જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૧ 10


પરંપરિત કથાઓ અને લોકવાણીના સંશોધન અને લોકજીવનની પરાક્રમગાથાઓ આલેખવા સૌરાષ્ટ્રની આખીય ભોમકા અગણિતવાર ખૂંદી વળનાર શ્રી ઝવેરચંદ મેઘાણી એક વખત મછવામાં એવા જ કોઈક કામે નીકળ્યા છે, આવી એક અંધારી માઝમ રાતે સામતભાઈની સાથે તેઓ સંત સાંસતિયા, સતી તોરલ અને જેસલ જાડેજાની વાત માંડે છે. સૌરાષ્ટ્રના લોકજીવન પર આધારિત ‘પુરાતન જ્યોત’ પુસ્તકમાંથી જેસલ તોરલ કથાનું ‘સોરઠ સરવાણી સંપુટ’ હેઠળ થયેલું બિનધંધાદારી ઑડીયો રેકોર્ડીંગ આજે પ્રસ્તુત છે, કથાકાર છે સંતસાહિત્યના મર્મજ્ઞ અને વિદ્વાન શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ, સાથે ભજનસુરો છે પુષ્પા છાયા, નેહા ત્રિવેદી અને બ્રિજેન ત્રિવેદીના.

શ્રી ઝવેરચંદ મેઘાણી પરિવાર દ્વારા તેમની જન્મશતાબ્દી નિમિત્તે તૈયાર કરાયેલ આ ઑડીયો રેકોર્ડીંગની કેસેટ્સ બહાર પડેલી, એમાંથી તેને સીડી સ્વરૂપે ફેરવીને તેના ભાગ અક્ષરનાદ પર હવે પછીથી સમયાંતરે પ્રસ્તુત થતા રહેશે. અક્ષરનાદને આ ઑડીયો પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ મેઘાણી પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર.

તો આવો, કુલ ચાર ભાગમાં માણીએ જેસલ જાડેજા અને સતી તોરલનું ચરિત્ર આલેખતી સુંદર કથા…

ભાગ ૧ – પૂર્વભૂમિકા (સમય – 5 મિનિટ)

[audio:http://aksharnaad.com/images/idpd/Jesal%20Toral%20part1.mp3]

ભાગ ૨ – જેસલ તોરલ કથા ભાગ ૧ (સમય – 24 મિનિટ)

[audio:http://aksharnaad.com/images/idpd/Jesal%20Toral%20part2.mp3]

ત્રીજો અને ચોથો એમ બાકીના બે ભાગ માણો આવતીકાલે…


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૧