પ્રિય મિત્રો,
નવનીત સમર્પણ સામયિકના જાન્યુઆરી 2011 ના અંકમાં લેવાયેલા અક્ષરનાદના બે લેખ વિશેની વાત આજે કરી છે. આવા પ્રોત્સાહનો અનેક નવા સ્થળો વિશે, આપણી અજાણી ધરોહર વિશે લખવા પ્રેરણા આપશે એમાં બે મત નથી.
અક્ષરનાદ પર બે ભાગમાં પ્રસ્તુત થયેલી પીપાવાવની નજીક દરિયામાં આવેલા બે બેટ, શિયાળબેટ વિશેની વિગતે કરેલી વાત (શિયાળબેટ વિશેનો લેખ) અને સવાઈબેટનું ઐતિહાસીક મહત્વ તથા તે વિશેની પૂરક વિગતો (સવાઈબેટ વિશે લેખ) એક આખા લેખ તરીકે જાન્યુઆરી 2011 ના નવનીત સમર્પણ માસિકમાં પ્રસ્તુત થઈ છે. આ સાથે અક્ષરનાદ ફોટો ગેલેરીમાં ઉપરોક્ત વિષયાનુસંગત કેટલાક ફોટોગ્રાફ પણ મૂક્યા હતાં (જુઓ અહીં ક્લિક કરીને), તે પણ લેખની સાથે સમાવવામાં આવ્યા છે. નવનીત સમર્પણ જેવા અગ્રગણ્ય સામયિકમાં આ અક્ષરનાદનો પ્રથમ લેખ હોઈને આનંદનો અવસર છે. અક્ષરનાદ આ લેખ સ્વીકારીને પ્રગટ કરવા બદલ નવનીત સમર્પણનો અંતરથી આભાર માને છે.
– જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક
અક્ષરનાદ.કોમ
congrates.your achievement is a reflection of presenting quality work!
આ વાત ખુબ આનન્દની અને અગત્યની છે.
અભિનંદન.
જીજ્ઞેશભાઈઃ અભિનંદન. ‘નવનીત સમર્પણ’ મારું પ્રિય સામયિક છે. એના તંત્રીશ્રી પર લેખો વગેરે મોકલવાની મારી ઇચ્છા છે. માર્ગદર્શન આપશો.
લેખો વગેરે એમના પર ઇ-મેઇલથી મોકલી શકાય?
–ગિરીશ પરીખ