શબ્દનું ફૂટ્યું કિરણ, અજવાસ જેવું છે બધે… – જીજ્ઞા ત્રિવેદી (Audiocast) 14


Arth na aakashma ghazal collection by Jigna Trivedi

શબ્દનું ફૂટ્યું કિરણ અજવાસ જેવું છે બધે,
અર્થના આકાશમાં ચળકાટ જેવું છે બધે.

આંખના અવકાશને પણ ભીંજવી જાણે સહજ,
લાગણીના તારમાં ઝંકાર જેવું છે બધે.

સપ્તરંગોથી મઢેલી જિન્દગી પણ છે અહીં,
કલ્પનાનાં દ્વાર પર શણગાર જેવું છે બધે.

શ્વાસમાં સૌરભ ભળી છે જ્યારથી વિશ્વાસની,
આયખાના બાગમાં પમરાટ જેવું છે બધે.

ઝખ્મથી મળતું થયું એ દર્દની શોધ દવા,
કે દુઆઓથી સભર ઉપચાર જેવું છે બધે.

ઝાંઝવાના જળ સમી છે વળગણો ચારે તરફ,
પ્યાસ એક જ દે પછી હળવાશ જેવું છે બધે.

આશના પગરવ સમી આ સાંજ નિખરી છે જુઓ,
કો’ પ્રભાતી ગાનના અણસાર જેવું છે બધે.

શક્ય છે કે વાંસળીના સૂર પણ પામી શકે,
જીવ ! થા સાવધ હવે ફરમાન જેવું છે બધે.

– જીજ્ઞા ત્રિવેદી

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી એ પછી લગભગ એક વર્ષના ખૂબ જ ટુંકા સમયમાં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” લઈને ઉપસ્થિત થયા છે. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, એંશી જેવી સુંદર ગઝલો ધરાવતા આ સંગ્રહને સુંદર આવકાર આપીએ અને જીજ્ઞાબહેનની કલમે આપણને આવી સુંદર – માતબર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ. ગઝલસંગ્રહ સાથે તેમણે એ ગઝલોને સ્વર પણ આપ્યો છે અને એ ગાયકી ધરાવતી સી.ડી તેમણે અક્ષરનાદને સંગ્રહની સાથે પાઠવી છે. આજે માણીએ તેમના સંગ્રહની પ્રથમ ગઝલ, વાંચવાની સાથે સાથે સાંભળીએ તેમના જ સ્વરમાં, સંગીત સંચાલન અને રેકોર્ડિગ ભદ્રાયુ રાવળનું છે. સંગ્રહ તથા ઑડીયો સીડી અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “શબ્દનું ફૂટ્યું કિરણ, અજવાસ જેવું છે બધે… – જીજ્ઞા ત્રિવેદી (Audiocast)

 • haresh

  Mind powers…..આત્મવિશ્વાસ , શ્રધ્ધા દ્વારા સફળતા મેળવો…
  free download mind powers clips and reading pdf.

 • લા'કાન્ત

  શબ્દ કોના.. ?.અર્થ કોના ? કર્તાનો મૂળ ભાવ તો
  અજવાસ…પ્રકાશ…ચળકાટ લખનારની અન્ગત અ નૂભૂતિ….અસરકારક રજૂઆત ….શબ્દનું કિરણ ફૂટે છે …કેમ ? જેનું અંતર ઉજળીયાત..હોય..સંવેદન શીલતા તીવ્ર હોય અને પરમની મહેર અચાનકત્યારે ત્યારે…કંઈક અવનવું પ્રકટતું હશે ને ? પ્રોફેશનલ કલાકાર…ગાયક હજી આને વધુ પ્રભાવશાળી બનાવી શકે…
  ” શ્વાસમાં વિશ્વાસની સસૌરભ ?” એક હાથનો સાથ….આયુષ્ય ઉજાળી આપે….સરસ જીજ્ઞાબેન , ક્ષણે ક્ષણે બદલતા માહોલ…મૂડ …. જુઓ કેવા શબ્દો …અર્થ…મર્મ આપી જાય છે!
  ===================================================
  [અર્થ તો કાઢવાની વાત છે,મર્મ તો સમજવાની વાત છે। અર્થ કરીને બોલો , મર્મ સમજીને ચુપ રહેવાની વાત છે।
  અર્થનો અનર્થ પણ થાય,મર્મ સમજી સ્મિતવાની વાતછે, અર્થને સહી પ્રમાણીએ તો,મર્મ સમજી પામવાની વાત છે।
  મૂળ દેખાતો લોચન મનનો ઝગડો,સમજી જવાનીવાતછે,બુદ્ધિની દલીલો હૈયાના ભાવો વિષે,વિચારવાની વાત છે।
  વધુ ઊંડા ઉતરી શકાય,તો,સ્થૂળ-સૂક્ષ્મની પારની વાત છે.આતો ભાઈ,ખૂલ્લા મન,માન્યતાને પ્રમાણવાની વાત છે।] છેલ્લી બે પંક્તિઓ ના ‘રેફ,ટુ કોનટેક્ષ્ટ’ માં આવું ઉગ્યું ભીતરમાં …-લા’ કાન્ત / ૩૧-૩-૧૩

 • A P PATEL

  Congratulations and thanks for doing excellent service of keeping Gujatati language alive,especially when the craze is after TV,Cinema,and Internet and Cell phone.Please keep up.

 • ravi

  ખુબજ સુન્દર રચના ,અન્તરને ગમી ,અર્થસભર કાવ્યોને મહત્વ અને પ્રોત્સાહન આપવુ જોઇએ

 • lakant

  AHIN TAMAREE SYATEM BAROBAR KAAM KARATEE NATHEE
  BE VAKHAT KAMMENTS LAKHEE PAN TRANSFER THATE NATHEE. PLEEZ CHECK KARASHOJEE

  Jઇગ્નાબેન,
  જીજ્ઞાબેન,
  જય હો!
  સરસ!!!
  શબ્દો સાથે સગાઇ-વળગણ…ઈશ્વરને કૃપા હોય તોજ બંધાય…
  સૂરજ ની ઝળહળ જેવું ભાસે એ હકીકત!

  શબ્દો મારી જાન ને, વાણી મારી શાન,
  તારા મૌનની સમીપે આન-બાન કુરબાન
  બસ,આ વિસ્તાર,ક્ષણોનું વિરાટ આસમાન
  સહેજ એનો સ્પર્શ થયો,ખુશી-તરંગ થઈ ગયો,
  એમ વિસ્તરીને હું તો ફૂલ-સુગંધ થઈ ગયો,
  અને પછી વાતાવરણ હું છેક નિર્બંધ થઈ ગયો.
  લહેર લાલ લોહીની નસનસ અનંત થઈ ગયો!
  ઠર્યો ભીતરમાં તો,સરલ જલ-તરંગ થઈ ગયો.
  શ્વેતલતા,શીતલતા ફોરાંની અનંત થઈ ગયો.
  ક્ષણોની હરફર સંવારી, હું તો ઉમંગ થઈ ગયો-
  સદા સળગતી શ્વાસોની સતત આગ છે “કઇંક”,
  સદા સૂરજની એમ અનંત થઈ ગયો!

  -લા’કાન્ત / ૧૫-૪-૧૨

 • lakant

  જિગ્નાબેન્,
  જય હો
  સરસ !!!
  શ્બ્દ સાથે જેનો નાતો બન્ધાયો હોય ….તેના પર ..ઈશ્ક્રુપા…સદા વરસતી જ હોય્…
  અહીન
  ‘કવિતા’ છે સંજીવની-તત્વ,હું એનો થઈ ગયો,
  સહેજ એનો સ્પર્શ થયો,ખુશી-તરંગ થઈ ગયો,
  એમ વિસ્તરીને હું તો ફૂલ-સુગંધ થઈ ગયો,
  અને પછી વાતાવરણ હું છેક નિર્બંધ થઈ ગયો.
  લહેર લાલ લોહીની નસનસ અનંત થઈ ગયો!
  ઠર્યો ભીતરમાં તો,સરલ જલ-તરંગ થઈ ગયો.
  શ્વેતલતા,શીતલતા ફોરાંની અનંત થઈ ગયો.
  ક્ષણોની હરફર સંવારી, હું તો ઉમંગ થઈ ગયો-
  સદા સળગતી શ્વાસોની સતત આગ છે “કઇંક”,
  સદા સૂરજની એમ અનંત થઈ ગયો!

  ૩. – પ્રાર્થના
  શબ્દો મારી જાન ને, વાણી મારી શાન,
  તારા મૌનની સમીપે આન-બાન કુરબાન
  બસ,આ વિસ્તાર,ક્ષણોનું વિરાટ આસમાન

 • lakant

  જિગ્નાબેન્,

  એમ વિસ્તરીને હું તો ફૂલ-સુગંધ થઈ ગયો,
  અને પછી વાતાવરણ હું છેક નિર્બંધ થઈ ગયો.
  લહેર લાલ લોહીની નસનસ અનંત થઈ ગયો!
  ઠર્યો ભીતરમાં તો,સરલ જલ-તરંગ થઈ ગયો.
  શ્વેતલતા,શીતલતા ફોરાંની અનંત થઈ ગયો.
  ક્ષણોની હરફર સંવારી, હું તો ઉમંગ થઈ ગયો-
  સદા સળગતી શ્વાસોની સતત આગ છે “કઇંક”,
  સદા સૂરજની એમ અનંત થઈ ગયો!

 • ધવલ સોની

  ખુબ જ સુંદર રચના છે,
  છેલ્લો શેર ખુબ ગમ્યો,
  ખુબ ખુબ અભિનંદન આપને પ્રથમ ગઝલસંગ્રહ બદલ…
  આજ રીતે આપની રચનાઓ અમે માણતા રહીએ…..