ગત તા. ૧૮ એપ્રિલે ગુજરાતી ગીતોના બે સુંદર આલ્બમનું ડીજીટલ લોકાર્પણ થયું, ‘શબ્દ પેલે પાર’ અને ‘છલક છલક’. ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકો દ્વારા લખાયેલ ગીતો જેનો ભાગ છે તેવી કૃતિઓને જાણીતા ગાયકોએ પોતાનો સ્વર આપ્યો છે. ક્રેસૅન્ડો અને યુનિવર્સલ મ્યૂઝિક દ્વારા જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેવા આ ગુજરાતી રચનાઓના આલ્બમના ગીતોને સંગીત દિગ્દર્શક છે શ્રી પરેશ નાયક, અહીં પ્રસ્તુત કાવ્યરચનાઓના સર્જકો છે નિરંજન યાજ્ઞિક, વિનોદ જોશી, ચિંતન નાયક, હેમંત કારીયા, તુષાર શુક્લ, હિતેન આનંદપરા, માધવ રામાનુજ, સુંદરમ, હિમાંશુ જોશી, લાલજી કાનપરીયા અને સંધ્યા ભટ્ટ. આ ગીતોને સ્વરથી સજાવ્યા છે સુપ્રસિદ્ધ ગાયકો જેમ કે સાધના સરગમ, માલિની પંડિત નાયક, પ્રહર વોરા. ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, પરેશ નાયક.
બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે સંધ્યાભટ્ટ કૃત અને સાધના સરગમના સ્વરમાં ગવાયેલું સુંદર શીર્ષક ગીત, ‘શબ્દ પેલે પાર..’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ શ્રી હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.
‘શબ્દ પેલે પાર’
સર્જક : સંધ્યા ભટ્ટ
સ્વર : સાધના સરગમ
શબ્દ પેલે પાર ને તું જોઈ લે!
ને પરમના સારને તું જોઈ લે!
પર્ણ, ડાળી, ફૂલ, ફળ, આકાર છે,
વૃક્ષના આધારને તું જોઈ લે!
જે સ્વયં તો પર રહ્યો આ તંત્રથી,
એ તણા વિસ્તારને તું જોઈ લે!
સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ ખુદ તારા મહીં,
પૂર્ણતાના દ્વારને તું જોઈ લે!
– સંધ્યા ભટ્ટ
Buy this Album from iTunes by clicking here.
સૂક્ષ્માતિસૂક્ષ્મને જોવા માટે દિવ્ય ચક્ષુ જોઈએ. ચર્મચક્ષુને બંધ કરી ‘સંધ્યા’ સમયે અને ‘સાધના’ની આ પારની અનુભૂતિ અદભુત છે. અનાહત શબ્દને પેલે પાર જોવા મળે પરમનો સાર! પૂર્ણતાને દ્વાર!
Thank you so much..Harshadbhai..