ્ચારણોમાં થોડું જાળવવું પડે તેવું લાગે છે.
  2) વાચનની ગતિ પણ ચર્ચા માગી લે છે.
  3) પાર્શ્વસંગીત અને ધ્વનિ માટે પણ પુનર્વિચાર કરવા જ્રવું લાગે છે?

  આ મંતવ્યોને કોઈ નિષ્ણાત લેખે ન લેશો પણ ભાવકની દૃષ્ટિ છે એમ સમજશો. એમાં અધૂરાશ હોઈ શકે. બસ શેષ કુશળ.

  મેં આગળ પણ સામયિકમાં પ્રસિદ્ધ લેખ સાથે મેઈલ કર્યો હતો જે ધ્યાનમાં આવ્યો હશે. ફરીથી, આનદ, શુભેચ્છા અને સહુને સ્મરણ સાથે,
  આપનો,
  નિરુપમ છાયા

  (ઈ-મેલ દ્વારા મળેલ પ્રતિભાવ)

 • Uttam Gajjar

  વહાલા ભાઈ જીજ્ઞેશ,

  બસ, તમારી આ જ વીશેષતા છે..

  જમાના કરતાં એક દસકો આગળનું વીચારવું કે આચરવું.. તમારું આજનું આ કદમ પણ તેમાંનું જ એક છે.. વયસ્કોને, લાંબો સમય નેટ પર બેસી ન શકનારાઓ માટે, વેદેશે જન્મેલાં ને ઉછરેલાં ગુજરાતી સંતાનો, જેને ગુજરાતી સરસ સાંભળતાં, સમજતાં ને બોલતાં આવડે છે; પણ વાંચી નથી શકતાં તેઓ ગુજરાતી સાહીત્યથી પરીચીત થશે.. ને માતૃભાષા વીશે વીશેષ આદર ધરાવતાં થશે.. વગેરે વગરે ઘણા ફાયદા છે..

  વાર લાગશે; પણ આગામી યુગની આ ચીજ છે.. આજના યુવાનો લાખોની સંખ્યામાં સ્માર્ટ ફોન પર ભલું ભલું સાંભળે છે. તેમને પણ આ શોખ લાગે તે માટે ‘છેલ્લો દીવસ’ ફીલ્મની જેમ આધુનીક એટલે કે સર્જાતા સાહીત્યની રચનાઓ પણ તમે આમેજ કરશો જ.. આ હું મારા સ્માર્ટ ફોન પર તમારી વાંચેલી વાર્તા સાંભળીને લખું છું..

  રહી વાત તમારા ઈન્વોલ્વમેન્ટ, કર્તૃત્વની ને પર્ફોર્મન્સની.. બેમીસાલ છે ! લાજવાબ છે.. તમારો ટકોરાબંધ અવાજ. શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણ કર્ણરમ્ય છે.. અને આ તો હજી પાશેરાની પહેલી પુણી છે ને ! પુત્રનાં લક્ષણ પારણામાંથી જ પરખાય.. આ પ્રકલ્પનું ઉજ્જવળ પ્રભાત હું જોઈ શકું છું..

  ઘણું લખાય; પણ આટલું બસ..

  ખુબ ખુબ આશીર્વાદ..

  ..ઉ.મ..

  (ઈ-મેલ દ્વારા મળેલ પ્રતિભાવ)

 • Dolar

  Congratulations ! Great attempt to bring to us this Audio version of Gujarati literature . How about children’s story in Gujarati Audio form? ‘

 • Sakshar

  ઘણું જ સુંદર રેકોર્ડીંગ. પાર્શ્વ સંગીત પણ સરસ પસંદ કર્યું છે. જે તે ભાવ પ્રમાણે અવાજનો લહેકો બદલાય છે તે ઘણું સરસ લાગે છે. Keep it up. Looking forward to future audiocasts.

 • P.K.Davda

  પાર્શ્વસંગીત માટે તમે ઉઠાવેલી મહેનત બદલ તમને સો સો સલામ.

 • Dipakkumar

  Audio file shambhanva maate ni first information mukvi joiye tatha tene support karti technical maahiti aapvi joiye etale ke te sambhanvaa maateni prathmik sharto jem ke UC Broowser vagere ma gujarati font readeable hoi che etale je mobile device gujarati font root vaana nathi hota e loko enoj upyog karta hoi che pan tyan to audio supported plugin ni samshya hoi che vagere vagere to mul vaat em ke technical defination karya vagar nakaamu che. aapna prayaash ne saaro banavva maatej aatli takor kari che baaki aksharnaad.com vishe to ekaj word Zakash.

 • P.K.Davda

  જીગ્નેશભાઈનું એક નાનું પગલું બ્લોગજગત માટે હરણફાળ સાબિત થશે.
  સફળતા માટે શુભેચ્છા.

 • Ramesh Patel

  વાહ! સાયબર યુગની મહાપ્રસાદી જેવી શુભ શરુઆત. વાર્તા મજાની છે…ગાડી આવશે તો?..કરુણ સંગીત…ગાડી..સીસોટી…ને પાડાએ યમરાજાને શેઠને લઈ જવાની મના ફરમાવી…શ્રી ધૂમકેતુની વાર્તા વૈભવને સર્વાંગે આપે ઓપ આપી દીધો છે…ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • Anila patel

  ખુબ ખુબ અભીનન્દન આવા વીરલ પ્રયત્ન બદલ. ગુજરાતી સાહીત્યના રસીકો માટે આનાથી બીજી કઈ મોટી વાત હોઈ શકે? સ્વર અને સન્ગીત સહીત.. ફરી ફરી અનેકાનેક અભીનન્દન.

 • Umakant V.Mehta.(New jersey)

  ઘણું જ સુંદર પ્રશંસનીય કાર્ય. વયોવૃઉધ્ધો વાંચવા માટે અશક્ત હોય તેમને માટે આશીર્વાદ સમાન નવી વધુ વાર્તાઓ મુકતા રહેશો. અભિનંદન .
  ઉમાકાન્ત વિ.મહેતા (ન્યુ જર્સી)

 • Bharat Patel

  ઞુજરાતી ભાષાને બચાવવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. પહેલાં વડીલો પાસેથી બાળકો વાર્તા દ્વારા સંસ્કાર મેળવતા હતા. આજે કોઇ પાસે વાર્તા કહેવાનો સમય નથી અને કુટુંબ વિભક્ત થવા લાગ્યા .

 • Kuldeep

  very nice effort, I liked the first story hope more awesome stories are in queue.
  If I may request, can these be uploaded on other platforms too? so that other podcast platforms can play it?