‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૧.. દેપાળદે (Audiocast) 16
ત્રણેક મહીના પહેલા એક સાંજે અચાનક જ મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકનો ફોન આવ્યો, કહે, આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ એવી સૌરાષ્ટ્રની રસધારને નાટક સ્વરૂપે રજૂ કરવી છે, તેમાંથી તમારી પસંદગીની વાર્તાઓ કહો. આ વર્ષે સૌરાષ્ટ્રની રસધારમાંથી કેટલીક વાર્તાઓ અને કેટલાક મેઘાણીગીતોને લઈને બનાવવું હતું ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્ય સ્વરૂપે. શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક ભલે કેનેડા પહોંચ્યા છે, પરંતુ તેમની સાથે, જયેશભાઈ, શૌનકભાઈ તથા મુકેશભાઈ સાથે ડી સ્કવેર સાઊન્ડ, નડીયાદમાં ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટકના ઑડીયો રેકોર્ડીંગ વખતે વીતાવેલી કેટલીક સરસ અને યાદગાર પળો જીવનભરનું નજરાણું છે. આજથી આ નાટક ચાર ભાગમાં અક્ષરનાદ પર રોજ એક ભાગ રૂપે રજૂ થશે. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે આ જ નાટકની કૃતિ – પ્રજાવત્સલ દેપાળદે મહારાજની વાત. આમ તો આ સળંગ નાટક છે, પરંતુ એકથી બીજી વાર્તા બદલાય ત્યાંથી તેને અલગ કરી ચાર વાર્તાઓને ચાર ભાગમાં રજૂ કરી છે.