સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : ગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ


શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૩ : થીગડું 3

આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ જે ગત બે અઠવાડીયે ‘જુમો ભિસ્તી’ અને ‘ખરી મા’ ઑડીયો પ્રસ્તુતિ સાથે સુંદર રીતે શરૂ થયો અને આગળ વધ્યો છે. કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝનમાં આજે માણીએ શ્રી સુરેશ જોશી રચિત સુંદર વાર્તા ‘થીગડું’. આજના રેકોર્ડિંગની આગવી વાત છે બે અલગ અલગ કથાનકોમાંની જુદા પ્રવાહમાં વહેતી બે વાર્તાઓનું સામંજસ્ય કરતી અનોખી વાર્તા થીગડું. પ્રભાશંકરના જીવનની એકલતાની ઝાંખી સાથે ચિરાયુની જીવનને જાળવી રાખવાની, અમરતાની ઝંખના વાર્તાના રેકોર્ડિંગમાં પણ આગવું વાતાવરણ રચી ગઈ.


શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૨ : ખરી મા 10

આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ જે ગત અઠવાડીયે ‘જુમો ભિસ્તી’ ઑડીયો પ્રસ્તુતિ સાથે શરૂ થયો છે અને જેને અનેક મિત્રોએ હોંશભેર વધાવ્યો છે, તે આ સાથે આગળ વધે છે. આજે માણીએ શ્રી રમણલાલ વ. દેસાઈની સુંદર વાર્તા ‘ખરી મા’. આજના રેકોર્ડિંગની આગવી વાત છે વાર્તાનું વાંચનને બદલે ત્રણ ભિન્ન પાત્રોના અવાજમાં નિરુપણ, જો કે એમ કરતાં એ નાટક જેવું ન થઈ જાય એ જોવાનો પ્રયત્ન પણ કર્યો છે. અહીં મારા ચાર વર્ષના પુત્ર ક્વચિતનો સ્વર કુસુમાયુધ માટે લીધો છે, તો માના પાત્રમાં પ્રતિભાનો સ્વર લીધો છે, જેથી વાર્તાના રેકોર્ડિંગમાં થોડુંક નવીનતત્વ ઉમેરી શકાય. આશા છે આ અખતરો પણ આપને ગમશે.


શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૧ : જુમો ભિસ્તી 21

તો અક્ષરનાદ પર જે નવી શરૂઆત માટે દિવાળી પહેલાથી પ્રયત્ન શરૂ કર્યો હતો એ આજથી સાકાર થવા જઈ રહ્યો છે… અને એ છે કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝન. આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ છે. કેટલાક મિત્રોએ આ નવી શરૂઆતની જાહેરાતને વધાવીને પ્રોત્સાહન આપ્યું છે, એટલે આ પ્રથમ વાર્તા અમારા માટે પરીક્ષા સમાન છે, એ આપને કેવી લાગી, સાંભળવામાં આપને શું ગમ્યું, શું ન ગમ્યું, પ્રસ્તુતિ અને પસંદગી વિશે આપના વિચારો વગેરે અમને જણાવશો તો નવા રેકોર્ડિંગ વખતે એ બાબતોને ધ્યાનમાં રાખી વઘુ ગુણવત્તાસભર પ્રસ્તુતિ કરી શકીશું.