અક્ષરનાદના જન્મદિવસે ગત વર્ષથી શરૂ કરેલ આયોજનને આગળ વધારવાના પ્રયત્નરૂપ અક્ષરપર્વ – ૨ ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગત વર્ષે યોજાયેલા અક્ષરનાદના સુંદર પર્વની યાદોમાંથી મેં ગાયેલું એક ગીત આજે પ્રસ્તુત છે. શ્રી ધ્રુવ ભટ્ટનું આ ગીત આમેય મારી કાયમી પસંદગી છે. અને અક્ષરપર્વમાં પણ મેં એ જ ગાયુ હતું. હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલન હેઠળ યોજાયેલ ‘સૂર ઉમંગી’ આયોજનની આ અનેરી યાદ સતત મનમાં રહી છે, અને એટલે જ આ આયોજનનો વિડીયો પહેલા મૂક્યો હોવા છતાં આજે ફરી તેને ઑડીયો સ્વરૂપે યાદ કરવાનું મન થયું. આશા છે આપને ગમશે. ગત વર્ષે યોજાયેલા અક્ષરપર્વના વિડીયો અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે ‘કેમ છે?’
આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ,
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં, એવું લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમખેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાંને ઉપરથી કુદરતની રહેમ છે.
આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય, મારી ઊપર આકાશ એમનેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાંને ઉપરથી કુદરતની રહેમ છે.
– ધ્રુવ ભટ્ટ
ખરેખર ખુબજ સરસ .. થેન્ક્સ …
Nice poem and nicely sung, too.
nice poem
ખૂબ સુંદર ભાવવાહી ગીત બંને મિત્રોને ધન્યવાદ
ખુબ જ સરસ. ટેક્નોલોજીનો સરસ ઉપયોગ
થેન્કયુ,ગિત સેવ કરવા શુ કરવુ?
વાહ! જીગ્નેશભાઈ,
આજના ટેક્નોલીજીના યુગમાં તમે ગાઓ છો છે એ જાણીને મને ખુબજ ગમ્યું.
આભાર.
ધ્રુવ ભટ્ટની રચનાઓમાં શિરમોર સમી આ રચના વાંચી અભિભૂત થવાયું. આવી સુન્દર રચના પીરસવા બદલ અક્ષરનાદનો આભારી છું.
અભિનન્દન !!!
તમરુ લખન ખુબ સરસ અશ્વિન વ્યસ્
અભીનંદન જીગ્નેશભાઇ, તમારો કંઠ પણ તમારી જેમ મધુર છે. ધ્રુવ ભટ્ટ મારા પ્રીય લેખક છે, આવતી કાલે તેઓ અમરેલી આવી રહ્યા છે બાલ ભવન, અમરેલી માં વાંચે ગુજરાત અંતર્ગત તેઓ “અકુપાર” નું રસપાન કરાવવાના છે, તમારી જાણ માટે.
beautiful
શ્રી ધ્રુવ ભટ્ટની કાવ્ય રચના અર્થપૂર્ણ છે. શ્રી અધ્યારુનો કંઠ પણ મધુર છે. ગીત સંગીત ,શબ્દ અને સુરનો સરસ રીતે મેળ જામ્યો છે.
આ ગીત અને સગીત દિલને ડોલાવી ગયું. આવું સરસ ભાવવાહી ગીત સંભળાવવા માટે આપણો ખુબ આભાર. આવાં બીજા સુંદર ગીતો પસંદ કરીને ફરી સંભળાવતા રહેશો એવી આશા રાખું છું. અભિનંદન.
વિનોદ પટેલ
http://www.vinodvihar75.wordpress.com
બહુ જ સરસ ગીત અને એટલી જ સરસ ગાયકી.
તમે ગાઓ છો પણ ખરા, એ આજે જ ખબર પડી.
હવે એક કામ કરો…
ધુવ ભાઈનો બાયો ડેટા મેળવી દો.
બહુ જ સુન્દર …!!! વાહ જિવન તો આવિ રિતે જિવવુ જોઇએ અને ખરેખર જો તેમ થય તો આજનિ વિવદગ્રસ્ત દુનિયાના બધા પ્રશ્નો હલ થઇ જાય ફરિ એક વાર ધન્યવાદ અને રજુઆત પન હ્રુદયમા ઉતરિ જાય તેવિ રહિ….આ માતે આભાર
બહુજ સુંદર રચના! શ્રી ધ્રુવ ભટ્ટ અને શ્રી જીગ્નેશ અધ્યારુ ને આવી ભાવવાહી કૃતિ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન. આ કૃતિ અમારા સુધી પહોચાડવા બદલ અક્ષરનાદનો અંતરથી આભાર. આ ગીત અને સુંદર પ્રસ્તાવના સાંભળ્યા પછી અક્ષરપર્વ – ૨ માં હાજર રહેવાની તીવ્ર ઈચ્છા છે. એ કેવી રીતે સાકાર કરવી એ માટે માર્ગદર્શન આપવા વિનંતી.
કેતન પટેલ સુરત